26th January selfie contest

આ છે વિમાનોનું સૌથી મોટું 'કબ્રસ્તાન', 4 હજારથી વધુ વિમાન કરાયા છે પાર્ક

PC: airteamimages.com

સૌથી મોટા કબ્રસ્તાનની વાત તો સાંભળી હશે જ્યાં લાખો લોકોને દફન કરવામાં આવ્યા હોય છે. પણ ક્યારેય વિમાનોના કબ્રસ્તાન અંગે ક્યારેય સાંભળ્યું છે ખરા? અમેરિકામાં એક એવી પણ જગ્યા છે જેને વિમાનોનું કબ્રસ્તાન તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં 4 હજારથી વધારે નકામા થઈ ચૂકેલા સૈન્યના વિમાન પાર્ક કરવામાં આવ્યા છે. આ વિમાન સિવાય કેટલાક અવકાશયાન પણ રાખવામાં આવ્યા છે.

વિમાનોનું આ સૌથી મોટું કબ્રસ્તાન એરિઝોનાના ટેક્સનના રણમાં છે. જે આશરે 2600 એકરમાં ફેલાયેલું છે. જેમાં આશરે 1400 જેટલા ફૂટબોલ મેદાન તૈયાર થઈ શકે. આ જગ્યા બેનયાર્ડના નામથી જાણીતી છે. વર્ષ 2010માં ગુગલ અર્થે સૌ પ્રથમ વખત આ જગ્યાના ફોટા જાહેર કર્યા હતા. અહીં રાખવામાં આવેલા વિમાનમાં અમેરિકાના નવા વિમાનથી લઈને બીજા વિશ્વયુદ્ધમાં ઉપયોગમાં લેવાયેલા વિમાનનો સામવેશ કરાયો છે. બોંબ અટેક કરનાર B52 વિમાન પણ અહીં છે. જેને વર્ષ 1990માં અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે થયેલા નિશસ્ત્રિકરણની સમજૂતી બાદ અમેરિકાએ પોતાના સૈન્યમાંથી હટાવી દીધું હતું. આ સિવાય અહીં F14 વિમાન પણ રાખવામાં આવ્યું છે. જે હોલીવુડની જાણીતી ફિલ્મ 'ટોપગન'માં જોવા મળ્યું હતું.

આ વિમાન પણ વર્ષ 2006માં અમેરિકી સૈન્યમાંથી દૂર કરી દેવામાં આવ્યું હતું. અમેરિકાની 309 એરોસ્પેસ મેઈન્ટેનન્સ રીજનરેશન ગ્રૂપ આ કબ્રસ્તાનની સારસંભાળ રાખે છે. અહીં આવતા વિમાનોનું સમારકામ કરવામાં આવે છે. અહીં પડેલા કેટલાક વિમાનોની સારી સ્થિતિ જોઈને તેને ઉડાન માટે પણ તૈયાર કરવામાં આવે છે. અહીં જૂના વિમાનોના એન્જીનની સારસંભાળ રાખીને તેને ઓછી કિંમતે વેચવામાં આવે છે. અમેરિકાની સરકારે અહીં બીજા દેશને આવી ખરીદી કરવા માટેની પણ છૂટ આપી છે. બોનયાર્ડની સ્થાપના બીજા વિશ્વયુદ્ધ બાદ કરવામાં આવી હતી. આ જગ્યાને તેની ઊંચાઈ અને સુકા વાતાવરણને કારણે પસંદ કરવામાં આવી છે. કારણ કે આવી જગ્યાઓ પર વિમાન લાંબા સમય સુધી રાખવામાં આવે તો પણ તે ખરાબ થતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp