Video: ઘાસ છોડી સાંપ ખાવા માંડ્યુ હરણ, જાણો આ શા માટે છે ખતરાની ઘંટી?

શું હરણ સાંપ ખાય છે? આ સવાલ એટલા માટે પૂછ્યો કારણ કે, આપણે ભણ્યા છીએ કે હરણ સંપૂર્ણરીતે શાકાહારી હોય છે. તે ઘાસ અને નાના છોડ જ ખાય છે. પરંતુ, સોશિયલ મીડિયા પર 21 સેકન્ડના વીડિયોમાં જે દેખાઈ રહ્યું છે, તે જોઈ તમે પણ ચોંકી જશો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, એક હરણ સાંપ ચાવતું દેખાઈ રહ્યું છે. જ્યારે આ વીડિયો ભારતીય વન સેવાના અધિકારી સુશાંત નંદાએ જોયો તો તેઓ દંગ રહી ગયા. તેમણે વીડિયો શેર કરતા લખ્યું, પ્રકૃતિને સારી રીતે સમજવામાં કેમેરા આપણી મદદ કરી રહ્યા છે.
હાં, વનસ્પતિજીવી પણ ક્યારેક-ક્યારેક સાંપ ખાઈ શકે છે. આ અગાઉ તમે વાંચી ચુક્યા છો કે કેટલીક જગ્યાઓ પર બીમાર ઊંટને સાજા કરવા માટે કિંગ કોબરા જેવા ઝેરી સાંપ ખવડાવવામાં આવે છે. હવે હરણની બદલાયેલી આદતને સારો સંકેત ના માની શકાય કારણ કે, જો એવુ થયુ તો ફૂડ ચેન એટલે કે ભોજન માટે એકબીજા પર નિર્ભરતનાનો ક્રમ બદલાઈ જશે.
ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, હરણને સાંપ ખાતા જોવુ એકદમ વિચિત્ર ઘટના છે. સૌરભ માથુરે લખ્યું કે, પ્રકૃતિ ખૂબ જ અવિશ્વસનીય અને અપ્રત્યાશિત વસ્તુઓથી ભરેલી છે. આ વીડિયો એ વાતને દર્શાવે છે. આ એ વાતને પણ સાબિત કરે છે કે, કઇ રીતે સર્વાઇવલ માટે પ્રાણીઓનો વ્યવહાર બદલાઈ શકે છે. અથિ દેવરાજે કહ્યું કે, સમય બદલાઈ રહ્યો છે અને આદતો પણ. ઘણા લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે, ફૂડ ચેન બગડી ગઈ છે. વાંદરાની ઘણી પ્રજાતિઓ માંસ ખાવા માંડી છે. નીચે તસવીર જુઓ, પહેલા આપણે આ રીતે ફૂડ ચેનને સમજતા આવ્યા છીએ.
જો હરણના સાંપ ખાવા વાળા વીડિયોને સત્ય માની લેવામાં આવે ત્યારે તો ઘણા ફેક્ટ્સ બદલવા પડશે. તેને અત્યારસુધી ગાય, ભેંસ, બકરી, હાથીની શ્રેણીમાં રાખવામાં આવતું રહ્યું છે. આ વીડિયોની તપાસ અને પરિસ્થિતિને સમજ્યા બાદ એક્સપર્ટ્સે નવા ફેક્ટ્સ બનાવવા પડી શકે છે.
સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે, ભૂખના કારણે કદાચ હરણ સાંપ ખાવા મજબૂર બન્યું હશે. હરણ પ્રકૃતિના ઇકોસિસ્ટમનો પ્રમુખ હિસ્સો છે અને જો તેની ખાવાની હેબિટ બદલાઈ રહી છે તો તે મોટા જોખમનો સંકેત હોઈ શકે છે. તેને કારણે જંગલની વ્યવસ્થા બગડી શકે છે.
હાલ, જાણી લો કે હરણ ઘાસ, છોડ ઉપરાંત મશરૂમ, ફુલ, મગફળી, અખરોટ વગેરે પણ ખાય છે. રાજસ્થાનનો બિશ્નોઈ સમાજ એટલો પશુ પ્રેમી હોય છે કે તે હરણના બચ્ચાઓને પોતાના બાળકની જેમ ઉછેરે છે. તેઓ બોટલ દ્વારા હરણના બચ્ચાઓને દૂધ પણ પીવડાવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp