'પતલી કમરિયા' ગીત પર નાના બાળકો સામે ટીચરનો ડાન્સ, વીડિયો થયો વાયરલ

PC: ndtv.in

'પતલી કમરિયા' ગીત આજકાલ ટ્રેન્ડિગમાં છે. મોટી સંખ્યામાં લોકો 'પતલી કમરિયા' ગીત પર રીલ બનાવીને સોશિયલ મીડિયા પર શેર કરે છે. જેમાં બાળકો, વડીલો, શિક્ષકો અને મોટા કલાકારોનો સમાવેશ થાય છે. આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્કૂલની એક મહિલા ટીચર ક્લાસમાં બાળકો સાથે 'પતલી કમરીયા' ગીત પર ડાન્સ કરી રહી છે. સાથે જ બાળકો પણ મહિલા ટીચરનો સાથ આપી રહ્યા છે. યુઝર્સ મહિલા ટીચરના ડાન્સના વખાણ કરી રહ્યા છે.

આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ક્રિસમસના અવસર પર તમામ બાળકો સાન્તાક્લોઝના ગેટઅપમાં આવ્યા છે. આ દિવસ ઉજવણી અને આનંદ માટે હોય છે. આ માટે મહિલા ટીચર પણ બાળકોની અપેક્ષાઓ બગાડતી નથી, પરંતુ તેમનું ભરપૂર એન્ટરટેનમેન્ટ કરે છે. ટીચર બધા બાળકોને ડેસ્ક પર બેસવા કહે છે. આ પછી મ્યૂઝિક વગાડવામાં આવે છે. જેમાં 'પતલી કમરીયા' ગીત વગાડવામાં આવે છે. બધા બાળકો ટીચરને ધ્યાનથી જોઈ રહ્યા છે. તો મહિલા શિક્ષક પણ સ્વેગમાં છે.

તે જ સમયે ગીતનો મુખ્ય ભાગ શરૂ થાય છે. બધા બાળકો ફ્લાઈંગ કિસ આપીને ટીચરનું સ્વાગત કરે છે. આ પછી શિક્ષક 'પતલી કમરિયા' પર ડાન્સ કરે છે. આ દરમિયાન ટીચરના ડાન્સ સ્ટેપ જોવા જેવા છે. બાળકો પણ ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. આ સીન ખૂબ જ ક્યૂટ છે. તમને જણાવી દઈએ કે 'પતલી કમરિયા' ગીત વર્ષ 2021માં રીલિઝ થયું હતું. તેમાં મૌની રોય ડાન્સ કરતી જોવા મળી હતી.

 
 
 
View this post on Instagram

A post shared by Alisha (@alisha_catherine_24)

આ વિડિયોને alisha_catherine_24 એ સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ પર તેના એકાઉન્ટ પરથી શેર કર્યો છે. વીડિયોના સમાચાર લખાય ત્યા સુધીમાં આ વીડિયોને 8 લાખ લોકોએ લાઈક કર્યો છે. તો મોટી સંખ્યામાં લોકોએ ટીચરના ડાન્સ પર કમેન્ટ કરી અને પ્રશંસા કરી છે. એક યુઝરે કમેન્ટ કરી મહિલા ટીચરની ટીકા કરતા લખ્યું – મેડમને ડાન્સ કરવા માટે આ જ એક ગીત મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp