‘પહેલા જમવાના પૈસા ટ્રાન્સફર કરવાના,પછી લગ્નમાં આવવું’,કપલે છપાવ્યું અજીબ કાર્ડ!

PC: herzindagi.com

લગ્ન કોઈ પણ કપલ માટે એક લાઈફટાઈમ ઇવેન્ટ હોય છે, ત્યારે દરેક કપલ ઈચ્છે છે કે, આને યાદગાર બનાવવામાં આવે. આ જ કારણ છે કે, લોકો લગ્નમાં પાણીની જેમ પૈસા ખર્ચ કરે છે અને ખાવાનું-પીવાનું જેટલા લોકો ખાય એટલું ઓછું રહે. અંતે જમવાના મેન્યૂ અને સ્વાદથી જ તો મહેમાનોની વચ્ચે પ્રશંસા થાય છે. જો કે, વિદેશોમાં અત્યારે એક અલગ જ રીત ચાલુ થઇ છે, જો લગ્નમાં જવું હોય, તો પોતાના બિલની ચૂકવણી પોતે જ કરવી પડશે.

લગ્નની તૈયારીઓમાં અને મહેમાનોના સ્વાગતમાં પૈસા તો ખર્ચ થઇ જ જાય છે. અનેક વાર તો વર્ષોની સેવિંગ લગ્નના સમયે જ ખતમ થઇ જાય છે. આ  જોતા એક કપલે અલગ જ રીતની શરત રાખી દીધી. દૂલ્હા-દુલ્હને પોતાના લગ્નના ઇનવિટેશનમાં સ્પષ્ટ લખ્યું છે કે, મહેમાન જો લગ્નમાં આવે તો, પહેલા જ પોતાના જમણના બિલ તરીકે કેટલાક પૈસા બેંકમાં ટ્રાન્સફર કરી દે. આટલું જ નહીં, તેમણે આનો જલદીથી જલદી જવાબ આપવા માટે કહ્યું છે.

મહેમાનોને આપવા પડશે જમવાના પૈસા

‘મિરર’નાં એક રિપોર્ટ અનુસાર, એક લગ્નમાં દૂલ્હા અને દુલ્હન પોતે મહેમાનોને તેમના જમવાનું બિલ બેંકમાં એડવાન્સ ડિપોઝીટ કરવા માટે કહી રહ્યા છે. રેડિટ પર આ લગ્નમાં આમંત્રિત મહેમાનોએ એક કિસ્સો શેર કર્યો છે. તેણે જણાવ્યું કે, વેડિંગ કાર્ડમાં અંતે લખ્યું છે, ‘અમે વિનમ્રતાપૂર્વક કહી રહ્યા છીએ કે, તમે તમારા જમવાના $50 એટલે કે અંદાજે 4000 રૂપિયાનો સહયોગ આપો અને અમને જણાવો. જમવામાં સ્વીટ પણ શામેલ છે.’ કાર્ડની સાથે એક નાનકડું નોટ કાર્ડ પણ હતું, જેમાં વેડિંગ ગીફ્ટ માટે રજિસ્ટર 3 જગ્યાઓની લિસ્ટ આપવામાં આવી છે. જે લોકો પાસે આ કાર્ડ ગયું, તે આ વાતને સમજી રહ્યા હતા કે, હવે મોંઘવારી અને અત્યારની સ્થિતિ અલગ છે, તો પણ આ તેમણે અજીબ લાગ્યું.

લોકોએ આપ્યા મજેદાર કમેન્ટ

આ પોસ્ટની સાથે વ્યક્તિએ આ પણ લખ્યું કે, તે રેસ્ટોરાંમાં $30 એટલે કે 2300 રૂપિયામાં બધું ખાવાનું અને ડ્રીંક લઇ શકે છે. લોકોએ આના પર કમેન્ટ કરતાં કહ્યું કે, ‘તેમણે આ જલદી જણાવવાવાળો આઈડિયા પસંદ નથી આવ્યો.’ અન્ય એક યૂઝરે લખ્યું કે, ‘તે કોઈ ફંડિંગ વેબસાઈટ પર જ રજિસ્ટર કરી શકતા હતા.’ તેમજ અન્ય એક યૂઝરે કહ્યું કે, ‘આ શરતની સાથે આ લગ્નમાં આવતા મહેમાનોની સંખ્યા પણ પોતાનામાં જ કમાલ રહેશે. અંતે કોણ આવી શરત સ્વીકારશે?’   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp