Video: શોરૂમ બહાર બેસીને બાળકો જોતા હતા ટીવી, ત્યારે સેલ્સમેન બહાર આવ્યો અને

PC: india.com

માનવતાની વાતો કરવી અને માનવતા દેખાડવી બન્નેમાં ઘણો ફરક હોય છે. લોકો રસ્તે રજળતા બાળકોને 2-5 રૂપિયા કે કંઈક ખાવાની વસ્તુ આપીને ભગાવી દેતા હોય છે. અમુક લોકો તેમને શાંતિથી બેસાડવાની વાત તો દૂર પણ તેમની સામે પણ જોતા નથી. પણ ઘણા લોકો એવા પણ છે જે માનવતા દાખવીને તેમને ખુશ કરતા હોય છે. આવો જ એક માનવતાનો કિસ્સો હાસલમાં ઓનલાઈન ફરી રહ્યો છે. જેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક સેલ્સમેન તેની દુકાનની બહાર ઉભેલા બેઘર બાળકોને અંદર બેસાડે છે અને તેમને ગમતી ચેનલ કરી આપે છે. તમે પણ જોવો આ વીડિયો...

દયાભાવ એ એક અસામાન્ય ગુણ છે, પરંતુ તે જ છે જે વિશ્વને રહેવા માટે વધુ સારી જગ્યા બનાવે છે. આવો અમે તમને એક હૃદય સ્પર્શી વીડિયો વિશે જણાવીએ જે ઇન્ટરનેટ પર છવાયેલો છે. એક સેલ્સમેનનો વીડિયો ઓનલાઈન સામે આવ્યો છે. જે બેઘર બાળકોને પૂછે છે કે એક સ્ટોરની અંદર ટેલિવિઝન પર શું જોવા માગો છો. અને, તમારે તેને ચોક્કસથી જોવું જ જોઈએ.

આ વીડિયોને ગૌતમ ત્રિવેદી નામના યુઝરે ટ્વિટર પર શેર કર્યો છે. 18-સેકન્ડની ક્લિપમાં, એક સેલ્સમેનને સ્ટોરની અંદરના ટેલિવિઝન પર ચેનલ બદલતા જોઈ શકાય છે. ત્યાં બે બેઘર બાળકો પણ હતા અને તેણે તેમને તે પસંદ કરવા દીધું કે ટીવી પર શું જોવું છે.

પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, "સ્ટોર ઇનચાર્જ ચાલો બેઘર રસ્તાના બાળકોને બતાવીએ કે દરરોજ સાંજે ડિસ્પ્લે ટીવી પર શું જોવું છે."

આ વિડિયોએ ઓનલાઈન ખૂબ જ ધ્યાન ખેંચ્યું હતું અને સેલ્સમેનના હાવભાવથી ટ્વિટર યુઝર્સ ખુશ થયા હતા. એક યુઝરે લખ્યું, "મારી ટાઈમલાઈન પર આ મૂકવા બદલ આભાર." અન્ય એક યુઝરે લખ્યું કે, "આટલા સુંદર અને દયાળુ હાવભાવ કે જે ખરેખર તેને કંઈપણ કિંમત ચૂકવવી નથી પડી."

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp