મચ્છર સામે બદલો લેવો પડ્યો ભારે, વીડિયો જોઇ તમે પણ કહેશો આ કેવી મૂર્ખતા!

PC: ndtv.in

દુનિયામાં એવા ઘણાં લોકો છે, જેઓ ઘણીવાર ગુસ્સામાં પોતાનું જ કામ બગાડી બેસે છે અને આખરે પોતાનું જ નુકસાન કરી બેસે છે. તમે રાજા અને વાનર વાળીએ સ્ટોરી તો સાંભળી જ હશે, જેમાં રાજા પોતાના નાક પર બેસેલી માખીને ઉડાડવા માટે તલવાર કાઢી બેસે છે અને પોતાના નાક પર જ ચલાવી બેસે છે. જેમાં માખીને તો કશુ નથી થતું પણ રાજાની નાક જરૂર કપાઇ જાય છે. હાલમાં આવા જ પ્રકારના એક વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

વાયરલ થઇ રહેલા આ ચોંકાવનારા વીડિયોમાં એક વ્યક્તિ મૂર્ખતાઇની એવી પરાકાષ્ઠા પાર કરી બેસે છે જેમાં તે પોતાને જ નુકસાન પહોંચાડી બેસે છે. વીડિયોની શરૂઆતમાં જોઇ શકાય છે કે, એક મચ્છર તે વ્યક્તિના પગ પર બેસીને લોહી પી રહ્યો હોય છે. જેને ભગાવવા માટે તે વ્યક્તિ બીજી જ સેકન્ડમાં એવું કરી બેસે છે જેના વિશે તમે સપનામાં પણ કલ્પના કરી ન હોય. વીડિયોમાં જોઇ શકાય છે કે તે વ્યક્તિ પોતાના પગ પર બેઠેલા મચ્છરને મારવા માટે હથોડી પોતાના જ પગ પર મારી બેસે છે. જેને લીધે તે વ્યક્તિના પગની આંગળીઓના હાડકા તૂટી જાય છે. વીડિયોમાં આગળ તૂટેલી આંગળીનો એક્સ-રે રિપોર્ટ પણ જોઇ શકાય છે.

 
 
 
View this post on Instagram

A post shared by Ресми парақша (@qazaqsolo)

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. જેને જોઇ અમુક લોકો હેરાન છે. તો અમુક લોકો આ વીડિયો જોઇ મજા પણ લઇ રહ્યા છે. આ વર્ષે જ 6 ઓગસ્ટના રોજ શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 6.9 મિલિયન લોકો જોઇ ચૂક્યા છે. જ્યારે 2 લાખ 42 હજારથી વધારે લોકો આ વીડિયોને લાઇક કરી ચૂક્યા છે. વીડિયોને જોનારા લોકો આને લઇ જાત જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે, એતો ભલુ છે કે તેણે કુલ્હાડી વડે મચ્છરને મારવાનો પ્રયાસ ન કર્યા. નહીંતર પગ કપાઇ જાત. તો અન્ય એક વ્યક્તિએ લખ્યું કે, ભાઈ પોતાને જ નુક્સાન પહોંચાડી લીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp