ટ્રેનમાં પોલીસવાળો દેખાડી રહ્યો હતો વર્દીનો દબદબો,ગુસ્સે ભરાયેલા મુસાફરે મેથીપાક

PC: indiatv.in

ટ્રેનમાં મારમારીના વીડિયો સોશિયલ મીડિયા પર મોટા ભાગે વાયરલ થતા રહે છે. કેટલીક વખત સીટને લઈને ઘણી વખત છેડછાડને લઈને. ક્યારેક ક્યારેક તો ટીટી સાથે તો ક્યારેક પોલીસકર્મીઓ સાથે પણ ઝપાઝપીના વીડિયો જોવા મળ્યા છે. હાલમાં જ વધુ એક એવી એક ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે., જેમાં એક મુસાફર અને પોલીસકર્મી વચ્ચે મારામારી થઈ રહી છે. વીડિયોમાં યાત્રી ચાલતી ટ્રેનમાં પોલીસકર્મીને ઢોર માર મારતો નજરે પડી રહ્યો છે. મારી મારીને પોલીસકર્મીને હવા ટાઈટ કરી દે છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પોલીસકર્મી ખોળામાં બાળક લઈને ઊભા મુસાફરને ધક્કો આપી દે છે. પછી યાત્રીને પોલીસવાળાની આ હરકત પર ગુસ્સો આવી જાય છે અને તે બાળકને ખોળામાંથી ઉતારે છે અને પોલીસકર્મી સાથે ઝઘડો કરવા લાગે છે. બંને લોકોમાં જોરદાર મારામારી શરૂ થઈ જાય છે. મુસાફર પોલીસકર્મીને કૉલર પકડીને તેને પાછળ લઈ જાય છે અને પછી જોરદાર મુક્કો મારે છે. આ દરમિયાન પોલીસકર્મીના શર્ટનું ખિસ્સું ફાટી જાય છે અને તે ઝઘડો રોકીને ફરીથી બહેસ કરવા લાગે છે.

આ દરમિયાન ટ્રેનમાં સફર કરી રહેલા અન્ય મુસાફરે આખી મારમારીનો વીડિયો બનાવી લીધો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જ્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ પૂછ્યું કે, ઝઘડો કેમ થઈ રહ્યો હતો? ત્યારે મુસાફરે પોલીસકર્મી તરફ ઈશારો કરતા કહ્યું કે, તેણે મને ધક્કો આપ્યો. વીડિયોને ટ્વીટર પર @gharkekalesh નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખવા સુધી આ વીડિયોને 1 લાખ લોકોએ જોયો અને ઘણા લોકોએ તેના પર કમેન્ટ કરી છે. લોકોએ વીડિયો જોયા બાદ પોલીસકર્મીને ખોટો ઠેરવ્યો અને કહ્યું કે, પોલીસવાળો પોતાની વર્દીનો દબદબો દેખાડી રહ્યો હતો.

તો મધ્ય પ્રદેશના છિંડવાડા શહેરથી હેરાન કરનારી અજીબોગરીબ ઘટના સામે આવી છે. એક ચોરની ચોરી કરવાની રીતે માલિક સાથે તેની ધરપકડ કરવા આવેલી પોલીસને પણ હેરાન કરી દીધી હતી. ઘરમાં ચોરી કરવાના આરોપના પોલીસે એક 23 વર્ષીય યવકની ધરપકડ કરી છે. આ ચોરને ઘરના માલિકે ચોરી કરતા રંગેહાથ પકડીને પોલીસને હવાલે કરી દીધો છે. લોકોને હેરાન કરનારી આ ઘટના શહેરના મેઘદોંન વિસ્તારમાં સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp