ઢાળ પર દીકરાએ માતા-પિતાની સાઈકલને લગાવ્યો ધક્કો, આ વીડિયો જીતી લેશે દિલ

PC: twitter.com/AwanishSharan

સોશિયલ મીડિયા પર રોજ અવનવું અને કંઈક ને કંઈક વાયરલ થઈ જાય છે. તેમાંથી કેટલુંક ફની હોય છે તો કેટલુંક ઈમોશનલ. કેટલાક વીડિયો લોકોને વિચારવા મજબૂર કરી દે છે. હવે એવો જ એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જોવામાં આવી રહ્યો છે, જેમાં એક દીકરો પોતાના પિતાની સાઈકલને ધક્કો મારતો નજરે પડી રહ્યો છે. પિતા સાઇકલ ચલાવી રહ્યો છે અને માતા પાછળ બેઠી છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં ફ્લાઇઓવર પર એક છોકરો સાઈકલને ધક્કો મારી રહ્યો છે. સાઇકલ એક વ્યક્તિ ચલાવી રહ્યો છે અને પાછળ મહિલા બેઠી છે. ફ્લાઇઓવરના ઢાળ પર એક વ્યક્તિથી સાઇકલ ચડી શકતી નથી તો છોકરાએ ધક્કો આપીને તેને ચડાવવામાં મદદ કરી. આખી ચડાઈ દરમિયાન દીકરાએ સાઈકલને ધક્કો મારીને ચડાવી. દીકરાના આ કામને લોકો ખૂબ જોઈ રહ્યા છે. તેનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયો વાયરલ થયા બાદ તેને કરોડો લોકો જોઈ ચૂક્યા છે.

ઇન્સ્ટાગ્રામના એક અકાઉન્ટ પર તેને 50 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ઇન્સ્ટાગ્રામ સિવાય બાકી પ્લેટફોર્મ પર પણ ખૂબ જોવાઇ રહ્યો છે. તેને લઈને લોકો અલગ-અલગ કમેન્ટ કરી રહ્યા છે. કહી રહ્યા છે કે દરેકે હંમેશાં માતા-પિતાની એવી જ સેવા કરવી જોઈએ. કોઈએ લખ્યું કે, પુત્રનો પગ પાળવામાં જ દેખાઈ જાય છે. વીડિયો શેર કરતા IAS અધિકારી અવનીશ શરણે લખ્યું કે, એવી જ રીતે જીવનભર માતા-પિતાનો સહારો બનજે, કેટલાક તો તેને આજનો શ્રવણકુમાર પણ કહી દીધો.

પ્રયાગ નામના યુઝરે લખ્યું કે, કોઈ નોર્મલ માતા-પિતા પોતાના આટલા નાના છોકરા પાસે આટલા તડકામાં ધક્કો નહીં મરાવે. પેથિક વીડિયો, પેથિક ટ્વીટ. એક યઝરે અવનીશ શરણની ટ્વીટ પર કમેન્ટ કરતા લખ્યું કે જીવનભર માતા-પિતાને સાઇકલ પર ચલાવવા!!! કેટલા નીચ વિચાર છે. સુરુચિ નામના યુઝરે લખ્યું કે, બધાએ બનાવું જોઈએ માતા-પિતાનો સહારો, બાળક સાથ આપે કે ન આપે, પરંતુ માતા-પિતા પોતાના બાળકોનો સાથ જીવનભર છોડતા નથી. કુલ મળીને લોકોને આ વીડિયો ખૂબ પસંદ આવી રહ્યો છે અને તેઓ તેના પર અલગ-અલગ કમેન્ટ કરી રહ્યા છે. આમ તમારે આ આખા વીડિયો પર શું કહેવું છે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp