બદલો લેવા માટે બોયફ્રેન્ડને મોકલી એક ટન ડુંગળી, કહ્યું- હવે રડવાનો વારો તારો

બદલો લેવા માટે લોકો કેવા કેવા રસ્તા અપનાવતા હોય છે. બ્રેકઅપ થયા બાદ પ્રેમિકાએ પ્રેમી સામે બદલો લેવા માટે એક અનોખો રસ્તો પસંદ કર્યો હતો. ચીનમાં એક યુવતીએ એવું પગલું ભર્યું જે બ્રેકઅપ બાદ કોઈએ વિચાર્યું પણ નહીં હોય. પ્રેમમાં નિષ્ફળ ગયેલી યુવતીએ પોતાના પ્રેમીને 1 હજાર કિલો ડુંગળી મોકલી દીધી. જેથી પ્રેમીને પણ મહિલાની જેમ રડવાનો વારો આવે. ચીનના પૂર્વમાં આવેલા શહેર જીબો સિટીમાંથી આ કિસ્સો સામે આવ્યો છે.
જ્યારે એક યુવકના ઘરની બહાર અચાનક ડુંગળીથી ભરેલા કોથળાના ઢગલા જોવા મળ્યા હતા. આ ઘરમાં રહેતા યુવકને પણ ખબર ન પડી કે, આટલા બધા કોથળા કોણ મૂકી ગયું અને આટલી બધી ડૂંગળી શા માટે આવી. મીડિયા રિપોર્ટ અનુસાર આટલી મોટી સંખ્યામાં ડુંગળીના કોથળા ઝાઓ નામની એક યુવતીએ પોતાના પૂર્વ પ્રેમીને મોકલ્યા હતા. બંને વચ્ચે એક વર્ષ સુધી રિલેશનશીપ રહી હતી. પણ જ્યારે ઝાઓને ખબર પડી કે, પ્રેમી એની સાથે માત્ર ગેમ રમી રહ્યો છે, છેત્તરપિંડી કરી રહ્યો છે. તો યુવતી એ બ્રેકઅપ કરી નાંખ્યું હતું. આ બ્રેકઅપ બાદ યુવતી ખૂબ દુઃખી રહેતી હતી. લાંબા સમય સુધી રડતી રહી હતી. બદલો લેવા માટે યુવતીએ પૂર્વ પ્રેમીના ઘરે એક ટન ડુંગળી મોકલી દીધી.
આ સાથે તેણે એક નોટ પણ મોકલી હતી કે, જેમાં લખ્યું હતું કે, હું સતત ત્રણ દિવસ સુધી રડી છું. હવે તારો વારો છે. પૂર્વ પ્રેમીના ઘરે આવેલી ટનની માત્રામાં ડુંગળીની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ યુવકે જણાવ્યું હતું કે, મારી એક્સ બહું જ ડ્રામેબાઝ હતી. તે બધાને કહેતી હતી કે, બ્રેકઅપ બાદ હું રડ્યો નથી. તો શું હું એક ખરાબ માણસ બની જાવ છું? યુવકે એ પણ સ્પષ્ટતા કરી કે, યુવતીના વિચિત્ર વ્યવહારને કારણે બ્રેકઅપ કરવામાં આવ્યું છે. બંનેએ ભેગામળીને આ નિર્ણય કર્યો છે. પણ મહિલાના આ પ્રકારના પગલાંને કારણે યુવકના પાડોશી મુશ્કેલીમાં મૂકાયા છે. કારણ કે સમગ્ર વિસ્તારમાં ડુંગળીની વાસથી લોકો પરેશાન થયા છે. આટલી મોટી સંખ્યામાં યુવકના ઘરે ડુંગળીના કોથળા પહોંચાડવામાં પાંચ કલાકનો સમય લાગ્યો હતો. આ ડુંગળીનો ઓર્ડર યુવતીએ ઓનલાઈન આપ્યો હતો અને એડ્રસ યુવકનું આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp