IPS ઓફિસરે લગાવી એવી ટ્રીક, વાંદરાઓને ભગાડવાની ડ્યૂટી થઈ ખતમ

PC: zeenews.com

જે જગ્યાએ વાંદરાઓની હાજરી હોય છે ત્યાં લોકો જવા માટે ડરતા હોય છે. જોકે લોકોને ખબર નથી કે વાંદરાઓથી કેવી રીતે બચી શકાય તેમ છે. ભૂખથી પરેશાન વાંદરા ઘણી વખત રસ્તાઓ પરથી પસાર થનારા લોકોના હાથમાંથી વસ્તુઓ છીનવીને ભાગી જતા જોવા મળ્યા છે. વાંદરાઓને ભગાડવા માટે કેટલાંક લોકોને ડ્યૂટી પણ આપવામાં આવતી હોય છે. જેથી તે લોકોને પરેશાન ન કરે. ડ્યૂટી દરમિયાન હાજર લોકો વાંદરાઓને ડંડા,પથ્થર અને લાકડીનો ઉપયોગ કરે છે. આ બધી વસ્તુઓથી પરે એક આઈપીએસ અધિકારીએ તેનો રસ્તો શોધી કાઢ્યો છે.

આઈપીએસ અધિકારી નવનીત સિકેરા ઘણી વખત પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર અવનવા વીડિયો અને પોસ્ટ શેર કરતા રહે છે. તે ક્યારેક એવી વસ્તુઓ અંગે વાત કરે છે, જેના અંગે જાણીને લોકો પ્રેરિત થાય છે. પોતાની લેટેસ્ટ પોસ્ટમાં તેણે વાંદરાઓને લાકડી-ડંડા વગર ભગાડવાનો રસ્તો બતાવ્યો છે. તેમણે એક ફેસબુક પોસ્ટમાં લખ્યું છે, વાંચ્યું હતું કે 93 ટકા કોમ્યુનિકેશન નોન વર્બલ હોય છે, મતલબ 93 ટકા વાતો કહ્યા વગર જ સમજાઈ જાય છે. અહીં પીટીસી ઉન્નાવમાં ઘણા બધા વાંદરા છે. એક હોમગાર્ડની ડ્યૂટી ડંડાની સાથે માત્ર વાંદરાઓને ભગાડવા માટેની આપી હતી.

આ અંગે નવનીત સિકેરાએ આગળ કહ્યું કે, મેં પૂછ્યું કેમ, કો કહેવામાં આવ્યું કે ગયા વાંદરાઘણા બદમાશ છે. કરડી પણ લે છે, સૌથી પહેલું કામ હતું ડંડાધારી પહેલવાનની ડ્યૂટી ખતમ કરી અને વાંદરાઓ પ્રત્યે સહજ થવાનું શરૂ કર્યું. હવે રોજ સાંજે વાંદરાઓની આખી ટોળકી આવી જાય છે. શાંતિથી ચણા અને કેળા ખાય છે અને શાંતિથી જતા રહે છે.આજ સુધી કોઈ વાંદરાઓએ કોઈને નુકસાન કર્યું નથી. તેમણે આગળ કહ્યું છે, ફોટામાં જે વાંદરા દેખાઈ રહ્યા છે તે તેમનો મુખિયા છે, સૌથી તગડો છે અને હવે તે સહજતાથી મારી પાસે આવીને બેસી જાય છે અને હું સમજી જાવ છું કે તેને શું જોઈએ છે. હું તેમને શરબત પીવડાવું છું અને તેઓ શાંતિથી પી લે છે. સાહેબ પ્રેમથી સન્માનથી કોઈને અપ્રોચ કરો, તમને સફળતા મળશે. યાદ રાખો સન્માન વાતોમાં નહીં આંખોમાં હોય છે. આ પોસ્ટને 29000થી પણ વધુ લોકોએ પસંદ કરી છે અને દોઢ હજારથી વધારે લોકોએ કોમેન્ટ્સ કરી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp