ગરમીથી મુસાફરોને બચાવવા રીક્ષાવાળાનો આ જુગાડ જોઇ તમારૂ મગજ ચકરાઇ જશે

એક તરફ જ્યાં હાલના દિવસોમાં વાતાવરણ અજીબોગરીબ રીતે બદલાઈ જતું નજરે પડી રહ્યું છે, પરંતુ બીજી તરફ લોકો ગરમીથી બચવા માટે પણ એક થી એક ચડિયાતા જુગાડ લગાવતા નજરે પડી રહ્યા છે. હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જે અકળાવી મૂકે તેવી ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોની દિલની ઈચ્છા પૂરી કરી રહ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિનો દેશી જુગાડ જોઈને તમે પણ તેના વખાણ કરતા પોતાને રોકી નહીં શકો. હકીકતમાં તમને પણ આ વ્યક્તિનો જુગાડ ખૂબ પસંદ આવશે.
આમ તો ઈન્ટરનેટ પર એવા ઘણા વીડિયો સામે આવતા જ રહે છે, જેમાં લોકો ગરમીથી બચવા માટે અજીબોગરીબ પ્રકારના જુગાડ લગાવતા નજરે પડી રહ્યા છે. આ ક્રમમાં ક્યારેક કોઈ કાર પર ગોબરનો લેપ લગાવી દે છે, તો કોઈ ગાડીની છત પર ઘાસ ઉગાડી લે છે. હાલમાં એક એવો જ વીડિયોએ લોકોના દિલ જીતી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે રિક્ષાવાળો પોતાને અને પોતાનો રિક્ષામાં સવાર લોકોને ગરમીથી બચાવવા માટે ગાડીમાં જ કુલર ફિટ કરી દે છે.
હકીકતમાં મુસાફરની સૂર્યક્ષયથ લઈને તેના હેલ્થ સુધી રિક્ષાવાળો દરેક સંભવિત પ્રયાસ કરી રહ્યો છે. ઓટોવાળાનો આ જોરદાર આઇડિયા ઈન્ટરનેટ પર લોકોના દિલ ખુશ કરી રહ્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયોને ખૂબ જોવામાં આવી રહ્યો છે. આ વર્ષે 22 મેના રોજ આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી 2 લાખ 91 હજાર કરતા વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે. વીડિયો જોઈ ચૂકેલા યુઝર્સ તેના પર એકથી એક ચડિયાતા રીએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ગરમીમાં પણ ઠંડીનો અનુભવ. એક અન્ય યુઝરે લખ્યું કે, ભાઈએ પબ્લિક બાબતે પણ વિચાર્યું છે.
આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર Kabir_setia નામના યુઝરે શેર કર્યો છે. આ વીડિયો પર આદિત્ય નારાયણ નામના યુઝરે લખ્યું કે, ‘હું ખોટા રિક્ષાવાળાને પૈસા આપી રહ્યો છું.’ દિલથી અમીર હોવાની વાત કહેતા હિમેશ પવાર નામના યુઝરે કહ્યું કે, ‘બસ એટલું અમીર થવું છે.’ હિમાંશુ સોનકર નામના યુઝરે કહ્યું કે, લાગે છે ભાઈએ ITIમાં ટોપ કર્યું હતું. lohchab 3612 નામના યુઝરે કહ્યું કે, ‘ખૂબ શાનદાર, પોતાના માટે તો બધા વિચારે છે, પરંતુ ભાઈએ બધા માટે વિચાર્યું છે. સૌરવ પરમાર નામના યુઝરે લખ્યું પૂછ્યું કે તેનો જવાબ બધા જાણવા માગે છે કે વીજળી વિના ઓટોમાં કુલર કેવી રીતે ચાલે છે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp