સુખવિંદર કૌર કઈ રીતે બની રાધે મા? જાણો તેની રસપ્રદ કહાની

PC: amarujala.com

પોતાને દેવીનો અવતાર ગણાવનારી રાધેમાં આખરે છે કોણ? વિવાદો સાથે તેમનો શો સંબંધ છે? રાધે માંના પરિવારમાં કોણ-કોણ છે? એ દરેક સવાલોના તમને અહીં જવાબ મળશે.

રાધે માં એક સ્વયંભૂ આધ્યાત્મિક ગુરુ છે, જે પોતાને દેવીનો અવતાર ગણાવે છે. તે પોતાના ભક્તોને દેવીના રૂપમાં લાલ રંગના કપડાંમાં મળે છે. તે વધુ બોલતી નથી, તે પોતાના હાથમાં એક ત્રિશૂલ પણ રાખે છે. રાધે માંનું અસલી નામ સુખવિંદર કૌર છે. બાદમાં ધર્મના માર્ગ પર ચાલતા તેમણે પોતાનું નામ બદલીને રાધે માં રાખી લીધુ. રાધે માંનો જન્મ 4 એપ્રિલ, 1965ના રોજ પંજાબના ગુરદાસપુરમાં થયો છે. હાલ તે 55 વર્ષની છે. રિપોર્ટ અનુસાર, તેમણે 9માં ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. માત્ર 17 વર્ષની ઉંમરમાં જ તેમના લગ્ન મુકેરિયાના મનમોહન સિંહ સાથે થયા હતા. તે મિઠાઈની દુકાન પર કામ કરતા હતા.

રિપોર્ટ્સ અનુસાર, લગ્ન બાદ રાધે માંના પતિ કતારમાં નોકરી કરવા ચાલ્યા ગયા. ત્યારે રાધે માંના પરિવારની આર્થિક સ્થિતિ સારી નહોતી. તે લોકોના કપડાં સીવીને રોજગાર મેળવતા હતા. હાલ રાધે માં પરિવારમાં એકલા છે, પતિ સાથે સંપર્ક નથી, અને તેમને કોઈ સંતાન પણ નથી.

સુખવિંદર કૌરના રાધે મા બનવાના સફરની વાત કરીએ તો, 21 વર્ષની ઉંમરમાં સુખવિંદર કૌર મહંત શ્રી રામદીન દાસના શરણમાં પહોંચી ગઈ. તેમની પાસેથી 6 મહિના સુધી દીક્ષા લીધી. આધ્યાત્મિક દીક્ષા બાદ રામદીપ દાસે જ સુખવિંદરને નવું નામ આપ્યું અને તે રાધે માંના નામથી ઓળખાવા માંડી. રાધે માં સામાન્યરીતે માતાની ચોકી અને જાગરણમાં જાય છે. ભક્તોને દર્શન આપવા માટે તેમનો રેટ કાર્ડ પણ છે. રાધે માંની ચોકીનો ખર્ચો 5 લાખથી 35 લાખ રૂપિયા સુધી હોય છે. ચોકીનું આયોજન અને ડીલિંગ રાધે માંનો એજન્ટ ટલ્લી બાબા કરે છે.

2015માં રાધે માંનો મિનિ સ્કર્ટવાળો એક ફોટો ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારે લોકોએ તેમની વિરુદ્ધ કેસ પણ દાખલ કરાવ્યો હતો. મિનિ સ્કર્ટવાળા ફોટો અંગે રાધે માંનું કહેવું છે કે, તે પોતાના ભક્તોની સાથે ટ્રિપ પર હતી અને એક ભક્તે તેમને તે કપડાં આપ્યા હતા અને એવું કોઈએ નથી કીધુ કે સાધુ અને સાધ્વી ખાસ પ્રકારના કપડાં જ પહેરી શકે. જો તેમના ભક્તો ખુશ છે તો તે પણ ખુશ છે.

રાધે માંની મોટી ચોકીઓમાંથી પણ ઘણા આપત્તિજનક ફોટા સામે આવી ચુક્યા છે. તેમાં કોઈ ભક્તને રાધે માં કિસ કરતા, તો કોઈકને ગળે મળતા દેખાઈ ચુક્યા છે. કેટલાક ભક્ત તેમના ખોળામાં સૂતેલા પણ દેખાયા છે. આ અંગે રાધે માંનું કહેવું છે કે, તે પોતાના ભક્તોમાં પ્રેમ વહેંચે છે અને આ રીતે જ પોતાના આશીર્વાદ આપે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp