અનમેરિડ પણ સેક્સ્યુઅલી એક્ટિવ દર્દીને કરતી હતી જજ, એક ઘટનાએ બદલ્યો દૃષ્ટિકોણ

PC: facebook.com

શુક્રવાર 22 જુલાઈનો દિવસ મહિલા સશક્તિકરણની દિશામાં એક ખાસ દિવસ છે. આ દિવસે સુપ્રીમ કોર્ટે મહિલાઓના અધિકારોને લઈને એક મોટો ઐતિહાસિક નિર્ણય સંભળાવતા અપરીણિત મહિલાઓને 24 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત કરવાની પરવાનગી આપવા માટે અંતરિમ આદેશ આપ્યો. કોર્ટનો આ નિર્ણય પોતાની જગ્યાએ છે પરંતુ, સોસાયટીમાં અપરીણિત યુવતીઓના સેક્સ્યુઅલી એક્ટિવ હોવાને લઈને એક અલગ જ ટેબૂ છે, જેને તેઓ પોતાના ઘરોમાંથી લઈને હોસ્પિટલો અને ડૉક્ટર્સના ક્લિનિક સુધી ઝેલે છે.

ઘણીવાર સોશિયલ મીડિયામાં તેને લઈને અવાજો ઉઠાવવામાં આવતા રહ્યા છે કે સ્ત્રી તેમજ પ્રસૂતિ રોગ વિશેષજ્ઞ મહિલા ડૉક્ટર અપરીણિત યુવતીઓને સહજ અનુભવ નથી કરાવતી. આવા કેસીસમાં તેમની એક અલગ પ્રકારની જ માન્યતા કામ કરે છે. કેટલાક ડૉક્ટર્સ તો યુવતીઓને એવા સવાલો પૂછે છે જેનાથી તેઓ તેમના વિશે ઝડપથી જાણી લે. યુવતીઓના મોરલ પુલિસિંગ કરવામાં પણ તેઓ પાછળ નથી રહેતા. દિલ્હીની એક ડૉક્ટર સુરભી સિંહે આ વાતને ખુલ્લા દિલથી સ્વીકારે છે કે ક્યારેક તેઓ પોતે પણ પોતાની અપરીણિત દર્દીઓ સાથે કંઈક આવા જ હતા. તેઓ ઈચ્છવા છતા તેમને જજ કરવાથી પોતાને રોકી શકતા નહોતા. તેમની પોતાની એક અલગ બિલીફ સિસ્ટમ હતી જ આવા કેસીસમાં હાવી થઈ જતી હતી.

ડૉ. સુરભિએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, ગત 15 વર્ષ કરતા વધુ સમયથી પ્રેક્ટિસિંગ ડૉક્ટર છું. જ્યારે શરૂ શરૂમાં આ ફીલ્ડમાં આવી હતી તો એ જ ધ્યેય લઈને આવી હતી કે પોતાના દરેક દર્દીને એક સમાન દૃષ્ટિથી ટ્રીટ કરીશ, ધનવાન હોય કે ગરીબ અથવા કોઈપણ જાતિ ધર્મના હોય, મારા માટે બધા બરાબર હશે. પરંતુ, ઘણીવાર જ્યારે અપરીણિત યુવતીઓ આવતી તો ક્યાંક ને ક્યાંક મારા મનમાં અલગ બિલીફ સિસ્ટમ કામ કરવા માંડતી, તે વર્ષોના વર્ષોની કંડિશનિંગ અને માહોલની અસર જ હતી કદાચ.

ડૉ. સુરભિ કહે છે કે અસલમાં જે પૃષ્ઠભૂમિમાંથી આવુ છું ત્યાં અપરીણિત અને સેક્સુઅલી એક્ટિવ યુવતીઓ માટે પૂર્વાગ્રહ હોવો ખૂબ જ સામાન્ય માનવામાં આવતું હતું. જોકે, હું તેમને પણ મારા અન્ય દર્દીઓની જેમ મારું બેસ્ટ જ આપતી હતી. એ દિવસ આજે પણ ભૂલી શકાય તેવા નથી, જેણે મારા વિચારો પરથી એ તમામ પડદા હટાવી દીધા. મારું ટ્રાન્સફોર્મેશન જ કરી નાંખ્યું. હું રોજની જેમ દર્દીને તપાસી રહી હતી, ત્યારે એક યુવતી દર્દી આવી. જે અપરીણિત હતી, તેને અસાધારણ રીતે બ્લીડિંગ થઈ રહ્યું હતું, ઘણી તપાસ અને પૂછપરછ કરવા પર તેણે જણાવ્યું કે તે અપરીણિત હોવાના કારણે ગર્ભપાત માટે ઈમરજન્સી ગર્ભનિરોધક ગોળીની 30 ટેબલેટ્સ લીધી છે. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ.

મેં તેને પૂછ્યું કે ગોળીઓ લેતા પહેલા મને અથવા કોઈ અન્ય સ્ત્રી રોગ વિશેષજ્ઞની સલાહ શા માટે ના લીધી. તો તેણે કહ્યું કે, આવુ કરવાની મારી હિંમત ના થઈ કારણ કે આ અગાઉ એક સ્ત્રી રોગ વિશેષજ્ઞના ક્લિનિકમાં પોતાને અપમાનિત અનુભવી હતી. તેને અનમેરિડ હોવા છતા સેક્સુઅલી એક્ટિવ હોવા પર શરમ આવી રહી હતી. બસ, આ જ એ પળ હતી જ્યારે મારો દૃષ્ટિકોણ બદલાવાનો શરૂ થયો અને મેં પોતાના તમામ દર્દીઓની સારવાર તેમની વૈવાહિક સ્થિતિને બદલે સિમ્પ્ટમ્સ જોઈને કરવાનું શરૂ કરી દીધુ. હું જજમેન્ટલ થયા વિના સિમ્પથી સાથે જ પોતાના તમામ દર્દીઓ સાથે વ્યવહાર કરવા માંડી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp