કૂતરાના ચક્કરમાં વિવાદઃ મહિલાએ વૃદ્ધને દંડાથી માર્યા, જુઓ Video

PC: thequint.com

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લાના ક્રોસિંગ રિપબ્લિક વિસ્તારમાં કૂતરાને લઇ થયેલો વિવાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વિવાદ એટલો વધી ગયો કે એક મહિલાએ 79 વર્ષના વૃદ્ધ પર જ દંડા વરસાવ્યા. ત્યાર પછી વૃદ્ધે પણ પલટવાર કર્યો. અમુક લોકોએ બચાવવાનો પ્રયાસ કર્યો પણ મહિલાએ તક જોતા વૃદ્ધ પર ઘણાં દંડા વરસાવ્યા. હવે વીડિયો વાયરલ થયા પછી પોલીસ સક્રિય થઇ ગઇ છે અને તપાસ શરૂ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મહિલા રખડતા કૂતરાઓને રસ્તા પર ભોજન કરાવી રહી હતી.

કિસ્સો ક્રોસિંગ રિપબ્લિકની પંચશીલ સોસાયટીનો છે. જ્યાં 23 વર્ષીય મહિલા સીમરત રખડતા કૂતરાઓને જમાડી રહી હતી. તે દરમિયાન 79 વર્ષીય વૃદ્ધ રૂપનારાયણ ત્યાં આવે છે અને કૂતરાઓને બીજી જગ્યાએ લઇ જઇને જમાડવા કહે છે. આને લઇ બંને વચ્ચે વિવાદ શરૂ થયો. વિવાદ એટલો વધી ગયો કે સિમરતે દંડો લઇ વૃદ્ધ પર હુમલો કરી દીધો. લોકોએ બચાવવાની કોશિશ કરી પણ સિમરતે ઘણીવાર દંડા વડે હુમલો કરી દીધો.

આ દરમિયાન આસપાસના લોકો વીડિયો બનાવતા રહ્યા. વીડિયોમાં જોઇ શકાય છે કે સિમરત વારે વારે બૂમો પાડીને વૃદ્ધને ગાળો આપી રહી છે અને સાથે જ દંડા વડે વૃદ્ધને મારી પણ રહી છે. થોડી સેકન્ડ પછી વૃદ્ધે પણ મહિલા પર હુમલો કર્યો. પાસે ઊભેલા લોકોએ બચાવની કોશિશ કરી પણ મારપીટ વધી ગઇ.

ACP સલોની અગ્રવાલે જણાવ્યું કે, આ ઘટનાથી જોડાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મહિલા દ્વારા વૃદ્ધ પર દંડાથી પિટાઇ કરતા જોઇ શકાય છે. વૃદ્ધની ફરિયાદ પર અમે મહિલા સામે FIR દાખલ કરી છે અને તપાસ શરૂ કરી છે.

વૃદ્ધનું કહેવું છે કે સોસાયટીમાં રખડતા કૂતરાઓનો આતંક છે અને તેમના કરડવાના કિસ્સા સામે આવતા રહે છે. મેં મહિલાને માત્ર એટલું કહ્યું હતું કે તે કૂતરાઓને બીજી જગ્યાએ લઇ જઇ ફિડીંગ કરાવે. આ વાતને લઇ તેણે મારી સાથે મારપીટ શરૂ કરી દીધી.

એસીપી વેવ સિટીએ જણાવ્યું કે વીડિયોને ધ્યાનમાં લેતા પોલીસ દ્વારા FIR દાખલ કરી દેવામાં આવી છે અને મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. આગળ જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp