કોલેજ પ્રોફેસરની નોકરી છોડી વેચવા લાગ્યા માછલી, મહિનાની કમાણી 1 લાખ

PC: indiatimes.com

આ વાત જાણી જરૂર ચોંકી જશો કે આખરે એક પ્રોફેસર કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું છોડીને માછલી કેમ વેચી રહ્યા છે. આ સ્ટોરી 27 વર્ષીય મોહન કુમારની છે. જે તમિલનાડુના કરુરનો રહેવાસી છે. તેમણે પરિવારના ફિશ કોલ્ડ સ્ટોરેજ બિઝનેસ માટે પોતાની પ્રોફેસરની નોકરી છોડી દીધી.

મેકેનિકલ એન્જિનિયરની ડિગ્રીઃ

મોહને મેકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યાર બાદ તેમણે કરુરની એક ખાનગી કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૂ કર્યું. તેની સાથે સાથે પરિવારના ફિશ બિઝનેસમાં રૂચિ દાખવી. તેમના માતા-પિતા પલાનીવેલ અને સેલ્વારાની, ગાંધીગ્રામમાં ફિશ ફ્રાઈની દુકાન ચલાવે છે.

માતા-પિતાને બિઝનેસમાં કરી મદદઃ

મોહન તેના જૂના દિવસોને યાદ કરતા જણાવે છે કે જ્યારે તે કોલેજથી દુકાન પર પહોંચી જતો અને માતા-પિતાને કામમાં મદદ કરતો હતો. જોકે તેનાથી તેના માતા-પિતા ખુશ નહોતા. તેઓ નહોતા ઈચ્છતા કે તેમનો પુત્ર આ બિઝનેસમાં આવે. મોહને જણાવ્યું કે એન્જિનિયરિંગ પછી જ્યારે મે ફિશનો બિઝનેસ સંભાળ્યો તો કેટલાક લોકો મને પાગલ કહેવા લાગ્યા.

લોકો કહેવા લાગ્યા પાગલઃ

મોહને જણાવ્યું કે, એન્જિનિયરિંગ કર્યા પછી જ્યારે તેણે ફિશ બિઝનેસ જોઈન કર્યો તો ઘણાં લોકોએ તેને મૂર્ખ કહ્યો. તેનું માનવું છે કે પાછલી નોકરીની સરખામણીમાં ફિશ બિઝનેસમાં તેમને વધારે મજા આવે છે.

મહિનાના 1 લાખની કમાણીઃ

મોહન તે સમયને યાદ કરે છે જ્યારે તેની માતા ન્યૂરોલોજિકલ ડિસઓર્ડરથી ઝઝૂમી રહ્યા હતા અને તેમણે દુકાન બંધ કરવી પડી હતી. પણ આ બિઝનેસના લાભથી તેમણે સંકટનો સમય પણ પસાર કરી લીધો. તે કહે છે કે, ફિલ્ડમાં તેણે ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. જેમાં તેનો પરિવાર તેની સાથે રહ્યો હતો. મોહન કરુરમાં હોટલ્સ અને નાની દુકાનોને 2 થી 3 ટન માછલીઓ અને મીટ ઉપલબ્ધ કરાવે છે અને મહિનાના લગભગ 1 લાખ રૂપિયા કમાઈ લે છે. તે આ ફિશ બિઝનેસને ઊંચા સ્તર સુધી લઈ જવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp