આ વ્યક્તિએ ખરીદ્યો જૂનો સોફો, નીકળી 30 લાખ રૂપિયા ભરેલી બેગ અને પછી...

PC: ndtvimg.com

એવા ઘણાં ઓછા લોકો હોય છે, જે મહેનત વિના અમીર બની જાય છે. મોટા પ્રમાણમાં આવા મામલાઓમાં વિદેશોમાં લોટરી જીતનારા હોય છે. પણ એક સાથે લાખો રૂપિયા કોઈને મળી આવે તેવું ભાગ્યે જ જોવા મળે છે. પણ આ ઘટના બાદ તમે માની જશો કે વ્યક્તિ આ રીતે પણ અમીર બની જાય છે.

અમેરિકાના મિસીગનમાં હાવર્ડ કર્બી નામના એક વ્યક્તિએ સેકન્ડ હેન્ડ સોફો ખરીદ્યો હતો. આ સોફો તેણે માત્ર અઢી હજારમાં ખરીદ્યો હતો. જેને તે પોતાના ઘરે લઈને આવી ગયો. જ્યારે તે તેના પર બેઠો તો સોફાનું કાઉચ હાર્ડ હતું. થોડા દિવસ તેણે આવું ચલાવી લીધું પણ ત્યાર બાદ પરેશાન થઈને તેણે તેની પત્નીને સોફો બરાબર કરવા માટે કહ્યું. જ્યારે મહિલાએ સોફાને બરાબર કરવા માટે ખોલ્યો તો તે હેરાન થઈ ગઈ.

મહિલાએ જેવો સોફો ખોલ્યો, તો તેમાંથી રોકડ 30 લાખ રૂપિયાનું બોક્સ નીકળ્યું. કર્બીને તે બોક્સમાંથી 43 હજાર ડૉલર કેશ મળી. એટલે ભારતીય રૂપિયાના હિસાબે 30 લાક રૂપિયા મળ્યા.

જ્યારે કર્બીને આ બાબતે જાણ થઈ તો તેને વિશ્વાસ જ ન થયો કે સોફામાં આટલી રોકડ છે. તો તેણે વકીલને ફોન કર્યો. વકીલે તેમણે જણાવ્યું કે તેમને આ રૂપિયા રાખવાનો કાયદાકીય અધિકાર છે. પણ કર્બીએ રૂપિયા રાખવાની ના પાડી દીધી.

તેણે જણાવ્યું, મને આ રીતે કોઈના રૂપિયા આ રીતે રાખવા નથી. માટે કર્બીએ સ્ટોરના માલિકને ફોન કરી સોફાના માલિકની શોધ કરી. સોફાના માલિકે કર્બીને જણાવ્યું કે, આ સોફો તેમના દાદાજીનો હતો. જેમનું 2019માં નિધન થઈ ગયું હતું કર્બીએ સોફાના માલિકને પૂરેપૂરા રૂપિયા પરત કરી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp