મચ્છરોને ભગાવનારા ડિવાઇસ મહિનામાં બિલ વધારે છે કે નહીં, જાણો

PC: babycenter.in

સૂતા સમયે જો મચ્છર પરેશાન કરે છે તો ઊંઘ ખરાબ થઇ જાય છે. એવામાં લોકોને આરામથી સૂવા મળે તે માટે ઓલ આઉટ કે ગૂડ નાઇટ જેવા ઇલેક્ટ્રિક મોસ્કિટો રેપેલેંટ ડિવાઇસનો ઉપયોગ કરે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું કે આ નાની મશીન તમારા વીજ બિલમાં કેટલો ફેરફાર લાવે છે.

રાત હોય કે દિવસ, એમાં પણ ખાસ કરીને ગરમીમાં મચ્છરોથી લોકો ઘણાં ત્રાસી જાય છે. એવામાં માર્કેટમાં મચ્છર ભગાવનારા લિક્વિડ અને મશીનોનું ખૂબ વેચાણ થાય છે. પણ ઘણાં ઓછા લોકોનું આના પર ધ્યાન જાય છે કે આ મશીનો વીજળીનો કેટલો વધારે વપરાશ કરી લે છે.

5W થી 7W ના હોય છે આ ડિવાઇસ

સામાન્ય રીતે ઈલેક્ટ્રિક મોસ્કિટો રેપેલેંટ ડિવાઇસ 5 વૉટથી 7 વૉટના આવે છે. એટલે કે LED લાઇટ જેટલા. એવામાં તે ઓછી વીજળીનો ઉપયોગ કરે છે. આંકડાની વાત કરીએ તો જો તમે એક દિવસ 8 કલાક સુધી એક 5 વૉટનું મોસ્કિટો રેપેલેંટ ડિવાઇસ વાપરો છો તો એ 40 વૉટ થાય છે.

આ રીતે 30 દિવસના હિસાબથી તેની ગણતરી કરવામાં આવે તો આ આંકડો 1200W થાય છે. એટલે કે 1.2kWh થાય છે. એટલે કે 1 મહિનામાં 8 કલાક ચાલવા પર લગભગ 1 યૂનિટ જ આ ઈલેક્ટ્રિક ડિવાઇસ ખર્ચ કરે છે. આ હિસાબે જો તમે એક યૂનિટના 8 રૂપિયા આપો છો તો આજ તમારો મહિનાનો ખર્ચો છે.

તમારા વપરાશ પર આધાર રાખે છે

મચ્છરોથી બચવા માટે તમે જે મશીન વાપરો છો, તેના આધારે તે વધારે વીજળીનો ઉપયોગ કરી શકે છે. જેમ કે, જો તમે લાંબા સમય સુધી આ મશીન ચલાવી રાખો છો તો મશીન વધારે વીજળીનો ઉપયોગ કરી શકે છે.

આખા મહિનાની વાત કરીએ તો આ મચ્છરવાળી મશીન ઓછા વીજનો ઉપયોગ કરે છે. જેનાથી તમારા વીજ બિલ પર વધારે પ્રભાવ પડતો નથી. આ મશીન જો લગભગ 10 કલાક સુધી સતત વાપરવામાં આવે તો લગભગ અડધો યૂનિટ વીજળી વાપરી શકે છે. જો આપણે તેને મહિનાના આધારે જોઇએ તો આ લગભગ 10 યૂનિટ વીજળી છે. જો તમારે ત્યાં વીજળીનો દર 4 રૂપિયા પ્રતિ યૂનિટ છે. તો તમારે આ મશીન માટે લગભગ 40 રૂપિયા જ ખર્ચ કરવાના રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp