નોકરી મૂકીને શરૂ કરી પોતાની એક બેકરી, આજે રોજની રૂ.10,000ની આવક

દરેક વ્યક્તિ પાસે પોતાના પ્લાનિંગ હોય છે. પણ દરેકને પોતાનું કંઈક અલગ અને અનોખું કરવાની તક મળતા વર્ષો વીતી જાય છે. દરેકનું સપનું હોય છે કે, એ નાનકડો બિઝનેસ હોય. આ માટે એમના પોતાના કેટલાક આઈડિયા પણ હોય છે. પણ અમલીકરણની વાત આવે ત્યારે ક્યારેક સંજોગ તો ક્યારેક મુડીનો પ્રશ્ન વિકટ બની રહે છે. પણ એવા પણ કેટલાક લોકો હોય છે જે આ બે મુદ્દાઓની ચિંતા કર્યા વગરા સપનું સાકાર કરવા માટે પરિશ્રમયજ્ઞ શરૂ કરી દે છે.

આવું કંઈક કર્યું ગુરૂગ્રામની ઈલાએ. ઈલા પહેલા નોકરી કરતી હતી. પણ પછી નોકરી છોડીને પોતાની એક બેકરી શરૂ કરી. એ પણ કોઈ દુકાન કે ફૂડ શોપમાંથી નહીં. પણ પોતાના ઘરેથી બેકરીની આઈટમ બનાવતી અને માર્કેટમાં વેંચતી. આજે તેઓ આ સ્ટાર્ટઅપમાંથી દરરોજના રૂ.10,000ની રોકડી કરી રહ્યા છે.

ઈલાએ વેલકમ ગ્રૂપ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ હોટેલ એડમિન વિષય સાથે હોટેલ મેનેજમેન્ટનો કોર્ષ કર્યો છે. વર્ષ 2007માં તેમણે પોતાનો એક બિઝનેસ શરૂ કર્યો. હોમ બેકરીની શરૂઆત થઈ. જેનું નામ રાખવામાં આવ્યું Truffle Tangles.

માત્ર રૂ.5000નું મુડી રોકાણ કરી ઈલાએ આ સ્ટાર્ટને મોટા બિઝનેસમાં બદલવા માટે પગલાં ભર્યા. આજે તેઓ દરરોજના રૂ.10,000 કમાય છે. પોતે તૈયાર કરેલી આ બેકરીમાં તેઓ કેક, બ્રેડ, કુકીઝ, ચોકલેટ્સ, ડેઝર્ટ, ચોકલેટ રોલ જેવી અનેક આઈટમ બનાવે છે. આવી તો એમની પાસે 40થી વધારે આઈટમ છે. જેમ કે, સ્ટફ્ડ બન્સ, મિની પિત્ઝ વગેરે. એટલું જ નહીં તે ગ્રાહકે આપેલા ઓર્ડરની સમગ્ર દિલ્હી NCRમાં હોમ ડિલેવરી પણ કરે છે.

ગ્રેજ્યુએશન કર્યા બાદ ઘણા વર્ષો સુધી હોસ્પિટલ ઈન્ડસ્ટ્રીઝમાં નોકરી કરી. ચેન્નઈની ચોલ શેરેટનમાં પણ બે વર્ષ સુધી કામ કર્યું. ત્યાર બાદ કોલકાતાની તાજ બંગાળમાં ચાલી ગઈ. જ્યાં સેલ્સ એન્ડ માર્કેટિંગમાં પાંચ વર્ષ સુધી કામ કર્યું.

પછી લગ્ન થતા તે પતિ સાથે ગુરૂગ્રામમાં શિફ્ટ થઈ ગઈ. બેથી અઢી વર્ષ સુધી સંસાર સંભાળ્યો અને બાળકોનો પણ ખ્યાલ રાખ્યો. આ બિઝનેસ કરવામાં એના એ મિત્રએ એમનો સાથ આપ્યો. જ્યારે ઈલાએ કહ્યું કે, કંઈક નવું કરવું છે. ઈલા એ કહ્યું કે, પહેલા તો કોઈ મેનુ ન હતું કે શું કરવાનું છે? તમામ પ્રકારનું કામ હું એકલી કરતી. પછી એડ આપી અને ધીમે ધીમે બર્થ ડે પાર્ટીના ઓર્ડર મળવા લાગ્યા.

આ એ સમય હતો જ્યારે સોશિયલ મીડિયા આટલું શક્તિશાળી ન હતું. એટલે થોડો વધારે સંઘર્ષ કરવો પડ્યો. એ સમયે શહેરમાં એવી કોઈ દુકાન ન હતી. જ્યાંથી ક્વોલિટી બેઈઝ વસ્તુ કે સામાન્ય પેસ્ટ્રી મળી રહે.

લોકોને ઈલાનું ચોક્લેટ ટ્રફલ કેક ખૂબ પસંદ પડ્યું. પછી કેકના સતત ઓર્ડર મળતા રહ્યા. ત્યારે બાદ નાના-મોટા ફૂડ ફેરમાં સ્ટોલ લઈને આ સર્વિસ આપી. સ્થાનિક લોકો ઓળખતા થયા પણ સોશિયલ મીડિયા આવતા જ આ બિઝનેસને એકાએક વેગ મળ્યો.

આજે ઈલા બે બાળકોની માતા છે છતાં બેકરી સંભાળી રહી છે. આ બિઝનેસ મેં એટલા માટે પસંદ કર્યો કે, ઘરે બેસીને વસ્તુઓ પણ બનાવી શકું અને બાળકોનું ધ્યાન પણ રાખી શકું. આ બિઝનેસ માટે ઈલાના પતિએ પણ પૂરતો સહયોગ આપ્યો. અનેક વખત એવું બન્યું કે, જાતે ડિલેવરી કરવા માટે જવું પડ્યું. આજે પણ ઈલા કલાકો સુધી કામ કરી રહી છે. 

About The Author

Top News

જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

બર્મૂડા ટ્રાએંગલની રહસ્યમય કહાનીઓ બધા જાણે છે- જહાજો અને વિમાનો ગાયબ થઈ જાય છે. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ બર્મૂડા ટાપુની નીચે...
Science 
જ્યાં ગાયબ થઈ જાય છે પ્લેન અને જહાજ.. એ રહસ્યમય બર્મૂડા પર નવો ખુલાસો

તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

બંગાળી ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતી શુભશ્રી ગાંગુલી, સોલ્ટ લેક સ્ટેડિયમમાં તેના પ્રદર્શન પહેલાં શહેરની એક 7 સ્ટાર હોટેલમાં મેસ્સી...
Entertainment 
તે અભિનેત્રી કોણ છે જેણે લિયોનેલ મેસ્સી સાથે ફોટો પડાવ્યો? તેના પતિએ ગુસ્સામાં FIR નોંધાવી?

ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

શ્રીલંકાની ક્રિકેટ ટીમને 1996નો વર્લ્ડ કપ જીતાડનાર પૂર્વ કેપ્ટન અર્જૂન રણતુંગા પર ધરપકડની તલવાર લટકી રહી છે. તેમને ભ્રષ્ટાચારના કેસમાં...
World 
ICC ક્રિકેટ વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનની ધરપકડ થશે, જાણો શું છે મામલો

બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ

ઉત્તર પ્રદેશના કૈસરગંજના પૂર્વ સાંસદ બ્રૃજ ભૂષણ શરણ સિંહ હંમેશાં લાઈમલાઇટમાં રહે છે. ક્યારેક પોતાના નિવેદનોને લઈને તો ક્યારેક પોતાની...
National 
બ્રૃજ ભૂષણ શરણ સિંહને ગિફ્ટમાં મળ્યો ઘોડો, કિંમત જાણીને ઊડી જશે હોશ
Copyright (c) Khabarchhe All Rights Reserved.