ટ્રેનના પાટા વચ્ચે જાણી જોઈને છોડવામાં આવે છે ખાલી જગ્યા, જાણો તેની પાછળનું કારણ

PC: toppr.com

ભારતીય રેલ્વે વિશ્વનું ચોથું અને એશિયાનું બીજું સૌથી મોટું રેલ નેટવર્ક છે. અહીં હજારો ટ્રેનો ચાલે છે. જો તમે ક્યારેય ટ્રેનના પાટાઓને જોયા છે, તો તમને ખબર હશે કે લોખંડના બે પાટાઓની વચ્ચે થોડી જગ્યા છોડવામાં આવે છે. પાટાઓની વચ્ચેનો આ ગેપ જોઈને મનમાં થાય છે કે ક્યાંક આના કારણે કોઈ અકસ્માત નહીં થઈ જાય. પરંતુ તમને જણાવી દઈએ કે, રેલવેના પટાઓની વચ્ચે ગેપ છોડવા પાછળ એક મોટું કારણ છે. આ ગેપને કારણે ઘણા મોટા અકસ્માતો ટળી જાય છે. ચાલો તેના વિશે વિગતવાર જણાવીએ.

આ છે વૈજ્ઞાનિક કારણ

તમને જણાવી દઈએ કે, પાટાઓની વચ્ચે જગ્યા છોડવા પાછળ એક વૈજ્ઞાનિક કારણ છે. જો તમે વિજ્ઞાનનો અભ્યાસ કર્યો હશે તો તમને ખબર હશે કે, ધાતુઓ જ્યારે ગરમ થવા પર ફેલાઈ છે અને ઠંડી થવા પર સંકોચાઇ છે. ટ્રેનના પાટા પણ નક્કર લોખંડના બનેલા હોય છે, જ્યારે ઉનાળાની ઋતુમાં ભારે ટ્રેનોનું વજન પાટા પર પડે છે, ત્યારે તે ફેલાઈ છે. આથી ટ્રેકની વચ્ચે ગેપ રાખવામાં આવે છે.

અકસ્માત ટાળવા માટે કરવામાં આવે છે આવું

જો પાટાની વચ્ચે જગ્યા નહીં રાખવામાં આવે, તો પાટાઓ ફેલાઈને એકબીજા પર દબાણ કરશે. આવી સ્થિતિમાં તે તૂટી શકે છે અને મોટી ટ્રેન દુર્ઘટના થઈ શકે છે. તો જો તમે એવું વિચારો છો કે, પાટાઓની વચ્ચેના અંતરથી અકસ્માત થઈ શકે છે, તો તમે ખોટા છો. આ ખાલી જગ્યા અકસ્માતથી બચવા માટે જ છોડવામાં આવે છે. જો કે હવે પાટાઓની વચ્ચેના અંતરને ઘટાડવામાં આવી રહ્યુ છે, પરંતુ તેને ક્યારેય પણ સંપૂર્ણ રીતે નહીં ભરવામાં આવશે.

ઓવર બ્રિજ પર પણ થાય છે આ ટેક્નોલોજીનો ઉપયોગ

એવું નથી કે આ ટેક્નોલોજીનો ઉપયોગ ફક્ત ટ્રેનોના પાટાઓમાં જ કરવામાં આવે છે. જો તમે નદી, નહેર કે કોઈ અન્ય ઓવરબ્રિજને જોયો છે, તો તેમાં પણ વચ્ચે થોડો ગેપ છોડવામાં આવે છે. આનું પણ કારણ એજ છે. ઉનાળાની ઋતુમાં ધાતુઓ ફેલાઈ છે અને શિયાળામાં તે સંકોચાય છે. જો તમે ઉનાળાની ઋતુમાં આ ગેપને જોશો, તો તે ઓછા હશે, જ્યારે શિયાળામાં તે વધી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp