- Offbeat
- ગર્લફ્રેન્ડને ઘરે લઈ ગયો છોકરો, ખાવામાં આપી એવી વસ્તુ કે થઈ ગયું બ્રેકઅપ
ગર્લફ્રેન્ડને ઘરે લઈ ગયો છોકરો, ખાવામાં આપી એવી વસ્તુ કે થઈ ગયું બ્રેકઅપ
શું તમે ક્યારેય વિચાર્યું છે કે કે એક ભોજનમાં પીરસવામાં આવતી વાનગીઓ બ્રેકઅપનું કારણ બની શકે? જી હા આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. છોકરો તેની ગલફ્રેન્ડને તેના પેરેન્ટ્સને મળાવવા માટે લઈ ગયો. ત્યા છોકરી માટે ભોજનમાં એવી વસ્તુઓ પીરસવામાં આવી હતી જે છોકરીને બિલકુલ પસંદ ન હતી. તેણી ગુસ્સે થઈ ગઈ અને સંબંધ જ સમાપ્ત થઈ ગયો.
એક કપલ લાંબા સમયથી એકબીજા સાથે રિલેશનશિપમાં હતા અને તેઓ એકબીજાથી પ્રેમ કરતા હતા. તેઓ જલ્દી લગ્ન પણ કરવા માંગતા હતા. આ દરમિયાન છોકરો તેના માતા-પિતાને મળવા છોકરીને તેના ઘરે લઈ ગયો. પરંતુ તેને ક્યાં ખબર હતી કે આ દિવસ તેના જીવનનો સૌથી ખરાબ દિવસ સાબિત થશે. બન્યું એવું કે તેના ઘરમાં એવી ઘટના બની કે છોકરીએ તરત જ તેની સાથે બ્રેકઅપ કરી દીધું.

ખરેખર, આ ઘટના ચીનના સિચુઆન પ્રાંતની છે. સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટમાં આ કપલનું નામ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ સમગ્ર સ્ટોરીને વિગતવાર જણાવવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે યુવતીને ભોજન પીરસવામાં આવ્યું હતું. ભોજનમાં છોકરી માટે એવી વસ્તુઓ પીરસવામાં આવી હતી જે છોકરીને બિલકુલ પસંદ ન હતી.
છોકરી જે વસ્તુઓને નફરત કરતી હતી તેને જ પીરસવામાં આવી હતી. છોકરો કદાચ છોકરીની પસંદગીની વસ્તુઓ બનાવવાનું ભૂલી ગયો, તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું અને છોકરી ખૂબ ગુસ્સે થઈ ગઈ. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે તે છોકરી માટે જમવામાં તળેલા ઈંડા, નૂડલ્સ, કોળાના દલિયા જેવી વસ્તુઓ સર્વ કરવામાં આવી હતી. આ બધું ત્યારે થયું જ્યારે બધા ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા, છોકરાના માતા-પિતા પણ ત્યાં હાજર હતા.

છોકરીએ પહેલા ભોજન તરફ જોયું, પછી છોકરા તરફ જોયું અને પછી ઉભી થઈ ગઈ. તે કોઈ બહાને બહાર ગઈ અને ફરી પાછી ન આવી. છોકરાએ તેને ઘણી વાર ફોન કરવાનો પ્રયત્ન કર્યો અને તેને પાછી બોલાવી પણ છોકરી ગુસ્સે થઈ ગઈ. તેણીએ કહ્યું કે હું તને નફરત કરું છું, હું આ ભોજન નથી ખાતી, છતાં તે મને આ પીરસી દીધું. આ ઘટના સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી.

