
ઠંડીની સિઝનમાં ગરમ કપડાનું વેચાણ વધ્યું છે. લોકો સ્વેટર, જેકેટ, મફલર વગેરેની ખરીદી કરી રહ્યા છે, જેથી કરીને ઠંડીથી બચી શકાય. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક ખૂબ જ મોંઘી મંકી કેપની ચર્ચા શરૂ થઈ ગઈ. યુઝર્સ આના પર અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરનું કહેવું છે કે, 'મંકી કેપ'ની કિંમત જાણતા જ ઠંડીમાં પરસેવો છૂટી ગયો.
અહીં તમને જણાવી દઈએ કે, 'મંકી કેપ' પર ચર્ચાની શરૂઆત થઈ સ્વાતિ નામની યુઝરના ટ્વીટથી. સ્વાતિએ ટ્વિટર પર એક પોસ્ટ કરી અને તેમાં Dolce & Gabbana (D&G) કંપનીની 'મંકી કેપ'નો ફોટો શેર કર્યો. ફોટામાં 'મંકી કેપ'ની કિંમત 31,990 રૂપિયા લખવામાં આવી છે. D&G એક ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ છે.
As a Bengali, I am horrified and vindicated. pic.twitter.com/fu8Wn5ToPa
— Swati Moitra (@swatiatrest) January 17, 2023
સ્વાતિએ જે પોસ્ટ શેર કરી છે તેમાં આ બ્રાન્ડની એક ખાકી રંગની 'મંકી કેપ' દેખાઈ રહી છે. ડિસ્કાઉન્ટ બાદ તેની કિંમત 40 હજાર રૂપિયાથી ઘટાડીને 31,990 રૂપિયા જોવા મળી રહી છે. તેને ખરીદવા માટે EMIનો પણ ઓપ્શન આપવામાં આવ્યો છે. જો કે, આ કેપ હાલમાં D&Gની વેબસાઇટ પર 'Sold' જોવા મળી રહી છે.
My grandfather had the exact same one. The color was called “norshhi” or snuff, and of course we called this a monkey cap. And it cost 20 rupees then. https://t.co/KTzc1y1EHe
— Shantanu (@shantanub) January 18, 2023
યુઝર્સ બોલ્યા, ઠંડીમાં પરસેવો છૂટી ગયો
આ પોસ્ટ પર યુઝર્સે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'મંકી કેપ'થી ભલે ઠંડી નહીં જાય, પરંતુ તેની કિંમતથી ચોક્કસ પરસેવો છૂટી ગયો. જ્યારે, કેટલાક લોકોએ પૂછ્યું કે, આખરે આ કેપનો ખરીદનાર કોણ હતો. એક વ્યક્તિએ લખ્યું, મારા દાદાજી પાસે સેમ આવી જ હતી. ત્યારે તેની કિંમત 20 રૂપિયા હતી.
They are giving a discount of 8010..
— Raunit (@RaunitRanjan2) January 18, 2023
So nice of them to do it when there are no sales going on ..
એક યુઝરે લખ્યું, હું 100-200 રૂપિયા વાળી લેવાનું પસંદ કરીશ. બીજાએ કહ્યું, આ અમીરો માટે છે. ત્રીજા યુઝરે લખ્યું OMG,ડિસ્કાઉન્ટ પછી આ રેટ છે. એક અન્ય યુઝરે કહ્યું, મારુ તો માથું ફરી ગયું.
कीमत जानकर ठंड में भी पसीने छूट गए.
— भारतीय आशीष 🇮🇳 (@imAshishLive) January 18, 2023
જો કે, આ પોસ્ટને લાખોની સંખ્યામાં જોવામાં આવી છે. પોસ્ટને હજારોની સંખ્યામાં લાઈક્સ પણ મળી છે. જ્યારે, સેંકડો વપરાશકર્તાઓએ આ પોસ્ટ પર કોમેન્ટ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp