ચાલુ બાઇકે કપલ રોમાન્સ કરી રહ્યું હતું, પોલીસે એવો મેમો ફાડ્યો કે યાદ રહી જશે

PC: twitter.com

અત્યારે આ ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં રોજ કોઈક ને કોઈક વીડિયો કે ફોટા વાયરલ થતા રહેતા હોય છે. તેમાંથી કેટલાક વિવાદિત બની જતા હોય છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક કપલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં બંને બાઇક પર રોમાન્ટિક સ્ટંટ કરતા નજરે પડી રહ્યા છે. બાઇકની ટાંકી પર છોકરી ઊંધી બેસીને છોકરાને ગળે લગાવીને બેઠી છે અને છોકરો ઝડપથી બાઇક ચલાવી રહ્યો છે. વીડિયો સોશિયલ મીડિયા પર આવ્યો તો પોલીસ તાત્કાલિક એક્ટિવ થઈ ગઈ.

બાઇકનો નંબર જોઈને 21 હજાર રૂપિયાનો મેમો ફાડવાની વાત સામે આવી રહી છે. વીડિયોને સોશિયલ મીડિયા પર આકાશ કુમાર નામના યુઝરે 19 જૂનના રોજ શેર કર્યો હતો. વીડિયોને બાઇક પાછળ ચાલી રહેલી કારમાં બેઠા કોઈ વ્યક્તિએ શૂટ કર્યો છે. વીડિયોમાં વ્યક્તિને કહેતો સાંભળી શકાય છે કે કપલે આ સ્ટંટ વાયરલ થવા માટે કર્યો છે. બાઇક નોઇડા મેરઠ એક્સપ્રેસ વે પર ચાલી રહી છે. વીડિયો શેર કરતા આકાશ નામના યુઝરે ગાઝિયાબાદ અને ઉત્તર પ્રદેશ પોલીસને ટેગ કરતા લખ્યું કે, ‘ગાઝિયાબાદમાં બાઇક સવારનો વીડિયો વાયરલ.

વીડિયો ઈન્દિરાપુરમના NH9નો બતાવવામાં આવી રહ્યો છે, એ કહેવાય છે કે ‘હમ તો મરેંગે સનમ, તુમ્હે સાથે લેકે મરેંગે, પરંતુ નિયમ કાયદાને ધ્યાનમાં રાખીને જ સફર કરીશું.’ વીડિયોની કોમેન્ટ્સમાં ગાઝિયાબાદ ટ્રાફિક પોલીસે જવાબમાં મેમોની તસવીર શેર કરી અને લખ્યું કે, ‘ટ્વીટરથી મળેલી ફરિયાદને સંજ્ઞાનમાં લેતા, મેમોની કાર્યવાહી કરવામાં આવી.’ લોકોએ આ વીડિયો પર ઘણા પ્રકારની કમેન્ટ્સ કરી. કૃષ્ણ કુમાર દ્વિવેદી નામના યુઝરે લખ્યું કે, ‘આશિકી મેં હર બેહૂદા આશિક, હો જાત હૈ મજબૂર, લેકિન સડક સબકી હૈ, ઉસમે ઔરો કા ક્યાં કસૂર?’

કસ્ટમર રિવ્યૂ નામના નામના યુઝરે લખ્યું કે, ‘ગાડી તેના બાપની, પેટ્રોલ તેના બાપનું, મરશે તો છોકરો પણ એના બાપનો, પછી તમારી કેમ સળગે છે. તેજસ ટેન્ડેલ નામના યુઝરે લખ્યું કે, ‘શું ખબર છોકરીની તબિયત ખરાબ હોય અને પાછળ બેસાડવાના બદલે આગળ બેસાડી લીધી હોય. તમે પૂછી લેતા પહેલા અને પછી લિફ્ટ આપી દેતા. સોશિયલ મીડિયા પર એવા ઘણા વીડિયો સામે આવતા રહે છે, જેમાં લોકો પોતાના જીવ જોખમમાં નાખીને સ્ટંટ કરતા નજરે પડે છે. પોલીસની સખ્તાઈ અને સતત ચેકિંગ છતા કેટલાક લોકો સુધરી શકતા નથી. એમ કરનાર લોકોએ એ સમજવું જોઈએ કે એમ કરીને તમે પોતાની સાથે જ બીજાઓના જીવને જોખમમાં નાખી રહ્યા છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp