પોતાના નોકરને દિલ આપી બેઠી માલકિન, થોડા દિવસોમાં કરી લીધા લગ્ન
ઈક લફ્ઝ-એ-મોહમબ્બત કા અદના યે ફસાના હૈ, સિમટે તો દિલ-એ-આશિક, ફૈલે તો જમાના હૈ, જિગર મુરાદાબાદીની આ લાઈનો પાકિસ્તાનની નાઝીયા નામની એક મહિલા પર ફિટ બેસે છે. નાઝીયા કોઈ સેલિબ્રિટી નથી કે ન તો ત્યાં જાણીતી વ્યક્તિ છે. પરંતુ આજે તેના પ્રેમની સ્ટોરીની ચર્ચા માત્ર પાકિસ્તાનમાં નહીં પરંતુ દુનિયાભરના મીડિયા અને સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે. અસલમાં નાઝીયાએ હાલમાં જ પોતાના નોકર સાથે લગ્ન કર્યા છે. તેણે એક યુટ્યૂબ ચેનલ પર આપેલા ઈન્ટરવ્યુમાં પોતાની સમગ્ર લવ સ્ટોરી અંગે વાત કરી છે. હવે આ સ્ટોરી ઘણી વાયરલ થઈ રહી છે.
રિપોર્ટ પ્રમાણે, આ લવ સ્ટોરી એક માલકિન અને એક નોકર વચ્ચેની છે. ઈસ્લામાબાદમાં રહેનારી નાઝીયાએ થોડા સમય પહેલા તેના ઘરે કામ કરવા માટે એક નોકરને રાખ્યો હતો. આ નોકરનું નામ છે સૂફિયાન. નાઝીયાનું કહેવું છે કે તે ઘરમાં એકલી રહેતી હતી. તેનું પોતાનું કોઈ ન હતું, તેવામાં તે એક એવા નોકરની શોધમાં હતી જે ભરોસાને લાયક હોય. કોઈ મિત્રએ સૂફિયાન અંગે વાત કરી તો તેણે તેને કામ પર રાખી લીધો હતો. નાઝીયાએ તેને દર મહિને 18000 રૂપિયાની સેલરી પર રાખ્યો હતો. નાઝીયા આગળ કહે છે કે સૂફિયાનને લઈને લોકોએ જેટલા વખાણ કર્યા હતા,તેનાથી પણ તે વધારે સારો છે. થોડા દિવસોના કામમાં મને સૂફિયાનની આદત, વ્યવહાર અને વિચાર સારા લાગવા લાગ્યા હતા. સૂફિયાન સૌની ઈજ્જત કરતો હતો અને સાદગીમાં રહેતો હતો. તેની આ બધી વાત મને ઘણી સારી લાગવા લાગી અને ધીમે ધીમે મને તેની સાથે પ્રેમ થઈ ગયો. થોડા દિવસ સુધી મેં મારા પ્રેમને દબાવીને રાખ્યો પરંતુ એક દિવસ મેં સૂફિયાનને પ્રપોઝ કરવાનું મન બનાવી લીધું.
નાઝીયા કહે છે કે જ્યારે મેં હિંમત કરીને પ્રપોઝ કર્યું તો તેને પહેલા વિશ્વાસ થયો નહોંતો. પ્રપોઝ સાંભળીને તેના હોંશ ઉડી ગયા હતા. થોડા સમય પછી તેણે પણ આઈ લવ યુ ટુ બોલીને જવાબ આપ્યો હતો. જેના પછી બંનેએ લગ્ન કરી લીધા. સૂફિયા કહે છે કે તે હવે પોતાના શૌહર સાથે ઘણી ખુશ છે. સુફિયાન મારું સંપૂર્ણ ધ્યાન રાખે છે. તે મારા માટે ખાવાનું બનાવે છે. બીમાર પડવા પર સંભાળ પણ રાખે છે. નાઝીયા સૂફિયાનને પોતાનો સલમાન ખાન કહે છે. તો સૂફિયાન તેને પોતાની કેટરીના કૈફ કહે છે. નાઝીયાને સૂફિયાનની સાદગી અને સારા વિચારથી પ્રેમ થયો હતો. લગ્ન પહેલા લોકોએ અમારા સંબંધને સ્વીકાર્યો ન હતો. લોકોએ ઘણું સંભળાવ્યું હતું પરંતુ આજે અમે બંને જણા ખુબ ખુશ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp