- Offbeat
- કામને સરળ બનાવવાની આ અનોખી રીત જોઈને તમે પણ રહી જશો હેરાન
કામને સરળ બનાવવાની આ અનોખી રીત જોઈને તમે પણ રહી જશો હેરાન
માણસે અત્યાર સુધી જેટલો પણ વિકાસ કર્યો છે તે માત્ર ને માત્ર પોતાના મગજના દમ પર જ કર્યો છે. ચંદ્ર પર જવાની વાત કરીએ કે પછી કોઈ સમુદ્રની તળેટીમાં ઉતરવાની વાત કરીએ. વ્યક્તિએ પોતાના મગજનો ઉપયોગ કરતા આ બધા કામોને સરળ બનાવી લીધા છે, પરંતુ અત્યારે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેને જોયા બાદ તમે પણ 2 મિનિટ પોતાનું માથું પકડીને બેસી જશો. તમે પણ એમ વિચારશો કે આ ભાઇઓને આળસુ કહેવામાં આવે કે સમજદાર? કેમ કે આ લોકોએ પોતાનું મગજનો કંઈક વધારે જ ઉપયોગ કરી લીધો છે. અમને વિશ્વાસ છે કે ઘરની દીવાલ બનાવવાની એવી રીત તમે અત્યાર સુધી ક્યાંય નહીં જોઈ હોય.

સોશિયલ મીડિયા પર આજકાલ એક વીડિયો ખૂબ છવાયો છે. આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેટલાક લોકો એક ઘરની દીવાલ બનાવી રહ્યા છે, પરંતુ તેઓ જે પ્રકારે કામ કરી રહ્યા છે એ રીત તમે કદાચ ક્યારેય નહીં જોઈ હોય. આ મજૂરોએ બે પાટિયા બે રોડ પર બાંધીને તેને દીવાલ સાથે લગાવી દીધા છે, જેના પર બે વ્યક્તિ બેઠા છે. ત્યારબાદ તમે જોશો કે પાછળ બે વ્યક્તિ ઊભા છે જે પાતાને ઉપર નીચે કરી રહ્યા છે. આ પ્રકારે આ મજૂર ખૂબ જ સરળતાથી જમીનથી સામાન પાસ કરતા દીવાલમાં ઈંટ જોડી રહ્યા છે. આજ સુધી તમે એવો વીડિયો કદાચ ક્યાંય નહીં જોયો હોય.
Everything can be automated..,
— Tansu YEĞEN (@TansuYegen) September 4, 2023
pic.twitter.com/VOow1m0Dfx
આ વીડિયોને માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ X (અગાઉ ટ્વીટર)પર @TansuYegen નામના અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે બધુ સ્વચાલિત થઈ શકે છે. અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે. આ વીડિયો જોયા બાદ કમેન્ટ્સમાં આ જુગાડના ખૂબ વખાણ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, વ્યક્તિ કોઈ પણ કામને કરવા માટે અનોખી રીત શોધતી રહે છે. અન્ય એક યુઝરે લખ્યું કે, ટીમ વર્ક જ બધુ છે. એક યુઝરે લખ્યું કે, એન્જિનિયરિંગ મનની એક અવસ્થા છે. અન્ય એક યુઝરે લખ્યું કે, મનોરંજનને કામ સાથે કેવી રીતે જોડવામાં આવે. આ એક સારું ઉદાહરણ છે.

