ખતરનાક સાપના ફેણને ચાટતી નજરે પડી ગાય, જુઓ વાયરલ વીડિયો

PC: twitter.com/susantananda3

પ્રાણીઓ વચ્ચેના ઝઘડા તો મને જોયા જ હશે, પ્રાણીઓ વચ્ચે પ્રેમને દેખાડતા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે. હવે એવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોયા બાદ તમે પણ વિશ્વાસ નહીં કરી શકો. વીડિયોમાં એક ખતરનાક સાંપને એક ગાય ચાટી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક કોબરા સાંપ ગાય પાસે છે. ગાય સાંપને સૂંઘવાનો પ્રયાસ કરી રહી છે. ગાય પાસે જવાથી સાંપ સાવધાન થઈ ગયો અને ફેણ કાઢી લીધી, પરંતુ ગાય પાછળ ન હટી.

ત્યારબાદ ગાય સાંપના ફેણને ચાટવા લાગે છે. આ વીડિયો જોઈને તમારા પણ રૂવાટા ઊભા થઈ જશે કેમ કે જો સાંપ એક વખત ગાયને ડંખ મારી લેતો તો તેનું મોત થઈ શકતું હતું. વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે સાંપ કોબરા પ્રજાતિનો છે, જે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. જો કે, ગાય અને સાંપ બંને એક-બીજા પાસેથી ભાગી રહ્યા નથી, જ્યારે મોટા ભાગે એમ થતું નથી. સાંપને જોતા જ પાલતુ પશુઓ પરેશાન થઈ જાય છે અને તેઓ ભાગવાનો પ્રયાસ કરે છે, પરંતુ આ વીડિયોમાં ગાય અને સાંપ વચ્ચે મિત્રતા જેવો માહોલ નજરે પડી રહ્યો છે.

આ વીડિયોને IFS અધિકારી સુશાંત નંદાએ શેર કર્યો છે, જેના પર લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, મને તો તેની આશા જ નહોતી કે કોઈ પશુ પણ એમ કરી શકે છે. એક અન્ય યુઝરે લખ્યું કે, ગાય અને સાંપનો આ વ્યવહાર કમાલ છે. તેની પોતાની એક ભાષા છે, જે માનવીય સમજથી વિરુદ્ધ છે. શુભમ સિંહે લખ્યું કે, મહર્ષિ પતંજલિ યોગ દર્શનમાં લખે છે કે અહિંસાનું પાલન કરતા બોરનો ત્યાગ થઈ જાય છે, સાક્ષાત નજરે પડી રહ્યું છે.

તો એક ટ્વીટર યુઝરે લખ્યું કે, મને તો એ સાચું લાગી રહ્યું નથી કેમ કે જ્યારે એક સાંપ ગાય પાસે હોય તો વીડિયો કેવી રીતે બનાવી શકે છે? માનસ નામના ટ્વીટર યુઝરે લખ્યું કે, વીડિયો બનાવનાર વ્યક્તિને જોઈતું હતું કે તે સાંપના ઝેરથી ગાયને બચાવતો પરંતુ તેને એવું ન કર્યું. અન્ય એક યુઝરે લખ્યું કે, સાંપમાં ભાવનાઓ હોતી નથી, મસ્તિષ્કનો એ ભાગ જ્યાં ભાવનાઓ બને છે, તે સાંપના મસ્તિષ્કમાં છે જ નહીં, એવી ટ્વીટ કેમ કરી રહ્યા છો?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp