પોલીસ કોન્સ્ટેબલ રામ જેણે આઠમાં પ્રયાસમાં પાસ કરી UPSC પરીક્ષા

સંઘ લોક સેવા આયોગ (UPSC) એ 23 મેના રોજ UPSC સિવિલ સેવા પરીક્ષા 2022ના પરિણામ જાહેર કર્યા હતા. IAS, IPS, IFS અને અન્ય અધિકારી બનવા માટે કુલ 933 ઉમેદવારોએ UPSC CSE પરીક્ષામાં સફળતા મેળવી છે. તેમાંથી એક રામ ભજન કુમાર પણ છે, જે દિલ્હી પોલીસમાં હેડ કોન્સ્ટેબલ છે. રામ ભજન કુમારે 8મીવારમાં UPSCની પરીક્ષા પાસ કરી છે. દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ રામ ભજન કુમાર સાયબર સેલ પોલીસ સ્ટેશનમાં તહેનાત છે. દિલ્હી પોલીસમાં રામ ભજન કુમાર 2009માં એક કોન્સ્ટેબલના રૂપમાં જોડાયો હતો. 34 વર્ષીય રામ ભજન કુમારને UPSC પરીક્ષામાં 667 ઓલ ઇન્ડિયા રેન્ક મળ્યો છે. આ તેનો 8મો પ્રયાસ હતો. એટલું જ નહીં, તે પોતાનો રેન્ક સુધારવા માટે 28 મે, 2023ના રોજ લેવાનારી UPSC પ્રીલિમ્સ પરીક્ષામાં ફરીથી સામેલ થઈ રહ્યો છે.

રાજસ્થાનના મજૂર પરિવારમાં જન્મેલો રામ ભજન કુમાર પોતાના પરિવારમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવનરો પહેલો વ્યક્તિ છે. રામ ભજન કુમારે કહ્યું, જ્યારે મેં રિઝલ્ટ જોયુ તો હું દંગ રહી ગયો હતો. મારા ઘરના સભ્યો ભાવુક થઈ ગયા હતા. પરંતુ, મેં ક્યારેય આશા નહોતી છોડી. મને ખબર હતી કે આ પરીક્ષા મારા જીવનને બદલી નાંખશે અને હું પોતાના તમામ સપના પૂરા કરી શકું છું.

રામ ભજન કુમાર દરરોજ ઓછામાં ઓછાં છ કલાક અભ્યાસ કરતો હતો. તે દિલ્હીના મુખર્જી નગરમાંથી UPSCની તૈયારી માટે બુક્સ અને અન્ય સામાન ખરીદતો હતો. રામ ભજન એક મહિનાની રજા માટે અરજી કરતો હતો અને પરીક્ષાની તારીખ નજીક આવવા પર દરરોજ આશરે 16 કલાકની તૈયારી કરતો હતો. રામ ભજન પોતાની પત્ની સાથે દિલ્હીમાં રહે છે. તેણે કહ્યું કે, તેની પત્ની હંમેશાં સહયોગી રહી છે અને તેના પરિવારે પણ તેને પ્રોત્સાહિત કર્યો છે.

રામ ભજને કહ્યું, મારા પિતાએ પોતાનું અડધા કરતા વધુ જીવન એક મજૂરના રૂપમાં કામ કરતા વીતાવ્યું. તેમણે મને સ્કૂલ અને કોલેજ મોકલવા માટે ખૂબ જ મહેનત કરી. પોતાનું આખુ જીવન, રોજની જરૂરિયાતને પૂરી કરવા માટે સંઘર્ષ કરવામાં વીતાવ્યું છે. જ્યારે હું પોલીસમાં સામેલ થયો, તો મને ખબર હતી કે હું બીજાઓ અને પોતાના માટે સ્થિતિ બદલી શકું છું. 2009માં દિલ્હી પોલીસમાં એક કોન્સ્ટેબલના રૂપમાં સામેલ થયા બાદ, તે પહેલીવાર સીપી રિઝર્વમાં વિજય ઘાટ પર તહેનાત હતો. ત્યારબાદ તેને શાહબાદ ડેરી પોલીસ સ્ટેશનમાં મોકલવામાં આવ્યો અને બાદમાં તેને પ્રમોશન મળ્યું.

એવુ પૂછવા પર કે તેઓ પોતાના ડિપાર્ટમેન્ટના કયા વ્યક્તિથી પ્રેરિત હતા? રામ ભજને કહ્યું, હું ફિરોજ આલમથી પ્રેરિત છું, જેઓ દિલ્હી પોલીસમાં એક કોન્સ્ટેબલ હતા અને 2019માં UPSCની પરીક્ષા પાસ કર્યા બાદ એસીપી બની ગયા. તેણે કહ્યું, આલમ સરના રેન્ક મેળવ્યા બાદ મને અથાગ મહેનત કરવાની પ્રેરણા મળી. તેમણે મારા જેવા અન્ય ઘણા UPSC ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા અને પ્રેરિત કરવા માટે એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવ્યું. તેઓ આજે પણ અમને સપોર્ટ કરે છે. રામ ભજને કહ્યું, આ એક સપનું સાકાર થવા જેવુ છે. આ મારો આઠમો પ્રયાસ હતો. હું ઓબીસી કેટેગરીમાં આવું છું આથી હું નવમીવાર પણ પ્રયાસ કરી શકુ છું અને આ મારો બીજો-છેલ્લો પ્રયાસ હતો.

About The Author

Top News

વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઉતરાધિકારી કોણ? એ બાબતે ઘણા સમયથી ચર્ચા શરૂ થઇ છે. તાજેતરમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની વડા...
National 
વડાપ્રધાન મોદીના ઉત્તરાધિકારી કોણ? ફડણવીસે આપ્યો સ્પષ્ટ જવાબ

ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

શનિવારે બપોરે ગોવાથી નવી દિલ્હી જતી ઇન્ડિગો ફ્લાઇટમાં એક અમેરિકન મુસાફર અચાનક બીમાર પડી ગઈ ત્યારે અંધાધૂંધી ફેલાઈ ગઈ. કેલિફોર્નિયાની...
National 
ચાલુ વિમાનની અંદર અમેરિકન મહિલા શ્વાસ ઘૂંટાવાથી બેભાન થઇ ત્યારે કોંગ્રેસ નેતાએ બચાવ્યો તેનો જીવોમ

ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

રાજસ્થાનના હનુમાનગઢ જિલ્લાના ટિબ્બી શહેરમાં આ અઠવાડિયે થયેલી હિંસક અથડામણે સમગ્ર વિસ્તારને ચર્ચામાં લાવી દીધો. સેંકડો લોકો સામે FIR દાખલ...
National 
ઇથેનોલ ફેક્ટરી સામે વિરોધ પ્રદર્શન ઉગ્ર થયું, પંજાબ, UP અને હરિયાણાથી ખેડૂતો પહોંચ્યા, કારણ છે જમીનનું નુકસાન

કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ

ભારતીય જનતા પાર્ટીએ ફરીએકવાર બધાને ચોંકાવતા નીતિન નબીનને ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે પસંદ કર્યા છે. નીતિન નબીન વિશે ભાગ્યે...
National 
કોણ છે નીતિન નબીન જેમને ભાજપે બનાવ્યા રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ
Copyright (c) Khabarchhe All Rights Reserved.