...અને આ રીતે ભારતની અંજલિને પાકિસ્તાનની સૂફી સાથે થઈ ગયો પ્રેમ

સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અંજલિ ચક્રાએ સૂફી મલિક સાથે પોતાની પ્રેમ કહાની સોશિયલ મીડિયા પર શેર કરી છે. જણાવી દઈએ કે, અંજલિ અને સૂફી, પહેલીવાર એક વાયરલ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવ્યા હતા. અંજલિ મૂળ ભારતમાં રહેતી હિંદુ યુવતી છે અને સૂફી મૂળ પાકિસ્તાનની રહેવાસી છે. સૂફી મુસ્લિમ છે. અંજલિ ચક્રાએ જણાવ્યું કે, પોતાના સેમ સેક્સ રિલેશનશિપ વિશે ખુલાસો કરતા જ તેને ખૂબ જ પોપ્યુલારિટી મળવા માંડી. ઘણા મહિનાઓ સુધી પોતાના પાર્ટનરને પ્રાઈવેટલી ડેટ કર્યા બાદ તેમણે આ સંબંધ વિશે ખુલીને વાત કરવાનો નિર્ણય લીધો.

અંજલિએ જણાવ્યું કે, જ્યારે મેં પાર્ટનર સાથે ફોટો પોસ્ટ કરવાનું શરૂ કર્યું તો અમારા ફોલોઅર્સ ખૂબ જ ઝડપથી વધવા માંડ્યા. રિલેશનશિપ વિશે ખુલાસો કર્યા બાદ મેં પહેલા પોસ્ટ કાપેલા વાળ સાથે કરી હતી. આ હેરકટને હું અને મારી બેસ્ટ ફ્રેન્ડ બાઈસેક્શુઅલ બોબ કહીએ છીએ. કારણ કે અમે જોયું હતું કે, બાયસેક્શુઅલ લોકો પોતાની ઓળખ જાહેર કરવા માટે આવા જ હેર કટ કરાવતા હતા.

અંજલિ ચક્રાએ કહ્યું, મને લાગ્યું કે મારે પોતાનો લુક બદલવો જોઈએ જેથી હું ગે લુકમાં દેખાઉં. જોકે, પછી મેં એ શીખ્યું કે LGBTQ કમ્યુનિટીના લોકો જેવા દેખાવાની કોઈ રીત નથી. હું પોતાના લુક સાથે વધુમાં વધુ એક્સપરિમેન્ટ કરવા માંગુ છું.

અંજલિ ચક્રાએ કહ્યું કે, ના અમે પોતે અને ના કોઈ અન્ય અમને એ ફિલ કરાવી શકે છે કે લુકના કારણે અમે આ અદ્ભુત દુનિયાના અન્ય લોકો કરતા અલગ છીએ. જણાવી દઈએ કે, અંજલિ ચક્રા અને સૂફી મલિક અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે. તેમણે પોતાની પહેલી મુલાકાત અને પ્રેમ વિશે એક વીડિયોમાં જણાવ્યું.

અંજલિ ચક્રા અને સૂફી મલિકની પહેલી મુલાકાત ન્યૂયોર્કમાં થઈ હતી. તે બંને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરવા માંડ્યા. ડેટિંગ શરૂ થઈ ગઈ. ત્યારબાદ અંજલિએ સૂફીને પોતાના ઘરે બોલાવી. ગેટ ટુગેધર દરમિયાન સૂફીએ અંજલિને કિસ કરી લીધી. ત્યારબાદ તે બંને સતત મળવા માંડ્યા. તે બંનેનો સંબંધ વધુ ગાઢ બનવા માંડ્યો. ત્યારે અંજલિ કેલિફોર્નિયામાં રહેતી હતી અને સૂફી ન્યૂયોર્કમાં રહેતી હતી.

અંજલિએ કહ્યું કે, બોયફ્રેન્ડની સાથે બ્રેકઅપ બાદ સૂફી સાથે તેની વાતચીત શરૂ થઈ હતી. તેને સૂફી ખૂબ જ પસંદ હતી. ઈન્સ્ટાગ્રામ પર તે સતત સૂફીને ફોલો કરતી હતી. ઈન્સ્ટાગ્રામ દ્વારા જ અંજલિને જાણકારી મળી કે સૂફી બાઈસેક્શુઅલ છે. ત્યારબાદ અંજલિએ સૂફીને મળવાનો પ્લાન બનાવ્યો. ઘણી મુલાકાતો બાદ અંજલિએ સૂફીને પ્રપોઝ કરી દીધુ. તે બંને એક થઈ ગયા. ત્યારબાદ તે બંનેએ એક ફોટોશૂટ કરાવ્યો જે ખૂબ જ ચર્ચામાં રહ્યો. અંજલિ અને સૂફી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. તે બંનેને ઈન્સ્ટાગ્રામ પર આશરે 2 લાખ લોકો ફોલો કરે છે.

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.