છોકરીને ખોળામાં લઈને ફૂડ આપવા પહોંચ્યો ડિલિવરી બોય તો દંગ રહી ગયા કસ્ટમર

PC: odishatv.in

એક Zomato ડિલિવરી એજન્ટ દ્વારા પોતાના ખોળામાં નાનકડી છોકરીને લઈને પોતાના કસ્ટમરને ફૂડ પહોંચાડવાનો એક વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જો કે, ઘણા લોકોએ એ વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ દેખાડી છે, પરંતુ કેટલાકે પૈસા કમાવા માટેની અન્ય રીતનો સહારો લેવાની જગ્યાએ કામ કરવાની તેની ભાવના અને દૃઢ સંકલ્પના વખાણ કર્યા. દિવસ-રાત સખત મહેનત કરવા છતા પોતાના બાળકોની દેખરેખ કરવાના આ વ્યક્તિના નિર્ણયે ઈન્ટરનેટને ઇમ્પ્રેસ કર્યું છે.

એક ફૂડ વ્લોગરે આ વીડિયો શેર કર્યો જે ખૂબ વાયરલ થઈ ગયો અને તેને લાખો વખત જોવામાં આવ્યો છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું કે, એ જોઈને મને ખૂબ પ્રેરણા અનુભવાઈ. Zomato ડિલિવરી પાર્ટનર પોતાના બંને બાળકો સાથે આખો દિવસ તડકામાં વિતાવે છે. આપણે શીખવું જોઈએ કે જો વ્યક્તિ ઈચ્છે તો કંઈ પણ કરી શકે છે. સોશિયલ મીડિયા યુઝર્સે પોતાના નાના બાળકોની દેખરેખ કરવા છતા સખત મહેનત કરવાના આ વ્યક્તિના દૃઢ સંકલ્પના વખાણ કર્યા.

તે પોતાની નાનકડી છોકરીને પોતાની સાથે બાંધીને નજરે પડી રહ્યો છે. આ ક્લિપ એટલી વાયરલ થઈ ગઈ કે Zomatoએ વીડિયો પર પ્રતિક્રિયા આપી અને એ વ્યક્તિની મદદ માટે હાથ વધાર્યો છે. Zomatoએ કમેન્ટ બોક્સમાં લખ્યું કે, ‘કૃપયા એક ખાનગી સંદેશામાં ઓર્ડર ડિટેલ્સ શેર કરો, જેથી અમે ડિલિવરી પાર્ટનર સુધી પહોંચી શકીએ અને તેની મદદ કરી શકીએ.’ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા બાદ વીડિયોને ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે 1 મિલિયન કરતા વધુ વખત જોયો અને હજારો કમેન્ટ્સ કરી. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ સિવાય ટ્વીટર પર પણ વાયરલ છે.

એક યુઝરે કમેન્ટમાં લખ્યું કે, એવા ડિલિવરી એજન્ટોની મદદ કરવા અને તેમને પૈસા કમાવાનું પ્લેટફોર્મ આપવા માટે Zomatoનો આભાર. અન્ય એક યુઝરે લખ્યું કે, ‘એ ખૂબ પ્રેરણાદાયક છે. પરિસ્થિતિઓ ગમે તેવી હોય આપણે સખત મહેનત કરવી જોઈએ. બીજા એક યુઝરે લખ્યું કે, એક પિતા અસલી હીરો હોય છે. એક અન્ય યુઝરે લખ્યું કે, પાપી પેટ માટે શું શું નથી કરવું પડતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp