
સોશિયલ મીડિયા પર એક કપલનો વીડિયો ચર્ચામાં છે. આ વીડિયોમાં એક છોકરી પોતાના બોયફ્રેન્ડને ખભા પર બેસાડીને લઈ જતી જોવા મળી રહી છે. કહેવામાં આવ્યું છે કે બોયફ્રેન્ડ નશામાં ધૂત થઈ ગયો હતો, આથી ગર્લફ્રેન્ડ તેને ઊંચકીને ઘરે લઈ જતી જોવા મળી છે. ટિકટોક પર આ વીડિયોને અત્યાર સુધીમાં 30 લાખથી વધુ વખત જોવામાં આવી ગયો છે. એનવાય.કોમના રિપોર્ટ પ્રમાણે, આ ઘટના ન્યુ યરની સાંજની છે. એક છોકરી પોતાના બોયફ્રેન્ડ સાથે પાર્ટીમાં આવી હતી. પરંતુ બોયફ્રેન્ડે જરૂર કરતા વધારે દારૂ પી લેતા તે હોંશમાં પણ ન હતો. તે પોતાની જાતે ચાલવામાં પણ સમક્ષ રહ્યો ન હતો. તેવામાં છોકરી તેને પોતાના ખભા પર ઊંચકી લે છે. રસ્તાની વચ્ચે જેણે પણ આ છોકરીને આમ કરતા જોઈ તે હેરાન રહી ગયું હતું.
Hero woman carries drunk, stumbling boyfriend home on her back in viral video https://t.co/nzdI2bTyed pic.twitter.com/2xyCQ7BxHF
— New York Post (@nypost) January 6, 2023
કપલનો આ 11 સેકન્ડના વીડિયોને સૌથી પહેલા ટિકટોક પર અપલોડ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને આશરે 40 લાખ વ્યુઝ મળ્યા છે. જોકે વીડિયો કંઈ જગ્યાનો છે તે ખુલાસો થયો નથી પરંતુ એટલું જરૂર કહેવામાં આવ્યું છે કે આ ન્યુ યર સેલિબ્રેશન વખતનો છે. આ વીડિયોના પોસ્ટ થવા પછીથી જ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. હજારો લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કોઈએ મજાકિયા અંદાજમાં કહ્યું છે- આવી ગર્લફ્રેન્ડ મળવી મુશ્કેલ છે. તો કોઈએ કહ્યું છે- પાર્ટનર હોય તો આવો. જ્યારે કેટલાંક યુઝર્સે આ વીડિયોને પ્રેન્ક હોવાનું પણ જણાવ્યું છે.
તમે જોઈ શકો છો કે કેવી રીતે છોકરી પોતાના બોયફ્રેન્ડને પોતાના ખભા પર ઉઠાવીને ચાલી રહી છે. બોયફ્રેન્ડનું વજન વધારે હોવાના કારણે વચ્ચે-વચ્ચે તે તેને સંભાળતી પણ જોવા મળી રહી છે. આસપાસ લોકો જઈ રહ્યા છે અથવા તો ઊભા ઊભા છોકરીને જોઈ રહ્યા છે પરંતુ કોઈ મદદ માટે આગળ આવતું જોવા નથી મળતું. જ્યારે કેટલાંક લોકો કપલની આ હરકતને પોતાના ફોનમાં રેકોર્ડ કરતા પણ જોવા મળે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp