દેવી-દેવતાઓના મંદિર મોટે ભાગે પર્વત પર જ કેમ હોય છે

તમે ઘણા તીર્થસ્થાનો પર ફરવા ગયા હશો ત્યારે તમને એક વાત નોટીસ કરી હશે કે, મોટાભાગના પ્રસિદ્ધ દેવસ્થાનો પર્વતની ટોચ પર આવેલા હોય છે, પરંતુ શું તમને ખબર છે કે, શા માટે દેવી-દેવતાઓના સ્થાન પર્વતની ટોચ પર આવેલા હોય છે. જો તમને આ બાબતે ન ખબર હોય તો આજે તમને અમે એ જણાવીશું કે, દેવી દેવતાઓનાં મંદિર શા માટે વધારે પર્વતોની ટોચ પર હોય છે. એવું કહેવાય છે કે, પર્વતો પર દેવી-દેવતાની વિશેષ ઉર્જા અને કૃપા હોય છે અને જેના કારણે જ પર્વતો પર રહેતી ઊર્જા હકારાત્મક જોવા મળે છે અને આ કારણે જ અહીં મંદિરોની સ્થાપના કરવામાં આવે છે. પર્વત મંદિરની સ્થાપના માટે જ નહીં પરંતુ સાધના કરવા માટેનું ઉત્તમ સ્થળ કહી શકાય.

પર્વતો પર કુદરતી ઉર્જા હોય છે.

ઘણા પર્વતો પિરામિડના આકાર જેવા હોય છે. જેના કારણે ત્યા ઉર્જાનો પ્રવાહ ખૂબ જ વધારે જોવા મળે છે અને કુદરતી ઉર્જા વધારે હોવાના કારણે તે સ્થળો પર સાધના સિદ્ધ થાય છે, તેથી પર્વત પર મંદિરો બનાવવામાં આવે છે. ઘણા લોકો પર્વત પર જઈને સાધના પણ કરતા હોય છે.

પર્વત પર ઘોંઘાટ નથી હોતો

ધાર્મિક સ્થળો હંમેશા પૂજા અને સાધના કરવા માટે વધારે ઉપયોગમાં આવતા હોય છે. લોકો ધાર્મિક સ્થળોએ શાંતિનો અનુભવ કરવા માટે જતા હોય છે. પર્વત ઉપર ઘણી શાંતિ હોય છે અને કુદરતી વાતાવરણ વચ્ચે લોકોના મનને પણ થોડી શાંતિ મળે છે.

પહાડો પર સિદ્ધિઓનો વાસ હોય છે

એવું કહેવામાં આવે છે કે, ઊંચા પહાડો પર અનેક સિદ્ધિઓ વાસ કરે છે. ઘણા લોકો તેમની તપસ્યા કરવા માટે ઊંચા પર્વતો પર જાય છે અને તેનું એક ઉદાહરણ કેદારનાથ લઈ શકાય કારણ કે, કેદારનાથ સંપૂર્ણ રીતે સિદ્ધ સ્થળ છે અને જ્યાં નર-નારાયણે પણ તપસ્યા કરી હતી. આજે તે જ સ્થળ પર મંદિરની સ્થાપના કરવામાં આવી છે.

લાંબી સાધના કરવા માટે પણ અનુકૂળ આવે છે

પહાડ પર પ્રકૃતિ સોળે કળાએ ખીલેલી જોવા મળે છે. આ ઉપરાંત માનવ વિસ્તારથી દૂર આવેલા પહાડોમાં અદભુત શાંતિનો અનુભવ થાય છે અને ત્યાં સ્વચ્છતા પણ જોવા મળે છે. તેથી કુદરતના ખોળે શાંતિમાં રહી અને સ્વચ્છ જગ્યા પર ભગવાનની આરાધના પણ ખૂબ સારી રીતે થાય છે અને આવી જગ્યા પર લાંબી સાધનાઓ કરી શકાય છે.

દૈવીય કારણ

એવું કહેવામાં આવે છે કે, પહાડો પર દેવી દેવતાઓનું ભ્રમણ વધારે હોય છે અને જેના ઉદાહરણ અનેક ધાર્મિક શાસ્ત્રોમાં છે. પહાડોમાં દેવી-દેવતાઓનો આંશિક વાસ હોવાનું પણ કહેવામાં આવે છે. તેથી દેવસ્થાન મોટાભાગે પહાડોમાં જોવા મળે છે.

સ્વાસ્થ્ય કારક

પહાડની આસપાસનું વાતાવરણ કુદરતી હોય છે અને પહાડ પર વૃક્ષોનું પ્રમાણ પણ ખૂબ જ વધારે હોય છે. તેથી આવી જગ્યા પર મંદિરની સ્થાપના કરવાથી લોકોને શાંતિનો અનુભવ થાય છે અને સ્વચ્છ વાતાવરણમાં રહેવાને કારણે તેમનું સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

About The Author

Top News

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

અમેરિકામાં એ સમયે હાહાકાર મચી ગયો, જ્યારે વ્હાઇટ હાઉસ ક્રિસમસ રિસેપ્શન દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પના પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જૂનિયરે...
World 
કોણ બનશે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધુ? ક્રિસમસ પાર્ટીમાં એરિક ટ્રમ્પે લગ્નની કરી જાહેરાત

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 17-12-2025 દિવસ: બુધવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો
Copyright (c) Khabarchhe All Rights Reserved.