રિસર્ચમાં થયો ખુલાસો-થોડો અમથો દારૂ પણ બની શકે છે મોતનું કારણ

PC: healthline.com

મોટા ભાગના રિસર્ચમાં આપણે એ વાતને સાંભળતા આવી રહ્યા છીએ કે થોડી માત્રામાં દારૂનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ખૂબ ફાયદા મળે છે, પરંતુ નવી સ્ટડીએ આ મિથકને પૂરી રીતે તોડીને રાખી દીધું છે. આ નવા રિસર્ચ મુજબ, સીમિત માત્રામાં દારૂ પીવું પણ મોતની નજીક લઈ જઈ શકે છે. જામા નેટવર્ક ઓપન (JAMA)માં પ્રકાશિત સ્ટડીમાં 100 કરતા વધુ લોકો પર તેને લઈને રિસર્ચ કરવામાં આવી. આ રિસર્ચમાં સામે આવ્યું કે, ક્યારેક ક્યારેક દારૂ પીવા અને પ્રતિ અઠવાડિયે એક થી બે વખત આલ્કોહોલનું સેવન કરનારામાં કોઈ પણ કારણથી મોતનું જોખમ ઓછું થયું નથી.

આ રિસર્ચમાં સામે આવ્યું કે, મહિલાઓ માટે 1 ઓસથી ઓછું અને પુરુષો માટે 1.5 ઓસથી ઓછો દારૂ પીવાથી મોતનું જોખમ ઘણી હદ સુધી વધી ગયું છે. જામા નેટવર્ક દ્વારા કરવામાં આવેલા આ રિસર્ચમાં લગભગ 5 મિલિયન લોકોને સામેલ કરવામાં આવ્યા હતા. આ રિસર્ચમાં એ મહિલાઓમાં મૃત્યુના મોટા જોખમ જોવા મળ્યા છે જે ક્યારેય ન પીનારાઓની તુલનામાં દારૂ પીતી હતી. આ રિસર્ચ એ મહિલાઓ માટે ખૂબ ખાસ છે, જે મહિલાઓનું માનવું છે કે ઓછી માત્રામાં દારૂ પીવું તેમના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક થઈ શકે છે.

સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ આ વાતને લઈને વિસ્તારથી કહેવામાં આવ્યું છે કે ઓછી માત્રામાં દારૂનું સેવન એટલે કે 7 કે તેનાથી ઓછી સર્વિગ્સ મહિલાઓ અને પુરુષો માટે દારૂની 14 સર્વિગ્સ કે તેનાથી ઓછો પ્રતિ અઠવાડિયે લેવા બતાવવામાં આવ્યું છે. જો કે, સ્ટડીમાં જાણવા મળ્યું કે, દરરોજ દારૂની ઓછી માત્રામાં લેવાથી પણ મૃત્યુના જોખમને ઘણી હદ સુધી વધારી શકે છે. સંશોધનકર્તાઓએ આ રિસર્ચને અલગ અલગ ફેક્ટરમાં રજૂ કર્યું કે દારૂ પીવાથી વ્યક્તિના પૂરા સ્વાસ્થ્ય પર કેટલો પ્રભાવ પડે છે.

આ સ્ટેડીમાં એ વાત સામે આવી કે થોડી માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર સારું નહીં, પરંતુ ખૂબ જ માઠી અસર કરે છે. છેલ્લા ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી હતી કે ઓછી માત્રામાં દારૂનું સેવન કરવાથી હાર્ટ સંબંધિત બીમારીઓના જોખમને ઓછું કરી શકાય છે, પરંતુ આ રિસર્ચ ઑબ્ઝર્વેશન પર આધારિત હતી, જે એ વાતને હજુ વધારે મુશ્કેલ બનાવી રહી છે કે કેટલી માત્રામાં દારૂનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર લેવલને વધારી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp