
સફીન હસને વર્ષ 2018ની UPSC સિવિલ સેવા પરીક્ષામાં 570મોં રેન્ક હાંસલ કર્યો હતો. આ તેનો પહેલો પ્રયત્ન હતો.તે માત્ર 22 વર્ષનો હતો. આજે તે ગુજરાતમાં આસિસ્ટન્ટ સુપરીટેન્ડન્ટ ઓફ પોલીસ છે. તે સૌથી નાની ઉંમરમાં IPS ઓફિસર બન્યો હતો. સૌથી નાની ઉંમરમાં IPS ઓફિસર બનનારો સફીન હસને પ્રાઈમરી સ્કૂલમાં નક્કી કરી લીધું હતું કે તેને IAS IPS બનવું છે. સફીનના પિતા ઈલેક્ટ્રીશ્યન હતા. મા પહેલા ડાયમંડના કારખાનામાં કામ કરતી હતી, પછી તેણે લગ્નમાં રોટલી બનાવવાનું કામ કર્યું હતું. આર્થિક સ્થિતિ મજબૂત ન હોવાના લીધે તેના માટે તેનું આ સપનું સાકાર કરવું સરળ ન હતું.
સફીન જ્યારે કોલેજમાં ગયો તો તેના ઈંગ્લિશ બોલવાના લહેકાની મજાક ઉડાવવામાં આવતી હતી. પરંતુ તેણે ઈંગ્લિશ બોલવાનું ચાલુ રાખ્યું. તેણે પોતાનું UPSCનું ઈન્ટરવ્યું ઈંગ્લિશમાં આપ્યું હતું. આખા દેશમાં તેના સેકન્ડ હાઈએસ્ટ માર્ક્સ આવ્યા હતા. તેનું કહેવું છે કે UPSC માત્ર તમારું નોલેજ જ ચેક નથી કરતું. તેણે પોતાની લાઈફ સ્ટોરી અંગે વાત કરતા કહ્યું હતું કે, UPSC મેઈન્સના દિવસે સવારે 8 વાગ્યે મારો એક્સીડન્ટ થઈ ગયો હતો.
GSTનું પેપર હતું. એક હાથ ઈજાગ્રસ્ત હતો. પરંતુ રાઈટ હેન્ડ સેફ હતો. પરંતુ મેં પરીક્ષા લખવાનો નિર્ણય લીધો. 23 માર્ચના મારું ઈન્ટરવ્યું હતું. 20 ફેબ્રુઆરીના રોજ બોડીમાં ઈન્ફેક્શન થવાના કારણે હોસ્પિટલમાં ભરતી થવું પડ્યું હતું. મને ઘણો તાવ હતો. 1 માર્ચના રોજ સારો થઈ ગયો હતો. 2 માર્ચના રોજ દિલ્હી આવ્યો. 3 માર્ચના રોજ ફરીથી ટાંસિલઅટાઈસનો અટેક થયો. પછી અમદાવાદની હોસ્પિટલમાં દાખલ થયો. 15 માર્ચના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. 16 માર્ચના રોજ દિલ્હી આવ્યો. મારો મિત્ર એક મહિનાથી ઈન્ટરવ્યુની તૈયારી કરી રહ્યો હતો પરંતુ મને તૈયારીનો સમય મળ્યો નહીં પરંતુ મને વિશ્વાસ હતો. મેં પોતાને સાબિત કરવા માટે નક્કી કર્યું.
તેણે આગળ વાત કરતા કહ્યું કે, ચાણક્યનું કહેવું છે કે જે લોકો બીજાના અનુભવમાંથી શીખે છે, તે ઘણા આગળ વધે છે કારણ કે પોતાનામાંથી અનુભવ શીખવા માટે લાઈફ ઘણી નાની છે. આથી મેં કોલેજના દિવસોમાં ટોપરોના ઘણા ઈન્ટરવ્યુ અને બ્લોગ વાંચ્યા હતા. મેં જાણ્યું કે તેમણે કંઈ ભૂલો કરી હતી અને મારે તે કરવી ન હતી. કરન્ટ અફેર્સની તૈયારીને લઈને સફીને કહ્યું કે, UPSC અભ્યર્થી સમાચારથી કરન્ટ અફેર્સના નોટ્સ બનાવે છે પરંતુ મેં ક્યારેય બનાવ્યા નથી. મારું માનવું છે કે અમે કોચિંગ ઈન્સ્ટીટ્યૂટની મોટી ફી આપીએ છીએ, તો લોકો અમે ઘણા સારા મંથલી મેગેઝીન ઉપલબ્ધ કરાવે છે. અમે તે પણ વાંચી લઈએ છે, જે ઘણા છે. જ્યારે તે લોકો અમારા માટે આટલી મહેનતથી નોટ્સ બનાવી રહ્યા છે, તો પછી હું જાતે નોટ્સ બનાવીને શા માટે સમય બરબાદ કરું.
સકીલે કહ્યું હતું કે IAS જોઈન કરવા ઈચ્છતો હતો. પછી ફરીથી સિવિલ સેવા પરીક્ષા પણ આપી. પરંતુ આ પરીક્ષા તે પાસ કરી શક્યો હતો નહીં. પછી તેણે IPS ઓફિસર તરીકે જ દેશ સેવા કરવાનો નિર્ણય લીધો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp