8 પત્ની સાથે રહેનારા વ્યક્તિ સામે આવી નવી મુસીબત, રિલેશનશિપને લઈ કર્યો આ ખુલાસો

8 પત્ની હોવાના કયા ફાયદા અને કયા નુકસાન થઈ શકે છે? આ સવાલનો જવાબ 8 પત્નીઓના પતિ આર્થરે આપ્યો છે. તેણે જણાવ્યું છે કે, આ રિલેશનશિપનું સૌથી મોટું નુકસાન એ છે કે, તેનો ખર્ચો ખૂબ જ વધી ગયો છે. બ્રાઝિલના મોડલ આર્થર ઓ ઉર્સોએ એક સાથે નવ છોકરીઓ સાથે લગ્ન કરીને સૌને ચોંકાવી દીધા હતા. જોકે, બાદમાં તેમાંથી એક છોકરી આ રિલેશનશિપથી અલગ થઈ ગઈ હતી.

આર્થર કહે છે કે, તે પ્રેમ કરવાની આઝાદીને સેલિબ્રેટ કરી રહ્યો છે અને મોનોગામી વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યો છે. જોકે, કાયદાકીય રીતે આર્થરનો તેની 8 પત્નીઓ સાથેનો સંબંધ યોગ્ય નથી કારણ કે, બ્રાઝિલમાં પોલીગામી ગેરકાયદેસર છે.

આર્થરે એક સમયમાં તમામ પત્નીઓ સાથે રોમાન્સનું એક શિડ્યૂલ બનાવ્યું હતું. હવે તેણે જણાવ્યું કે, 8 પત્નીઓ હોવાના કયા ફાયદા અને કયા નુકસાન છે?

ડેલી સ્ટાર સાથે વાતચીત કરતા આર્થરે કહ્યું કે, સાથે રહેવાનો સૌથી મોટો ફાયદો સેક્સુઅલ ફ્રીડમ અને કમ્પેનિયનશિપ છે. અમે વીકેન્ડ્સ પર ખૂબ જ મજા કરીએ છીએ. સૌથી ખરાબ બાબત વધતા જતા ખર્ચાઓ છે, પરંતુ અમે બધુ જ સંભાળી શકીએ છીએ. આર્થરે કહ્યું કે, જૂની પેઢીના લોકો તેમની રિલેશનશિપને ખરાબ નજરે જુએ છે. તેણે કહ્યું, જૂના જમાનાના લોકોને આ બધુ મૂર્ખતાપૂર્ણ લાગે છે. પરંતુ, મને બીજાઓની વિચારસરણથી કોઈ ફરક નથી પડતો. મને લાગે છે કે, અંદરો અંદર એ લોકો પણ આ બધુ એક્સપીરિયન્સ કરવા માંગે છે.

આર્થરે આ અગાઉ એ વાતનો ખુલાસો કર્યો હતો કે, તેણે સૌની સાથે રોમાન્સ માટે શિડ્યૂલ બનાવ્યું છે જેથી તમામ પત્નીઓને બરાબર સમય આપી શકાય. જોકે, બાદમાં તે ટ્રિકી સાબિત થવા માંડ્યું. ત્યારબાદ તેણે આ રૂટિનને ભંગ કરી દીધુ કારણ કે તે આ રૂટિનને બદલે નેચરલ રોમાન્સ પર ફોકસ કરવા માંગે છે.

આ પહેલા આર્થરે જણાવ્યું હતું કે, તેની એક પત્ની અગાથા આ લગ્નથી અલગ થઈ ગઈ છે. તેણે ત્યારે કહ્યું હતું કે, તે (અગાથા) મારી સાથે એકલી રહેવા માંગતી હતી. પરંતુ, આર્થરનું સપનું છે કે તે બે અન્ય છોકરી સાથે લગ્ન કરે અને તેની પત્નીઓની સંખ્યા કુલ 10 થઈ જાય.

આર્થરે કહ્યું, મારી એક જ દીકરી છે, પરંતુ હું ઈચ્છું છું કે તમામ પત્નીઓથી મને એક-એક બાળક થાય. હું તમામને એક સમાન પ્રેમ કરું છું. આથી, મને લાગે છે કે માત્ર એક અથવા બે પત્ની સાથે બાળકો હોવા અન્ય પત્નીઓ સાથે અન્યાય થશે.

About The Author

Related Posts

Top News

અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

ભારત સરકારના બ્યુરો ઓફ સ્ટાન્ડર્ડસ (BIS)એ તાજેતરમાં દેશભરના રાજ્યોમાં સીસ્મીક ઝોનિંગમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. ગુજરાતના અમદાવાદને ઉચ્ચ...
Business 
અમદાવાદમાં મકાનના ભાવ 25 ટકા વધવાના છે, આ છે કારણ

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું
Copyright (c) Khabarchhe All Rights Reserved.