41 વર્ષની મહિલાએ પોતાની બહેનપણીના 16 વર્ષના દીકરા સાથે લગ્ન કર્યા

PC: indonesia.postsen.com

ઇન્ડોનેશિયાની એક 41 વર્ષની મહિલાએ પોતાનાથી 25 વર્ષ નાના અને માત્ર 16 વર્ષની ઉંમરના છોકરા સાથે લગ્ન કર્યા છે અને પોતાના લગ્નની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. લોકો આ જોડીને જોઇને ચોંકી ગયા છે. નવાઇની વાત એ છે કે 16 વર્ષના છોકરાની માતાએ જ પોતાની 41 વર્ષની ખાસ મિત્ર સાથે લગ્ન કરાવ્યા છે અને તે પણ ધામધૂમથી. શાળામાંથી રજા લઇને કેવિને મારિયાના સાથે પ્રભુતામાં પગલા પાડી દીધા હતા.

41 વર્ષની એક મહિલાએ તેના બેસ્ટ ફ્રેન્ડના સ્કૂલબોય દીકરા સાથે વિચિત્ર રીતે લગ્ન કર્યા છે.મહિલા, જેનું નામ મારિયાના છે અને તે 41 વર્ષની છે અને તેના 16 વર્ષના નવા પતિ કેવિનની ઉંમરમાં 25 વર્ષનો તફાવત છે. કપલે 30 જુલાઇએ ઇન્ડોનેશિયાની સામ્બાસ રીજન્સીમાં ધામધૂમથી લગ્ન કર્યા હતા.

દંપતી વચ્ચે 25 વર્ષનો તફાવત હોવા છતાં, લગ્ન ગેરકાયદેસર નથી અને તે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાં દુલ્હનને મોંઘા ગાઉનમાં અને સ્કૂલના છોકરાને દુલ્હાનના પોશાકમાં તેમના લગ્નની વીંટી બતાવે છે. એક તસવીરમાં તે સિગારેટ પીતો પણ જોઈ શકાય છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા છતા 16 વર્ષના છોકરા કેવિનની માતા લિસા જે દુલ્હનની ખાસ મિત્ર છે નવદંપતિને આર્શીવાદ આપ્યા હતા. એવું પણ જાણવા મળ્યું છે કે 41 વર્ષની કન્યા મારિયાના કરતા લિસા 4 વર્ષ નાની છે. કેવિનની માતા લિસા 37 વર્ષની છે.

એક મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે કેવિનની માતા લિસા તેની મિત્રને મદદ કરવા માંગતી હતી, કારણ કે તેની મિત્ર મારિયાનાનું સાંસારિક જીવન દુખી હતું  અને અગાઉ જેની સાથે તેના લગ્ન થયા હતા તેનાથી ખુશ નહોતી. એટલે લિસાએ જ કેવિનને પોતાની 41 વર્ષની મિત્ર મારિયાના સાથે લગ્ન કરવા સમજાવ્યો હતો.

કેવિનની માતા લિસાએ કહ્યુ કે, મારિયાના અગાઉના લગ્નને કારણે દુખી હતી અને તે ડિપ્રેશનમાં આવી ગઇ હતી. તેની જિંદગી ફરી ખુશીથી છલકાઇ ઉઠે તેના માટે મેં મારા પુત્ર કેવિન સાથે મારિયાનના લગ્ન કરાવી દીધા છે.

જો કે મારિયાના એક સક્સેસફુલ બિઝનેસવુમન છે અને તેના શહેરમાં ગ્રોસરી સ્ટોરની શ્રૃંખલા છે. સોશિયલ મીડિયા પર લોકો એવું કહી રહ્યા છે કે મારિયાનાના પૈસા જોઇને કેવિનના લગ્ન કરાવવામાં આવ્યા છે.

કારણ ગમે તે હોય પરંતુ કેવિન અને મારિયાના તસ્વીરોમાં લગ્ન પછી ખુશખુશાલ દેખાઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp