
એક એમેઝોન ડિલીવરી બોયે વર્ષોની મહેનત પછી આશરે 66 હજાર રૂપિયાની બચત કરી હતી. જેના પછી તેણે એક મોટું રિસ્ક લીધું હતું. તેણે બધા પૈસા ક્રિપ્ટોકરન્સીમાં રોક્યા હતા. હવે 28 વર્ષની ઉંમરમાં તે કરોડપતિ બની ગયો છે. આ યુવાનનું નામ કૈફ ભટ્ટી છે. તે બ્રિટનની રાજધાની લંડનના વેસ્ટ ડ્રેટનનો રહેનારો છે. તેણે કહ્યું કે સ્કૂલમાં ટીચર્સ તેને તેના ક્લાસમેટની સામે અપમાનિત કરતા હતા અને નીચું દેખાડતા હતા. વર્ષ 2017માં યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન પૂરુ કર્યા પછી તે એમેઝોન ડિલીવરી બોય તરીકે કામ કરતો હતો.
તે રોજના 14 કલાક કામ કરતો હતો. આ કામના કારણે કૈફ ઉદાસ રહેવા લાગ્યો અને તેને લાગી રહ્યું હતું કે તેની લાઈફ આવી જ રહેશે. પરંતુ પછી કૈફે એક મોટું રિસ્ક લીધું. તેણે પોતાની બધી બચતને ક્રિપ્ટો કરન્સીમાં રોકી દીધા હતા. તેણે તે સમયે Verge નામના એક કોઈનમાં આશરે 66 હજાર રૂપિયા લગાવ્યા હતા. ટૂંક સમયમાં આ કોઈનમાં ઘણી તેજી જોવા મળી હતી. તેણે આ રોકાણથી આશરે 28 લાખ રૂપિયા કમાયા હતા. જેના પછી તેણે એમેઝો નોકરી છોડી દીધી હતી. કૈફે કહ્યું કે મને વિશ્વાસ થઈ રહ્યો ન હતો. આ પહેલા મેં આટલા પૈસા જોયા ન હતા.
કૈફે આગળ કહ્યું કે- આ એક અદ્દભૂત અહેસાસ હતો. મને મારી ક્ષમતાઓ અંગે ખબર પડી. તેના પછી હું ક્રિપ્ટો અંગે વધારે જાણકારી મેળવવાનું શરૂ કર્યું હતું. ત્યારે જ મેં નિર્ણય કરી લીધો કે મારે વધારે પૈસા કમાવવા છે. આથી મેં મારું માઈન્ડ સેટ કરી લીધું હતું. કૈફને તેનું રિસ્ક લેવાનું ફળ પણ સારું મળ્યું હતું અને તેની આવક ધીમે ધીમે વધવા લાગી હતી. થોડા મહિનાઓમાં તેણે 5 કરોડ રૂપિયા બનાવી લીધા હતા.
કરોડપતિ બન્યા બાદ તે દુબઈ શિફ્ટ થઈ ગયો હતો. હવે તે પોતાના સપનાની લાઈફ જીવી રહ્યો છે. તેણે પોતાનું 4 કરોડ રૂપિયાનું પેન્ટ હાઉસ અને 2 કરોડ રૂપિયાની મર્સિડિઝ કાર ખરીદી છે. શરૂઆતમાં તેને માતાપિતા તેની નોકરી છોડવા પર રાજી ન હતા પરંતુ જ્યારે કૈફે પૈસા બનાવવાનું શરૂ કર્યું તો તેમના વિચાર બદલાઈ ગયા. હવે તેના માતાપિતા તેની પર ગર્વ કરે છે. તેણે નાની ઉંમરમાં ઘણું બધુ મેળવી લીધું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp