પોતાના લગ્નમાં જ ન પહોંચી શકી દુલ્હન, થયું લાખો રૂપિયાનું નુકસાન

PC: townnews.com

ફ્લાઈટ કેન્સલ થાવના લીધે એક દુલ્હન પોતાના જ લગ્નમાં પહોંચી શકી ન હતી. મહિલાએ પોતાના વૈવાહિક સ્થળ પર પહોંચવા માટે લાખો રૂપિયા ખર્ચ્યા પરંતુ તેની દરેક કોશિશ નિષ્ફળ રહી હતી. જ્યારે મહિલાનો થનારો પતિ તેના પરિવાર સાથે 3200 કિમી દૂર વેડિંગ વેન્યુ પર પહોંચીને તેની રાહ જોઈ રહ્યો હતો. આ ઘટનાને લીધે કપલને આશરે 57 લાખ રૂપિયાનું નુકસાન થયું છે. અસલમાં સેન્ટ લુઈસની રહેનારી કેટી ડેમકોના ડેસ્ટીનેશન વેડિંગ માટે બેલિઝે દેશ જવાનું હતું. 

પરંતુ છેલ્લા સમય પર સાઉથવેસ્ટ એરલાઈન્સે તેની ફ્લાઈટ કેન્સલ કરી દીધી હતી. આ દરમિયાન સાઉથ વેસ્ટ એરલાઈન્સે કેટીને ઓપ્શનલ ફ્લાઈટ પણ આપી ન હતી. એરલાઈન્સ કંપનીના આ ઝોલના કારણે મહિલા પોતાના લગ્નમાં સમયસર પહોંચી શકી ન હતી. કપલે બેલિઝેમાં 30 ડિસેબ્મરના ડેસ્ટીનેશલ વેડિંગ પ્લાન કરી હતી. 27 ડિસેમ્બરના જ્યારે કેટી પોતાના પરિવારના લોકો અને મિત્રો સાથે એરપોર્ટ પહોંચી તો ખબર પડી કે તેની ફ્લાઈટ કેન્સલ થઈ ગઈ છે.

જ્યારે કેટીનો થનારો પતિ માઈકલ પોતાના પરિવાર સાથે ફ્લાઈટ પકડીને બેલિઝે પહોંચી ગયો હતો. કેટીના મિત્રો લગ્નમાં સામેલ થવા માટે 28 ડિસેમ્બરના પહોંચવાના હતા. તેવામાં તેમણે પોતાની ટિકીટ આપવાની પણ વાત કરી હતી. પરંતુ એરલાઈન્સ કંપનીએ બુકિંગ બદલવામાં પણ પોતાની અસમર્થતા બતાવી હતી. કેટીએ CNN સાથે વાતચીતમાં કહ્યું કે તેની સાથે જ્યારે આવું થયુંતો તે રડવા લાગી હતી.

ટ્રાવેલ એજન્ટ પણ તેના માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી શક્યો ન હતો. કેટીએ કહ્યું કે મારા અને માઈકલના પરિવાર માટે ઘણો ખાસ દિવસ હતો. પરંતુ તે સંપૂર્ણ રીતે ખરાબ થઈ ગયો હતો. કપલે ડેસ્ટીનેશન વેડિંગ માટે બેલિઝેમાં વિક્ટોરિયા હાઉસનું બુકિંગ કરાવ્યું હતું. આ રિઝોર્ટે પણ રીફંડની રકમ આપવાની ના પાડી દીધી હતી. આ કારણથી કપલને 58 લાખ રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું હતું, જ્યારે કેટરિંગ, ફોટોગ્રાફી, ફુલોની સજાવટ માટે પણ કપલે પૈસા આપી રાખ્યા હતા. કપલને તેમાં પણ નુકસાન થયું હતું.

કેટીએ કહ્યું કે પૈસાનું નુકસાન તો થયું જ પરંતુ સૌથી વધારે નુકસાન એક્સાઈટમેન્ટ અને ઈમોસન્સનું થયું છે. આ દિવસ માટે મારા મિત્રો અને પરિવારે પોતાનો સમય કાઢ્યો હતો, પરંતુ બધુ ખરાબ થઈ ગયું. કેટીએ દાવો કર્યો છે કે આ ઘટના પછી સાઉથવેસ્ટ એરલાઈન્સ કંપનીએ તેની માફી પણ માંગી નથી. એક ફાર્માસુટીકલ રિપ્રેઝન્ટેટીવ કેટીએ કહ્યું કે એરલાઈન કંપનીના આ વ્યવહારથી તે હેરાન છે કારણ કે તે મોટેભાગે આ એરલાઈનમાં જ સફર કરે છે. જ્યારે ડેઈલમેલના સવાલ પર સાઉથવેસ્ટ એરલાઈને કહ્યું હતું કે ગયા અઠવાડિયાની અસુવિધા માટે તે માફી માંગે છે. અમે અમારા ગ્રાહકોને સતત સપોર્ટ કરતા રહીશું. જો ગ્રાહકોને કોઈ મુશ્કેલી છે તો અમારી વેબસાઈટ પર જઈને અમારો સંપર્ક કરી શકે છે.       

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp