છોકરીમાંથી છોકરો બનેલો જહાદ બન્યો પ્રેગ્નેન્ટ, માર્ચમાં આપશે બાળકને જન્મ

PC: indiatimes.com

કેરળના કોઝિકોડમાં એક ટ્રાન્સજેન્ડર કપલ માતા-પિતા બનવાનું છે. છેલ્લાં ત્રણ વર્ષથી સાથે રહેતા જહાદ અને જિયા પાવલે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, બાળકો માર્ચમાં જન્મશે. જિયાએ જહાદ સાથે એક ફોટો પણ શેર કર્યો છે. ફોટામાં જહાદ પ્રેગ્નેન્ટ દેખાઈ રહી છે. દેશમાં આ પહેલો એવો મામલો છે, ટ્રાન્સજેન્ડર પુરુષ એક બાળકને જન્મ આપશે. જિયા પાવલ એક ડાન્સર છે. તે પુરુષ હતી અને મહિલા ટ્રાન્સજેન્ડર બની. જહાદ છોકરી હતી અને તે પુરુષ ટ્રાન્સજેન્ડર બન્યો. પ્રેગ્નેન્ટ થવા માટે જહાદે એ પ્રોસેસ બંધ કરી દીધી, જેના દ્વારા તે મહિલામાંથી પુરુષમાં તબ્દીલ થઈ રહ્યો હતો.

અમે મા બનવાના મારા સપના અને પિતા બનવાના મારા પાર્ટનરના સપનાને સાકાર કરવાના છીએ. આઠ મહિનાનો ભ્રૂણ હવે જહાદના પેટમાં છે. હું જન્મથી અથવા શરીરથી એક મહિલા નહોતી પરંતુ, મારી અંદર એક સપનું હતું કે મને કોઈ મા કહે. અમને એક સાથે આવ્યાને ત્રણ વર્ષ થઈ ગયા છે. મારા મા બનવાના સપનાની જેમ જહાદનું પિતા બનવાનું સપનું છે અને આજે આઠ મહિનાની જિંદગી તેની સહમતિથી તેના પેટમાં છે.

જ્યારે અમે સાથે રહેવાનું શરૂ કર્યું, તો અમે વિચાર્યું કે અમારું જીવન અન્ય ટ્રાન્સજેન્ડર્સથી અલગ હોવુ જોઈએ. મોટાભાગના ટ્રાન્સજેન્ડર કપલનો સમાજ અને તેનો પરિવાર બહિષ્કાર કરી દે છે. અમે એક બાળક ઈચ્છતા હતા, જેથી આ દુનિયામાં અમારો દિવસ પૂર્ણ થયા બાદ પણ કોઈ અમારું પોતાનું હોય. જ્યારે અમે બાળક લાવવાનો નિર્ણય કર્યો, ત્યારે જહાદની બ્રેસ્ટ રિમૂવલ સર્જરીની પ્રક્રિયા ચાલી રહી હતી, જેને ગર્ભાવસ્થા માટે અટકાવી દેવામાં આવી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કપલે પહેલા એક બાળક દત્તક લેવાની યોજના બનાવી હતી અને પ્રક્રિયા વિશે પૂછપરછ પણ કરી હતી. પરંતુ, કાયદાકીય પ્રક્રિયા પડકારજનક હતી કારણ કે, તે એક ટ્રાન્સજેન્ડર કપલ છે. આ કારણે તે પાછળ હટી ગયા. જિયાએ પોતાના પરિવાર અને ડૉક્ટર્સના સપોર્ટ બદલ આભાર માન્યો છે. જહાદ બાળકને જન્મ આપ્યા બાદ પુરુષ બનવાની પ્રોસેસને ફરી સ્ટાર્ટ કરશે. જિયાએ કહ્યું- અમને મેડિકલ કોલેજમાં બ્રેસ્ટ મિલ્ક બેંકમાંથી બાળક માટે દૂધ મળવાની આશા છે.

 

View this post on Instagram

A post shared by Arya Indira Sankar (@arya__indira)

અમારી ઈન્સ્ટાગ્રામ પોસ્ટને હજારો લાઈક્સ અને કમેન્ટ્સ મળી છે અને લોકો કપલને અભિનંદન આપી રહ્યા છે. ઈન્ટરનેટ યુઝર્સે બંનેને તેમના ભવિષ્ય માટે શુભકામનાઓ આપી. લોકો કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- અભિનંદન. આ એક ખૂબ જ સુંદર બાબત છે જેને અમે આજે ઈન્સ્ટાગ્રામ પર જોઈ છે. સાચા પ્રેમની કોઈ સીમા નથી. તમને વધુ શક્તિ મળે. બીજા યુઝરે લખ્યું- આ ખૂબ જ સુંદર છે. સમાજના નિયમોને તોડવા બદલ આભાર. તમારું બાળક સ્વસ્થ આવે, ઘણી બધી શુભકામનાઓ. એક અન્ય યુઝરે કહ્યું- અભિનંદન ડિયર. ખુશ રહો અને લાંબુ જીવો... ભગવાન તમારી સાથે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp