- Offbeat
- કિંગ કોબ્રાને પકડીને ખેલ કરવા લાગ્યો આ વ્યક્તિ, વળીને કર્યો આ રીતે હુમલો
કિંગ કોબ્રાને પકડીને ખેલ કરવા લાગ્યો આ વ્યક્તિ, વળીને કર્યો આ રીતે હુમલો
દુનિયામાં સૌથી ખતરનાક સાપમાંથી એક કિંગ કોબ્રાને જોઈને ભલભલા લોકો દૂર ભાગી જાય છે. સાપ જ્યારે સામે દેખાય છે તો લોકો હેરાન-પરેશાન થઈ જાય છે. સોશિયલ મીડિયા પર લાઇમલાઇટ મેળવવા માટે, કેટલાક લોકો સાપની નજીક જવાનો પ્રયાસ કરે છે અને તેની સાથે ખેલ કરવા લાગે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિએ કિંગ કોબ્રા સાથે પણ ઝપાઝપી કરી. આમાં તમે જોઈ શકો છો કે, આ દરમિયાન ઘણા લોકો વ્યક્તિ દ્વારા કરવામાં આવી રહેલા ખેલનો વીડિયો બનાવે છે.

કિંગ કોબ્રા સાપ સાથે ખેલ કરવું પડી શકે છે ભારે
વીડિયો બનાવવા માટે કિંગ કોબ્રા જેવા વિશાળ સાપની સાથે ખેલ કરવા માટે એક વ્યક્તિએ પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. જેવુ કે તમે, વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકો છો કે, તે વ્યક્તિ કિંગ કોબ્રાની પૂંછડી પકડીને તેને પોતાના તરફ ખેંચી રહ્યો છે અને તેને પરેશાન કરી રહ્યો છે. જ્યારે, સામે હાજર કોઈ વ્યક્તિ આ વીડિયોને બનાવતા જોવા મળ્યો. લગભગ એક મિનિટના વિડિયોએ ઘણા લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા. યુવકે એક વાર નહીં પણ ઘણી વખત કિંગ કોબ્રાની પૂંછડીને પકડી અને તેની સાથે ખેલ કર્યો. જો કે, કિંગ કોબ્રાએ તે વ્યક્તિ પર હુમલો પણ કર્યો, પરંતુ યોગ્ય અંતર રાખવાને કારણે તે વારંવાર બચી ગયો.

View this post on Instagram

વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે
કહેવાય છે કે, સાપથી હંમેશા બે હાથ દૂર રહેવું જ સારું હોય છે, કારણ કે એ અંદાજ લગાવવો મુશ્કેલ છે કે, સાપના મગજમાં શું ચાલી રહ્યું છે અને તે કયા સમયે હુમલો કરી દેશે. ગુસ્સે થયેલા કિંગ કોબ્રા સાપને પરેશાન કરવા પર ઘણા લોકોએ ફટકાર પણ લગાવી. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને the_king_of_snake નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. એક મહિના પહેલા શેર કરવામાં આવેલા વીડિયોને અત્યાર સુધીમાં 67 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ એક યૂઝરે લખ્યું કે, 'વધુ ખેલ નહીં કરો ભાઈ, નહીં તો તે ખેલ કરશે તો ભારે પડી જશે.' એક અન્ય યુઝરે લખ્યું, 'જો કરડશે તો ઘર વાળા ત્યાં જ આવીને રડશે.'

