કોર્ટમાં કરવામાં આવી હતી ગુનેગાર પિતાની હત્યા, UPPSC પાસ કરીને દીકરી બની DSP

PC: jansatta.com

ઉત્તર પ્રદેશના મુરાદાબાદની આયુષી સિંહે પણ ઉત્તર પ્રદેશ લોક સેવા આયોગ (UPPSC)ની પરીક્ષા પાસ કરી છે. સફળતા પર આખો પરિવાર ખુશ છે. પરંતુ, પિતાની હત્યાનું દુઃખ હજુ પણ આયુષીને થઈ રહ્યું છે. પિતાના મર્ડરર ફરાર છે. પિતાની હત્યાના સમયે જ મનમાં અધિકારી બનવાનું જે સપનું પોતાની આંખોમાં પાળ્યું હતું, આયુષી સિંહે તેને પૂરું કરી બતાવ્યું. મુરાદાબાદના ડિલારીના પૂર્વ બ્લોક પ્રમુખ યોગેન્દ્ર સિંહ ઉર્ફ ભૂરાના પરિવારની ઓળખ આયુષીએ બદલી નાંખી છે. યોગેન્દ્ર સિંહ ભૂરા પર હત્યા સહિત ઘણા કેસ દાખલ હતા. પરંતુ, હવે આ પરિવારની ઓળખ DSP આયુષી સિંહના પરિવારથી થશે.

આયુષી સિંહ UPPSC પરીક્ષા પાસ કરીને DSP બની ગઈ છે. આ ઉપલબ્ધિને પોતાના પિતાનું સપનું બતાવી રહી છે. તેનું કહેવુ છે કે, પિતા તેને અધિકારી બનાવવા માંગતા હતા. આયુષીની મા પૂનમ હાલ ડિલારીની બ્લોક પ્રમુખ છે. ભૂરા હત્યા સહિત ઘણી ઘટનાઓનો આરોપી હતો. વર્ષ 2015માં એક કેસમાં હાજરી માટે જેલમાંથી કોર્ટ લાવવામાં આવેલા ભૂરાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. ભૂરાનો એક દીકરો અને એક દીકરી છે. આદિત્ય સિંહ IIT દિલ્હીથી M.Tech નો અભ્યાસ કરી રહ્યો છે. દીકરી આયુષીએ અધિકારી બનવાનું સપનું પૂરું કરવા માટે UPPSC ની પરીક્ષા પાસ કરી દીધી.

ભૂરાનો પરિવાર મૂળ ભોજપુરના માનપુર ગામનો વતની છે. આયુષી દિલ્હીમાં રહે છે. ત્યાં રહીને તેણે UPPSCની તૈયારી કરી. તે કહે છે કે, પિતા મને હંમેશાંથી ઓફિસ બનાવવા માંગતા હતા. મેં તેમનું સપનું પૂરું કરી દીધુ. આયુષીએ કહ્યું કે, પિતાજીએ અમારા લોકોના ભણતર માટે મુરાદાબાદના આશિયાનામાં ઘર બનાવ્યું હતું. તેમની હત્યા બાદ જ મેં અધિકારી બનવાનું નક્કી કરી લીધુ હતું. તેના માટે UPPSCને પસંદ કર્યું.

આયુષી સિંહે મુરાદાબાદની કેસીએમ સ્કૂલમાંથી હાઈસ્કૂલનો અભ્યાસ કર્યો છે. અહીંથી તેણે 12માં ધોરણની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ દિલ્હી ગઈ. દિલ્હી યુનિવર્સિટીમાંથી તેણે વર્ષ 2019માં સ્નાતકની પરીક્ષા પાસ કરી. વર્ષ 2021માં તેણે પોલિટિકલ સાયન્સમાં એમએ કર્યું. નેટની પરીક્ષામાં બેઠી અને ત્યાં પણ સફળતા મેળવી. છેલ્લાં બે વર્ષથી તે UPPSCની તૈયારી કરી રહી હતી. આખરે તેણે આ પરીક્ષામાં પણ સફળતા મેળવી. આયુષીએ પોતાની મા પૂનમને ફોન કરીને રિઝલ્ટ વિશે જાણકારી આપી. મમ્મીને જણાવ્યું કે, તે DSP બની ગઈ છે. મમ્મીએ કહ્યું, તે પોતાના પિતાનું સપનું પૂરું કરી દીધુ. દીકરીને એટલા માટે ધન્યવાદ આપતા ભાવુક પણ થઈ. આયુષી જણાવે છે કે, મારા રિઝલ્ટની ખુશીથી વધુ એ ક્ષણ મારા માટે ખાસ બની ગઇ, જ્યારે મમ્મીએ મને આ વાત કહી. મારા ઓફિસર બનવાની ખુશી હજાર ગણી વધી ગઈ. તે કહે છે કે, અમે બે ભાઈ-બહેન છીએ. મારી સફળતાની પાછળ અમારા પરિવારનો ખૂબ જ મોટો સહયોગ છે.

યોગેન્દ્ર સિંહ ઉર્ફ ભૂરાની હત્યા મુરાદાબાદના કોર્ટ પરિસરમાં જ કરી દેવામાં આવી હતી. આરોપી સુમિતે 23 ફેબ્રુઆરી, 2015ના રોજ ભૂરાને ગોળી મારી હતી. કોર્ટમાં હાજરી માટે આવેલા ભૂરાને સુમિત પહેલા પગે લાગ્યો. ત્યારબાદ ગોળી મારીને હત્યા કરી દીધી. ઘટના બાદ વકીલોએ સુમિતના બે સાથિઓને પકડી લીધા હતા. તે સમયે સુમિત ભાગવામાં સફળ રહ્યો. જોકે, બાદમાં પોલીસે તેને પકડી લીધો. પરંતુ, કોર્ટમાં હાજરી દરમિયાન લાવવામાં આવેલો સુમિત ફરી એકવાર પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો.

પોલીસે સુમિત પર એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે. ભૂરા પર ઘણા મામલા દાખલ હતા. તેના પર પોતાના ભત્રીજા રિંકૂ સિંહની હત્યાનો પણ આરોપ હતો. ભૂરાની જ્યારે 2015માં હત્યા થઈ હતી, તે સમયે આયુષી 11માં ધોરણમાં અભ્યાસ કરી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp