Video: સ્પ્લેન્ડર પર સ્ટંટ કરી રહ્યા હતા ત્રણ છોકરા અને અચાનક...

ઇન્ટરનેટ પર સ્ટંટબાજ લોકોની સંખ્યા વધી ગઈ છે. તમે ઇન્સ્ટાગ્રામથી લઇને ફેસબુક રીલ્સમાં એવા ઘણા યુવાનોને જોયા હશે, જે બાઇક, સ્કૂટી અને ગાડીની સાથે ખતરનાક સ્ટંટ કરતા હોય છે. તેમા કેટલાક પ્રોફેશનલ સ્ટંટબાજ પણ હોય છે. તેમના વાયરલ વીડિયો જોઈને લાઇક્સ અને વ્યૂઝ વધારવાના ચક્કરમાં ઘણા યુવાનો પણ સ્ટંટ કરવા જાય છે, જેનું પરિણામ ક્યારેક ક્યારેક ખૂબ જ ખતરનાક આવે છે. સોશિયલ મીડિયા પર એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્રણ યુવાનો મસ્તીમાં સ્પ્લેન્ડર પર જઈ રહ્યા હતા કે અચાનક તેમનો જોશ હાઈ થઈ ગયો અને તેમણે બાઇક પર એવા કારનામા કરી દીધા જેના કારણે તેમણે ભારે કિંમત ચુકવવી પડી.
આ વીડિયો 11 સેકન્ડનો છે જેમા જોઈ શકાય છે કે, ત્રણ યુવાનો સ્પ્લેન્ડર મોટરસાઇકલ પર હેલમેટ પહેર્યા વિના જઈ રહ્યા છે. અચાનક યુવાનોમાં જોશ આવી જાય છે અને બાઇકનો ડ્રાયવર વાહનને લહેરાવીને ચલાવવા માંડે છે. આ થોડીવારની મજા સજામાં તબ્દિલ થઈ જાય છે. બાઈકને લહેરાવીને ચલાવવામાં અચાનક ડ્રાયવરનું સંતુલન બગડી જાય છે અને બાઈક ડિવાઈડર સાથે અથડાય છે. ત્રણેય યુવાનો બાઈક પરથી નીચે પડી જાય છે.
સારી વાત એ રહી કે, પાછળથી કોઈ વાહન આવી રહ્યું નહોતું નહીંતર, આ ઘટના મોટી દુર્ઘટના પણ બની શકતી હતી. આ ત્રણેય બાઇક સવારની પાછળ આવી રહેલા એક અન્ય બાઇક સવારે આ ઘટનાનો વીડિયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો જે હવે વાયરલ થઈ ગયો છે.
और कर लो मस्ती रोड पे👇😂 pic.twitter.com/wEBl6m6O4t
— Neha Agarwal (@NehaAgarwal_97) March 29, 2023
આ વીડિયોને ટ્વિટર યુઝર નેહા અગ્રવાલે 29 માર્ચે પોસ્ટ કર્યો હતો. તેણે કેપ્શનમાં લખ્યું હતું- હજુ કરો મસ્તી રોડ પર. આ ક્લિપને સમાચાર લખાવામાં સુધીમાં 30 હજાર કરતા વધુ વ્યૂઝ, લાઇક્સ અને કમેન્ટ્સ મળી ચુક્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું- આ ટિકટોકવાળા છે, જાણીજોઈને પડી ગયા, ધ્યાનથી જુઓ ડિવાઇડર પર પહોંચતા જ તેમણે જમણા પગ ઉપર ઉઠાવીને ફેલાવી દીધા. પરંતુ, આ બીજાઓ માટે ખૂબ જ હાનિકારક છે.
પ્રશાસને આવા લોકો સામે કોઈ એક્શન લેવુ જોઈએ. આ બધાને ઈજા નથી પહોંચી. બાઇક પણ અક્સપાયરી ડેટ પાર છે. બીજાએ લખ્યું- સ્ટંટ કરનારા છોકરા હેલમેટ વિના જઈ રહ્યા છે. પોતે પણ મરશે અને બીજાઓને પણ મારશે. આવા સ્ટંટ કરનારાઓ પર તો કડક કાર્યવાહી થવી જોઈએ. ત્રીજાએ કહ્યું- અરે ધૂમ મચા લે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp