દુલ્હા-દુલ્હનનો રોમાન્સ જોઈ તૂટ્યું લોકોનું દિલ, Video વાયરલ

PC: informalnewz.com

કહેવાય છે કે જોડીઓ ઉપરથી બનીને આવે છે, જ્યાં જેના લગ્ન લખ્યા છે, ત્યાં જ થાય છે. તેમજ લગ્ન લોકો માટે ઘણા ખાસ હોય છે. દરેક વ્યક્તિ એક સારા સાથીની શોધમાં હોય છે. જોવા જઈએ તો દરેક વ્યક્તિને તેનો પાર્ટનર ખૂબ જ નસીબથી મળે છે. તેમાથી ઘણી જોડીઓ જોઈને દિલ ખુશ થઈ જાય છે, તેમજ કેટલીક જોડીઓને જોઈને આશ્ચર્ય પણ થાય છે. હાલમાં જ એક એવી જોડીનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, જેને જોઈને એક મિનિટ માટે તમે પણ ચોંકી જશો.

વાયરલ થઈ રહેલી આ જોડીને જોયા બાદ દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત છે. મોટાભાગે આપણે જોયુ છે કે, દુલ્હા-દુલ્હનની ઉંમરમાં થોડું અંતર હોય છે. તેમાંથી કેટલાકમાં ખૂબ ઓછું, તો કેટલાકમાં ખૂબ જ વધુ અંતર જોવા મળે છે. આમ તો જૂના સમયમાં આવા એજ ગેપ ખૂબ જ જોવા મળે છે, જે હવે ઓછાં જ જોવા મળે છે, પરંતુ આજે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે જૂના સમયના એ એજ ગેપની યાદ અપાવે છે.

વીડિયોની શરૂઆતમાં તમે જોશો કે, એક ખૂબ જ સુંદર દુલ્હન બેઠી છે અને તે સ્માઈલ કરી રહી છે. આ દરમિયાન તે પોતાની બાજુમાં બેઠેલા વૃદ્ધ વ્યક્તિને I LOVE YOU કહેતી દેખાઈ રહી છે. વીડિયોને જોઈને અંદાજો લગાવી શકાય છે કે તે દુલ્હો જ છે, જેની બાજુમાં બેઠેલી દુલ્હન રોમેન્ટિક થઈને પોતાના પ્રેમનો એકરાર કરી રહી છે. જોકે, એ વાતની પુષ્ટિ નથી થઈ રહી કે, તે કપલ દુલ્હા-દુલ્હન જ છે.

વીડિયોમાં દુલ્હનની જેમ તૈયાર થઈને બેઠેલી યુવતી પોતાની બાજુમાં દુલ્હાની જેમ તૈયાર થઈને બેઠેલા વૃદ્ધને I LOVE YOU કહે છે, જેના જવાબમાં વૃદ્ધ તેને આઈ લવ યુ કહે છે. વીડિયોમાં બંનેના ચહેરાની ખુશી તેમના પ્રેમને દર્શાવે છે. વીડિયોમાં યુવતીના I LOVE YOU બોલવાની સાથે વૃદ્ધના કપાળ પર કિસ કરતી દેખાઈ રહી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેને લાખો લોકો જોઈ ચુક્યા છે અને તેના પર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. વીડિયોના અંતમાં આ બધુ જોયા બાદ એક વ્યક્તિ પોતાના નસીબને દોષ આપતો દોડતો પાણીમાં કૂદી જાય છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું- હે પ્રભુ હવે તો અવતાર લો. તેમજ બીજા યુઝરે લખ્યું, આ હું શું જોઈ રહ્યો છું, આટલા ખરાબ દિવસો આવવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp