સીટની નીચે કોબરા સાપ ઘૂસ્યો હતો, 20 કિમી બાઈક ચલાવી અને પછી...

PC: intoday.in

કામ કરવા માટે જંગલમાં ગયેલા બે કારીગરો જ્યારે બાઈકથી પરત ફર્યા તો તેમને 20 કિલોમીટર ગાડી ચલાવ્યા પછી કંઇક અજીબ લાગ્યું. ગાડી ઊભી રાખી જ્યારે જોયું તો સીટની અંદર કોબરા સાંપ ફુસ્કાર મારી રહ્યો હતો. ડરને લીધે બંને બાઈક સવાર ગાડી લોક કરી ત્યાંથી ભાગી ગયા.

ઈંદોર શહેરમાં રહેનારા બે વ્યક્તિ કામના સંબંધમાં ઈંદોરથી સિમરોલ ગયા હતા. મોટર પંપનું કામ કરનારા આ કારીગરો સિમરોલના જંગલોમાં કામ કરવા માટે ગયા હતા.

કામ પૂરું કર્યા પછી તેઓ ઈંદોર પરત ફરી રહ્યા હતા. પાછા પરત ફરવામાં બંને કારીગરોએ 20 કિલોમીટરનું અંતર પણ કાપી નાખ્યું હતું, ત્યારે જ તેમને કશુ અજીબ લાગ્યું અને મોટરસાઇકલને એક બાજુ ઊભી રાખી દીધી. ગાડી ઊભી રાખ્યા પછી ખબર પડી કે મોટરસાઇકલમાં એક સાપ ઘૂસ્યો હતો અને આ સાપ મોટરસાઇકલની સીટની નીચે હતો.

જે સીટ પર બેસી બંને વ્યક્તિઓએ 20 કિલોમીટરનું સફર નક્કી કર્યું હતું, તે સીટની નીચે જ સાપને જોયા પછી બંને બાઈક સવાર ત્યાંથી ભાગી ગયા. આ ઘટનાને જોનારાઓએ તરત કન્ટ્રોલ રૂમમાં જાણ કરી દીધી, ત્યાર પછી સપેરાની ઘણી કોશિશો પછી સાપ પકડમાં આવ્યો.

સાપ પકડ્યા પછી એ જાણ થઈ કે આ સાપ કોબરા પ્રજાતિનો ઝેરીલો સાપ છે. લગભગ 1 કલાકના પ્રયત્નો પછી સપેરાએ તેને પકડ્યો, પણ કોબરા આટલી સરળ રીતે કઇ રીતે પકડાય? સપેરાના પકડ્યા પછી સાપ ફરી ડબ્બામાંથી બહાર નીકળી ગયો. સપેરાએ જેમ તેમ કરીને સાપને ડબ્બામાં બંધ કર્યો. મોટરસાઇક માલિકો આ ઘટનાથી એટલા ગભરાઇ ગયા કે તેઓ બાઈકને લોક કરી ત્યાંથી ભાગી ગયા.

ત્યાં મોજૂદ એક પ્રત્યક્ષદર્શી કૈલાશે જણાવ્યું કે, આ લોકો જંગલમાં ગયા હતા. પાછા આવ્યા તો જાણ થઈ કે બાઈકમાં સાપ ઘૂસ્યો છે. ઘણી મુશ્કેલીઓ પછી બાઈકમાંથી સાપને કાઢવામાં આવ્યો. આ કોબરા પ્રજાતિનો 5 ફૂટ લાંબો સાપ હતો. તેમના નસીબ સારા હતા કે તેઓ બચી ગયા.

અન્ય એક વ્યક્તિ શાદિક મંસૂરીએ જણાવ્યું કે, આ લોકોની ગાડી વારે વારે બંધ થઈ રહી હતી. તેમની ગાડીમાં કંઇક હતું. જ્યારે ગાડીમાં સાપને જોયો, તો બંને બાઈકસવાર ત્યાંથી ભાગી ગયા. તેઓ એટલા ડરી ગયા હતા કે એક ક્ષણ પણ ત્યાં રોકાયા નહીં. પછી અમે કન્ટ્રોલ રૂમમાં ફોન કર્યો અને સપેરાને બોલાવ્યો. ખૂબ જ મુશ્કેલીથી કોબરા સાપને બાઈકમાંથી બહાર કાઢી પકડવામાં આવ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp