સ્પેસમાં સેક્સ માટે બૂકિંગ શરૂ, રોમાન્સ કરવા રોકેટથી જશે લોકો, પણ આટલા કરોડ...

PC: zeenews.india.com

હવે તમે તમારા પાર્ટનર સાથે સ્પેસમાં રોમાન્સ કરી શકશો. આ રોમેન્ટિક ટ્રિપ માટે ગ્રાહકોનું બુકિંગ ટૂંક સમયમાં જ શરૂ થશે. જોકે, તેના માટે તમારે વધુ પૈસા ખર્ચવા પડશે. NASAના જણાવ્યા અનુસાર, અત્યારસુધી કોઇએ પણ સ્પેસમાં ફિઝિકલ રિલેશન નથી બનાવ્યા. એવામાં જો તમે પોતાના પાર્ટનર સાથે અંતરિક્ષમાં સંબંધ બનાવવા માંગતા હો, તો તેના માટે બુકિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. આ ઇરાદાથી કેટલાક ખાસ લોકોએ તેને 68 માઇલ હાઈ ક્લબ નામ આપ્યું છે. સ્પેસ ટૂરિસ્ટ્સ તેનો હિસ્સો બની સ્પેસમાં પોતાના પાર્ટનરના કપડાં ઉતારી શકશે. આ બધુ કરવા માટે તમારે વધુ સમય રાહ નહીં જોવી પડશે. NASAના પ્લાન અનુસાર, તમે સ્પેસમાં પોતાના પાર્ટનર સાથે આ વર્ષના અંત સુધીમાં રોમાન્સ કરી શકશો. એટલે કે જો તમારું બજેટ તમને પરવાનગી આપે તો તમે તમારા પાર્ટનરને સ્પેશિયલ ફીલ કરાવવા માટે NASAના સ્પેશિયલ ઓફર ને અવેલ કરી શકો છો.

NASAના પૂર્વ એસ્ટ્રોનોટ જોસ હર્નાડેઝના જણાવ્યા અનુસાર, આ લવ મેકિંગ ઓફર માટે આ વર્ષથી કોમર્શિયલ ફ્લાઇટ્સની શરૂઆત થશે, ત્યારબાદ પ્રેમમાં પાગલ સ્પેસ ટૂરિસ્ટ્સને સ્પેસમાં રોમાન્સ કરવાથી કોઈ રોકી નહીં શકશે. તેમણે એવુ પણ કહ્યું કે, સ્પેસ ઓર્બિટમાં રોમાન્સ કરવું ના તો ઇલીગલ હશે અને ના અશક્ય. જોકે, હજુ સુધી કોઈએ એવુ કર્યું નથી. એવામાં એ વાતની ભવિષ્યવાણી ના કરી શકાય કે આ કઇ રીતે સંભવ થશે.

ડેલી સ્ટારમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર, જોસે 2001માં યૂએસ સ્પેસ એજન્સી જોઇન કરી હતી. જોસનું કહેવુ છે કે, સ્પેસમાં ફિઝિકલ રિલેશન બનાવી શકાય છે. તેમણે એવુ પણ કહ્યું કે, આ કામમાં કોઇ ટેકનિકલ ઇશ્યૂ પણ નથી. જોકે, ત્યાં લોકો, લિમિટેડ સમય માટે જાય છે, એમાં દરેક સેકન્ડનો પ્રોગ્રામ પહેલાથી નક્કી હોય છે. પરંતુ, હવે સ્પેસ ટૂરિસ્ટ્સ તેનો ભરપૂર આનંદ લઇ શકશે. જોકે, જોસે સ્પેસ સાથે સંકળાયેલા ઘણા મિથકનો પણ ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું, એવુ કહેવામાં આવે છે કે, સ્પેસમાં જનારા લોકો પ્રેમના ભૂખ્યા થઈ જાય છે. પરંતુ, એવુ કંઈ નથી. સ્પેસ પ્રોગ્રામ્સમાં તેમના પર એટલું પ્રેશર હોય છે કે લોકો રોમાન્સ તો દૂર પોતાના વિશે વિચારી પણ નથી શકતા.

જોકે, સ્પેસમાં રોમેન્ટિક થવાનું સપનું ભલે ગમે ત્યારે પૂર્ણ થાય, પરંતુ જો તમે એકલા સ્પેસમાં જવા માંગતા હો તો NASAની આ કોમર્શિયલ ફ્લાઇટનો રેટ તમને ચોંકાવી શકે છે. એટલે કે સ્પેસમાં રોમાન્સ કરવા માટે આ સ્કીમનો ફાયદો ઉઠાવવો હોય તો તમારે 3 કરોડ 75 લાખ રૂપિયા ખર્ચવા પડશે, તેમજ જો તમે પાર્ટનરને પણ સાથે લઇ જવા માંગતા હો તો ડબલ ભાડું એટલે કે આશરે 7.5 કરોડ રૂપિયાનો ખર્ચ કરવો પડશે.

લોંગ ડિસ્ટન્સની હવાઈ યાત્રા દરમિયાન આવતા કંટાળાને દૂર કરવા માટે વિમાનમાં જ વાયગ્રા ખાઇને રોમાન્સ કરવાનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. હાલમાં જ કરવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, શારીરિક ભૂખ મટાડવા માટે માઇલ હાઈ ક્લબમાં સામેલ થનારા લોકોની સંખ્યા વધતી જઈ રહી છે. માઇલ હાઈ ક્લબનો ઉપયોગ સામુહિકરીતે એ લોકો કરે છે જે વિમાનમાં સેક્સ કરવાના શોખિન હોય છે. વિમાનના બાથરૂમમાં કપલ્સનું એકસાથે ઘૂસવુ અથવા તો પછી એક જ બ્લેન્કેટમાં એકબીજાની નજીક આવવુ હવે સામાન્ય બની ગયુ છે.

ટ્રાવેલ સર્ચ એન્જિન તરફથી એશિયા પ્રશાંત ક્ષેત્રમાં કરાવવામાં આવેલા સર્વેમાં જાણવા મળ્યું છે કે, 3000માંથી આશરે 15% લોકોએ માન્યું કે તેઓ ફ્લાઇટમાં લોકોને ઇન્ટીમેટ થતા જોઈ ચુક્યા છે. એટલું જ નહીં, 5% લોકોએ માન્યું કે તેમણે પોતે વિમાનમાં રિલેશન બનાવ્યા છે. સર્વેમાં જાણવા મળ્યું કે, કેટલાક લોકો માત્ર એર રોમાન્સ કરવા માટે જ ગર્લફ્રેન્ડની સાથે વિમાનની ટિકિટ લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp