મંગેતરે કૂતરા સાથે એવું વર્તન કર્યું કે, વ્યક્તિએ તોડી નાખી સગાઈ
એક વ્યક્તિએ પોતાના કુતરા માટે પોતાના લગ્ન તોડી નાખ્યા. આ વ્યક્તિએ જણાવ્યું કે તેની ગર્લફ્રેન્ડને કારણે તેનો કુતરો મરતા મરતા બચ્યો. જેના પછી તેણે તેની ગર્લફ્રેન્ડ ને પોતાનો નિર્ણય સંભળાવી દીધો અને સગાઇ થઇ ગઇ હોવા છતાં બંને અલગ થઈ ગયા.
28 વર્ષનો વ્યક્તિ પોતાની 27 વર્ષની પાર્ટનરથી દૂર થઈ ગયો છે. જોકે તેની ગર્લફ્રેન્ડે એક પાર્ટી રાખી હતી જે પાર્ટી દરમિયાન આ વ્યક્તિના સાત વર્ષના કૂતરાએ ખૂબ જ વધારે ચોકલેટ ખાઈ લીધી અને દારૂ પીધો હતો જેને કારણે તે બીમાર થઈ ગયો. આમ પોતાની ગર્લફ્રેન્ડની લાપરવાહીના કારણે આ વ્યક્તિએ તેની સાથેના પોતાના ચાર વર્ષ જૂના રીલેશનશીપ તોડી નાખ્યા.
જોકે, તેના આ નિર્ણય પર તેના પરીવારજનો અને છોકરીના પરિવારજનોએ વાંધો ઉઠાવ્યો હતો. એ વ્યક્તિએ જણાવ્યું કે શનિવારે તેની મંગેતર તેના ઘરે બેચલર પાર્ટી કરી રહી હતી, તે સમયે હું મારા ઘરે મારા પેરન્ટસની સાથે હતો, મેં મારો કૂતરો તેની પાસે છોડ્યો હતો કારણ કે તેને કુતરાની સાથે સમય વિતાવવો સારું લાગતું હતું.
આ વ્યક્તિએ વધુમાં જણાવ્યું કે રવિવારની સવારે પાંચ વાગ્યે મને ફોન આવ્યો કે કુતરાને કંઈક પ્રોબ્લેમ છે. મેં તેને કહ્યું કે એક ટેક્સી બોલાવી લે અને ઇમરજન્સી વેટ ક્લિનિકમાં જતી રહે.
આ વ્યક્તિએ સમગ્ર ઘટના વિશે જણાવતા કહ્યું કે, આ પાર્ટીમાં તેની મંગેતરના બે મિત્રો પણ ત્યાં હાજર હતા, તેણે જણાવ્યું કે મારો કૂતરો જીવે છે, પરંતુ આ સમગ્ર ઘટના બાદ ડોકટરે જણાવ્યું કે કૂતરાએ ખૂબ જ વધુ દારૂનું સેવન કરી લીધું હતું, અને તેણે ઘણી બધી ચોકલેટ પણ ખાઈ લીધી હતી. આ વ્યક્તિ ખૂબ જ ગુસ્સામાં હતો કારણકે તેની મંગેતરે તેની વાત નહીં માની હતી. તેણે તેની મંગેતર ને ચોક્કસપણે કહ્યું હતું કે તે કૂતરાને પાર્ટીથી દૂર રાખે.
આગળ આ વ્યક્તિએ વધુમાં જણાવ્યું કે, જ્યારે અમે લોકો ઘરે પહોંચ્યા તો મેં મારી મંગેતરને તેનો સામાન પેક કરીને મારા ઘરેથી અને મારી જિંદગીમાંથી જતા રહેવા માટે કહ્યું હતું. મેં તેને પોતાના મહેમાનોને લગ્ન તોડી નાખવા વિશે જણાવવા પણ કહ્યું. ત્યારે તે દંગ રહી ગઈ, પરંતુ તેણે પોતાનો સામાન ઉઠાવ્યો અને જતી રહી.
આ વ્યક્તિને તેના પરિવાર અને છોકરીના પરીવારના વ્યક્તિઓએ ઘણું સમજાવવાની કોશિશ કરી. પરંતુ તે આ લગ્ન કરવા માટે રાજી ન થયો. આ વ્યક્તિની પોસ્ટ પર લોકો તેને સમર્થન આપી રહ્યા છે લોકોએ આ છોકરીની ભૂલને માની અને છોકરાને યોગ્ય ઠેરવ્યો.
ત્યાર બાદ લોકોની કોમેન્ટના આધારે આ વ્યક્તિએ પોસ્ટમાં આગળ લખ્યું કે મને હવે સમજણ પડી છે કે, આ બધું એક કૂતરાના કારણે હતું જ નહિ, તે ગેર જિમ્મેદાર હતી, તે હું જાણી ચુક્યો છું, અને હું આવી કોઈ વ્યક્તિ સાથે પોતાનું જીવન વિતાવી શકું તેમ નથી. જેને મનુષ્યના જીવની (અથવા તો કોઈ જાનવરની) કોઈ પરવાહ નહીં હોય.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp