Video: સીમા-સચિનની સ્ટોરી પર બન્યુ ગીત, લપ્પૂ સા સચિન, ઝીંગુર સા...

PC: englishtribuneimages.com

પાકિસ્તાનમાં બેસીને પબ્જી રમતા રમતા ભારતના સચિન મીણાના પ્રેમમાં પડેલ સીમા હૈદરનું નામ પાછલા ઘણાં સમયથી ચર્ચાઇ રહ્યું છે. સીમા સચિનના પ્રેમમાં એવી પડી કે તે બધુ છોડીને પાકિસ્તાનથી ભારત આવી ગઇ. બંનેની આ લવ સ્ટોરીને લઇ લોકો પોત-પોતાના વિચાર રજૂ કરી રહ્યા છે. તો મીડિયા સાથેની વાતચીતમાં સીમાને લઇ સચિનની પાડોશીએ જે કહ્યું હતું તે વાયરલ થઇ રહ્યું છે. સીમા પ્રત્યે તેણે ગુસ્સામાં એવી વાત કહી કે હવે તેના પર મીમ્સ બનવા લાગ્યા છે.

યશરાજ મુખાતેએ બનાવ્યું ગીત

વાયરલ વીડિયોમાં સચિનની પાડોશીએ કહ્યું હતું કે, સચિન...શું છે સચિનમાં...લપ્પૂ જેવો સચિન છે...તે ઝીંગુર જેવો છોકરો...એવું શું છે સચિનમાં...તેને પ્રેમ કરશે સીમા. મહિલાના આ વીડિયો પર હજારો મીમ્સ બન્યા. હવે આ બધાની વચ્ચે ‘રસોડે મે કોન થા’ ટાઇટલ ફેમ મ્યુઝિક પ્રોડ્યુસર યશરાજ મુખાતેએ આના પર ગીત બનાવ્યું છે. જે ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યું છે.

યશરાજ મુખાતેના આ ગીતને અત્યાર સુધીમાં 20 લાખથી વધારે વાર જોવામાં આવ્યું છે અને લોકો આને પસંદ કરી રહ્યા છે. જેમાં તેણે ડાયલોગમાં સંગીત આપીને તેને મજેદાર બનાવ્યું છે. લોકો યશરાજના આ ગીતના વીડિયો પર ઘણી કમેન્ટ્સ કરી રહ્યા છે. લોકો લખી રહ્યા છે, વિશ્વાસ નથી થઇ રહ્યો કે તે આટલા ખરાબ અવાજમાં બોલવામાં આવેલા ડાયલોગમાં પણ સંગીત આપી દીધું. એક યૂઝરે લખ્યું કે, આ એડિક્ટિવ છે. સતત 15 મિનિટથી સાંભળી રહ્યો છું.

 
 
 
View this post on Instagram

A post shared by Yashraj Mukhate (@yashrajmukhate)

એ કીડા જેવો છોકરો છે...હવા ચાલીને તો...

જણાવીએ કે, સચિનની આ પાડોશીનો હાલમાં જ એક નવો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે એક મીડિયા ચેનલ સાથે વાત કરતા કહે છે કે, પ્રેમ માટે કોઈ કારણ હોવું જોઇએ. સામાન્ય વાત છે, પુરુષ તો હોવો જોઇએ. તે કીડા જેવો છોકરો છે..ઝીંગુર જેવો છે...પાતળો, હવા વધારે આવી ગઇ તો ખબર નહીં ક્યાં દૂર જઇને પડશે. શોધતા પણ મળશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp