મેં મારા પતિને બિઝનેસમેન બનાવ્યા, મારી દીકરીએ તેના પતિને વડાપ્રધાનઃ સુધા મૂર્તિ

PC: india.com

કહેવાય છે કે, એક સફળ વ્યક્તિની પાછળ એક મહિલાનો હાથ હોય છે. ઇન્ફોસિસના માલિક નારાયણ મૂર્તિની પત્ની સુધા મૂર્તિએ પણ એ વાતને માની છે. સુધા મૂર્તિએ પોતાના જમાઈ ઋષિ સુનકને બ્રિટનના વડાપ્રધાન બનાવવાનો શ્રેય પોતાની દીકરીને આપ્યો. તેમની એક વીડિયો ક્લિપ ઝડપથી વાયરલ થઈ રહી છે. તેમા 72 વર્ષીય સુધા મૂર્તિ પોતાના જમાઈ વિશે વાત કરી રહ્યા છે. તેમા તેઓ કહે છે કે, કઈ રીતે તેમની દીકરીએ ઋષિ સુનકના કરિયરમાં ભૂમિકા નિભાવી છે.

બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકના લગ્ન અક્ષતા મૂર્તિ સાથે થયા છે, જે ઇનફોસિસના માલિક અને અબજોપતિ નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિની દીકરી છે. અક્ષતા મૂર્તિની કુલ સંપત્તિ આશરે 73 અબજ રૂપિયા જેટલી છે, જે તેમને બ્રિટનની સૌથી ધનવાન મહિલાઓમાંથી એક બનાવે છે. સુધા મૂર્તિ એક વીડિયોમાં કહેતા સંભળાય છે કે, મેં મારા પતિને એક બિઝનેસમેન બનાવ્યા, મારી દીકરીએ પોતાના પતિને યુકેના વડાપ્રધાન બનાવ્યા છે.

તેમણે કહ્યું, જુઓ કઇ રીતે એક પત્ની પોતાના પતિને બદલી શકે છે. પરંતુ, હું મારા પતિને ના બદલી શકી. મેં મારા પતિને એક બિઝનેસમેન બનાવ્યા અને મારી દીકરીએ પોતાના પતિને વડાપ્રધાન બનાવ્યા. ઋષિ સુનક અને અક્ષતા મૂર્તિએ વર્ષ 2009માં લગ્ન કર્યા હતા. બંનેની બે દીકરીઓ છે. ઋષિ સુનકે 2009માં કંઝર્વેટિવ પાર્ટી જોઈન કરી હતી અને 2015માં તેઓ સાંસદ બન્યા. ઓક્ટોબર 2022માં તેમણે ઇતિહાસ રચ્યો અને પહેલીવાર ભારતીય મૂળના વ્યક્તિ બ્રિટનના PM બન્યા.

સુધા મૂર્તિની ક્લિપથી એ અંગે જાણકારી મળે છે કે, ભારતીય મૂળના બ્રિટિશ વડાપ્રધાન દર ગુરુવારે ઉપવાસ રાખે છે. તેમણે કહ્યું, હાં ગુરુવારે શું શરૂ કરવુ જોઈએ. ઇનફોસિસની શરૂઆત ગુરુવારે થઈ. એટલું જ નહીં, અમારી દીકરી સાથે લગ્ન કરનારા અમારા જમાઈના પૂર્વજ છેલ્લાં 150 વર્ષથી ઇંગ્લેન્ડમાં છે. પરંતુ, તેઓ ખૂબ જ ધાર્મિક છે. લગ્ન બાદ તેમણે પૂછ્યું કે, અમે દરેક કામ ગુરુવારે શા માટે કરીએ છીએ. તેઓ દર ગુરુવારે વ્રત રાખે છે. અમારા જમાઈના મમ્મી સોમવારે વ્રત રાખે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp