ડ્રાઈવરના પ્રેમમાં યુવતીએ સરકારી નોકરીવાળા યુવાનો કર્યા રિજેક્ટ, પછી...

PC: aajtak.in

રાજસ્થાનના ચૂરુમાંથી સામે આવેલ આ પ્રેમ પ્રકરણ તમને કદાચ ચોંકાવી શકે છે. જિલ્લાની એક યુવતીએ પોતાના 8 વર્ષ જૂના પ્રેમ માટે સરકારી નોકરીવાળા યુવાનોના માંગા પણ અસ્વીકાર કર્યા. હવે આ પ્રેમી કપલ એસપી ઓફિસ જઈને પરિવાર સામે સુરક્ષાની અપીલ કરી છે.

ચૂરુના દૂધવાખારા વિસ્તારના સિરસલા ગામમાં રહેનારી પાર્વતી શર્મા નામની યુવતીની આ કહાણી છે. 24 વર્ષીય પાવર્તીએ જણાવ્યું કે તારાનગરના યોગેન્દ્રને તે 8 વર્ષથી પ્રેમ કરે છે. 7 જુલાઈના રોજ પાવર્તીએ પોતાનું ઘર છોડી દીધું. યુવતી પોતાના પ્રેમી યોગેન્દ્રની સાથે તેની બહેનના ઘરે જતી રહી. તો 7 જુલાઈના રોજ તારાનગરના જ એક મંદિરમાં પ્રેમ વિવાહ કરી દીધા.

પાર્વતી કહે છે કે, તેણે પોતાના પ્રેમ અને લગ્ન કરવાની વાત પરિવાર સામે રજૂ કરી. પણ પરિજનોએ બંનેના લગ્ન કરાવવાની ના પાડી દીધી.

યુવતીના પરિવારે તેની સગાઈ પણ કરાવવાનો પ્રયાસ કર્યો. પાર્વતી માટે કેમેસ્ટ્રી ટીચર, પાણી પુરવઠા વિભાગના કર્મચારી અને આર્મીના જવાનના માગા આવ્યા. પણ યુવતી ડ્રાઈવર યોગેન્દ્રને પ્રેમ કરતી હતી. જેથી તેણે આ બધા માગાઓનો અસ્વીકાર કર્યો.

પાર્વતીએ જણાવ્યું કે, યોગેન્દ્ર એક પિકઅપ વેનનો ડ્રાઈવર છે. પણ તે એને ખૂબ પ્રેમ કરે છે. માટે તેણે બધા માગાઓનો અસ્વીકાર કર્યો. તો યુવતીના પરિવારે પોલીસ સ્ટેશનમાં ગુમ થવાની ફરિયાદ દાખલ કરી છે. બીજી બાજુ પાર્વતી અને યોગેન્દ્રએ હવે પરિવારના ડરથી જિલ્લા એસપી પાસે સુરક્ષાની માગણી કરી છે.

પોતાના 8 વર્ષીય પ્રેમ માટે સરકારી નોકરીવાળા યુવાનોના માગા અસ્વીકાર કરનારી આ યુવતીની ચર્ચા જિલ્લામાં ચાલી રહી છે. પોલીસે પણ લવ મેરેજ કરનારા આ કપલની મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. 

લવ મેરેજ કર્યા પછી પરિજનો સામે સુરક્ષાના ઘણાં કિસ્સાઓ આખા દેશભરમાંથી સામે આવે છે. જેમાં ઘણીવાર કપલે ધમકીઓનો પણ સામનો કરવો પડે છે. અમુક કિસ્સાઓમાં તો લવ મેરેજ કરનારા કપલના મર્ડરનો કેસ પણ સામે આવે છે. એવામાં પોલીસ પ્રોટેક્શન ઘણીવાર કામ આવી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp