26th January selfie contest

પતિએ બનાવેલા ડાયેટ પ્લાનને ફોલો કરીને ઘટાડ્યું 31 કિલો વજન, જાણો સ્ટોરી

PC: instagram.com

પ્રેગનેન્સી પછી વજન વધી જવું સામાન્ય વાત છે. નેશનલ હેલ્થ સર્વિસના કહેવા પ્રમાણે, બાળકના જન્મ પછી મહિલાઓનું 10-12 કિલો વજન વધી જવું સામાન્ય વાત છે. અસલમાં પ્રેગનેન્સી દરમિયાન મહિલાઓને ઘી અને માવામાંથી બનાવેલી વસ્તુઓ ખવડાવવામાં આવે છે જેથી બંને જણા તંદુરસ્ત રહે. આ સિવાય ગર્ભવતી મહિલામાં ફિઝીકલ એક્ટિવીટીની કમી અને અન્ય કારણોથી તેમનું વજન વધી જાય છે. આજે એક એવી વેઈટ લોસ જર્ની અંગે વાત કરવાના છીએ, જેમાં એક માતાએ પ્રેગનેન્સી પછી પોતાનું વજન ઓછું કર્યું છે.

 
 
 
View this post on Instagram

A post shared by Onlymyhealth (@onlymyhealth)

મોહાલીની રહેનારી કન્ટેન્ટ ક્રિએટર અને ઈન્ફ્લુએન્સર હરમન સિદ્ધુએ પોતાના બાળક પછીને વેઈટ લોસની જર્ની અંગે વાત કરતા કહ્યું કે લગ્ન પહેલા હું ઘણી સ્લિમ હતી. મારું વજન 45 કિલોની અંદર રહેતું હતું. પરંતુ જ્યારે હું પ્રેગનન્ટ થઈ તો મારું વજન 4-5 કિલો વધી ગયું હતું. સી-સેક્શનથી બાળકને જન્મ આપ્યાના બે દિવસ પછી મેં મારા પતિને વજન કાંટો લઈ આવવા કહ્યું. જેના પછી મેં મારું વજન ચેક કર્યું તો તે 83 કિલો થઈ ગયું હતું. હું મારું વજન જોઈને હેરાન થઈ ગઈ હતી અને રડવા લાગી. મારા પતિએ મને સમજાવી અને કહ્યું કે વોટર વેઈટ હોલ્ડ થયું છે એટલે ચિંતાની કોઈ વાત નથી.

હરમન આગળ કહે છે કે, જ્યારે હું હોસ્પિટલથી ઘરે આવી તો બાળકને ફીડીંગ કરાવવું,ડાઈપર બદલવું, સંભાળ રાખવાના કામને લીધે મારો સ્વભાવ ચીડિયો થઈ ગયો હતો. જે બાળકની હું 9 મબિનાથી રાહ જોઈ રહી હતી, તેના જન્મ પછી હું ઉદાસ અને ડિપ્રેશમાં રહેવા લાગી હતી. મેડિકલ સાયન્સમાં તેને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કહે છે. આમાંથી બહાર નીકળતા મને 3 મહિના જેટલો સમય લાગ્યો હતો. આ ત્રણ મહિના દરમિયાન મેં મારી છોકરીને મહેસૂસ જ કરી નથી એમ કહો તો પણ ચાલે, જોકે મારું વજન વધી ગયા પછી મેં નક્કી કરી લીધું હતું કે ગમે તેમ કરીને મારે વજન ઓછું કરવું છે. લોકોએ મને પ્રેગનન્સી પછી મારા વજનના લીધે મને ઘણી બધી વખત સંભળાવ્યું પણ હતું અને હું વિચારવા માટે મજબૂર થઈ ગઈ કે કંઈ રીતે વજન ઓછું કરું.

ડિપ્રેશનમાંથી બહાર આવ્યા પછીમેં ઘરેથી મારી વેઈટ લોસની જર્ની શરૂ કરી હતી. મારા હસબન્ડ ફિટનેસ કોચ છે. તેમણે મારા વજનને ઓછું કરવામાં મારી ઘણી મદદ કરી. મારું ડાયેટ-વર્કઆઉટ પ્લાન બધું તે હેન્ડલ કરતા હતા. જ્યારે હું ઘરે એક્સરસાઈઝ કરું તો તે છોકરીને સંભાળતા પણ હતા. જ્યારે જીમ ચાલુ કર્યું તો તે ઘરે રહીને બાળકીની સંભાળ લેતા હતા. મારા પતિના સપોર્ટ વગર કદાચ હું આટલું વજન ઓછું કરી શકી ન હોતે. હાલમાં મારું વજન 53 કિલો છે અને મેં કુલ 3 કિલો વજન ઓછું કરી લીધું છે. ડાયેટની વાત કરતા હરમને કહ્યું કે હું રોજ સવારે ઉઠીને 1 ગ્લાસ દૂધ અને 5 બદામ ખાતી હતી. જેના પછી નાસ્તામાં 4 એગ વ્હાઈટ, 1 આખું ઈંડુ અને 5 ગ્રામ બટર અથવા ઘી લેતી હતી. સવારના સ્નેક્સમાં 1 સ્કૂપ વ્હે પ્રોટીન અને 1 ફ્રૂટ ખાતી હતી. આ સિવાય લંચમાં 100 ગ્રામ ચિકન બ્રેસ્ટ, 100 ગ્રામ ચોખા, બાફેલા શાકભાજી અને દહીં લેતી હતી. ઈવનિંગ સ્નેક્સમાં ચા અને ફ્રૂટ ખાતી હતી. જ્યારે ડિનરમાં 100 ગ્રામ ચિકન બ્રેસ્ટ અને ગ્રીન વેજિટેબલ્સ ખાતી હતી.

ડાયેટ ફોલો કરવાની સાથે મેં પહેલા 3 મહિનામાં 16 કિલો જેટલું વજન ઓછું કરી લીધું હતું. પરંતુ મસલ્સ ટોન કરવામાં સમય લાગ્યો અને 31 કિલો વજન ઓછું કરવામાં આશરે 1 વર્ષનો સમય લાગ્યો હતો. શરૂઆતમાં ઘરે જ દોઢ કલાક કસરત કરતી હતી. જ્યારે એક સમય એવો આવ્યો કે મને કોઈ રિઝલ્ટ ન મળતા જીમ જોઈન કર્યું. છોકરીના ઉઠવા પહેલા જીમ જઈને આવતી હતી. વજન ઓછું કરવા માટે નાની નાની વાતોનું ધ્યાન રાખવું પડે છે. હું જીમ જતી હતી તો કંઈ ખોટું ખાવાની ઈચ્છા થતી ન હતી. હું હેલ્ધી ફૂડ્સ જ ખાતી હતી. જો તમે જીમ જાવ છો, ડાયેટ કરો છો અને જંક ફૂડ પણ ખાઓ છો તો રિઝલ્ટ નહીં મળે. વજન ઓછું કરવા માટે તમારે હેલ્ધી ખાવાની જરૂર છે. સાથે તમારી ફિઝીકલ એક્ટિવીટી પણ વધારો. વજન ઓછું કરવામાં સમય લાગે છે માટે ધીરજ રાખવી પણ જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp