કેવું હોય છે IAS અધિકારીનું સરકારી ઘર, પત્નીએ વીડિયોમાં બતાવ્યું

PC: aajtak.in

IAS અધિકારીઓ કેવા ઘરોમાં રહે છે, ત્યાં શું સુવિધાઓ હોય છે? આ તમામ બાબતો વિશે UPમાં તૈનાત IAS ઓફિસર અભિષેકની પત્ની યુટ્યુબર શ્રુતિ શિવાએ એક વીડિયો બનાવ્યો છે. શ્રુતિનો આ વીડિયો વાયરલ થયો છે.

શ્રુતિ શિવાના યુટ્યુબ પર 2 લાખથી વધુ સબસ્ક્રાઇબર્સ છે, તેણે IAS ઓફિસર પતિ સાથે રહેવાની અને ટ્રાંસફર થવા પરવારંવાર ઘર બદલવાની કહાની પોતાના વીડિયોમાં શેર કરી છે. શ્રુતિએ બુલંદશહેરના એક સરકારી ઘરનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે ઘરના ડ્રોઈંગ રૂમ, બેડરૂમ સહિત આખા ઘરની મુલાકાત કરાઈ હતી.

સાથે જ તેણે ખુર્જા માર્કેટ અને બંજારા માર્કેટમાંથી ખરીદેલા સામાનનો પણ ઉલ્લેખ કર્યો. વીડિયોમાં તેણે IAS અભિષેકની દાદીનો પલંગ પણ બતાવ્યો હતો. આ સિવાય ઘરમાં હાજર તમામ એન્ટિક અને ડેકોરેટિવ વસ્તુઓ પણ બતાવી હતી. આ વીડિયોમાં શ્રુતિએ જે રીતે ઘર વિશે પોતાનો અનુભવ શેર કર્યો છે, તે યુઝર્સને ઘણો પસંદ આવી રહ્યો છે.

શ્રુતિએ વીડિયોમાં ત્યારે કહ્યું કે તેને આ ઘરમાં રહેતા બે વર્ષ થઈ ગયા છે અને ટૂંક સમયમાં જ તેઓ ત્યાંથી જતા રહેશે. શ્રુતિએ વીડિયોમાં ઘરની તમામ વસ્તુઓ બતાવી. સાથે જ તેમણે આ સરકારી મકાનમાં રહેતા કર્મચારીઓના પણ વખાણ કર્યા હતા. આ વીડિયોને 40 લાખથી વધુ વ્યૂઝ મળ્યા છે.

આ પહેલા શ્રુતિએ 4 મે 2020ના રોજ પણ તેનું સરકારી નિવાસસ્થાન બતાવ્યું હતું. ત્યારે આ વીડિયો પણ ઘણો વાયરલ થયો હતો, આ વીડિયોને અત્યાર સુધીમાં 7 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

તો આ વીડિયો પહેલા, તેણે 27 એપ્રિલ 2020 ના રોજ પણ એક વીડિયો અપલોડ કર્યો હતો, જ્યારે શ્રુતિ પતિ IAS અભિષેક સાથે જોઈન્ટ મેજિસ્ટ્રેટ બંગલામાં શિફ્ટ થઈ હતી. શ્રુતિએ આ ઘરની સંપૂર્ણ હોમ ટૂર કરાવી હતી. આ વીડિયોને અત્યાર સુધીમાં 18 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp