આ છે દુનિયાની સૌથી ઠંડી સ્કૂલ, -51 ડિગ્રી સેં.માં પણ બાળકો આવે છે ભણવા

PC: siberiantimes.com

સાઈબિરીયાને દુનિયાની સૌથી ઠંડી જગ્યાઓમાંની એક માનવામાં આવે છે. અહીં દુનિયાની સૌથી ઠંડી શાળા પણ આવેલી છે, જ્યાં ઘણી વખત તાપમાન -50 ડિગ્રી સેલ્સીયસની આસપાસ પહોંચી જાય છે. હાડકાં કંપાવી દે તેવી ઠંડી હોવા છત્તાં આ સ્કૂલમાં બાળકો ભણવા માટે આવે છે અને આ સ્કૂલ 11 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ માટે ત્યારે બંધ હોય છે, જ્યારે તાપમાન -52 ડિગ્રી અથવા તેનાથી ઓછું થાય છે.

ઓઅમયાકોન નામના શહેરમાં આ સ્કૂલ આવેલી છે અને અહીં પોસ્ટ ઓફિસ અને બેંક જેવી ઘણી જીવન જરૂરિયાતની સુવિધાઓ મળે છે. આવા દુર્ગમ અને ચેલેન્જીંગ જગ્યાએ પણ કોરોના વાયરસનો ખતરો બનેલો છે અને સ્કૂલમાં આવનારા બાળકોની સાથે પરેન્ટ્સ અને સ્કૂલના સ્ટાફનું પણ સ્કૂલમાં ઘૂસતા પહેલા તાપમાન ચેક કરવામાં આવે છે.

આ સ્કૂલને વર્ષ 1932માં સ્ટાલિનના રાજમાં બનાવવામાં આવી હતી. આ સ્કૂલમાં ખારા તુમુલ અને બેરેગ યુર્ડે ગામના બાળકો ભણવા આવે છે. અહીંના લોકલ ફોટોગ્રાફર સેમ્યોને સાઈબીરિયન ટાઈમ્સ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, હું 8 ડિસેમ્બરના રોજ સવારે 9 વાગ્યે શૂટ કરી રહ્યો હતો અને તે સમયનું તાપમાન -51 ડિગ્રી હતું. મેં મારા ગ્લવ્ઝ સતત પહેરી રાખ્યા હતા, જો કે તે કમ્ફર્ટેબલ ન હતા પરંતુ જો હું તેને નહીં પહેરું તો મારી આંગળીઓ સંપૂર્ણરીતે ઠરી જતે અને મને ફ્રોસ્ટબાઈટીંગની સમસ્યા થઈ જતે.

આ બીમારી વધારે ઠંડીને લીધે આંગળીઓને નુકસાન પહોંચાડી શકે છે. તેનાથી તમે અંદાજો લગાવી શકો છો કે અહીંના બાળકો કેટલી ચેલેન્જનો સામનો કરીને સ્કૂલ આવે છે. ક્યારેક તે તેમના માતાપિતા સાથે આવે છે તો ક્યારેક તેઓ તેમના ડોગ સાથે પણ આવે છે. -50 ડિગ્રી તાપમાન પર હાઈપોથર્મિયા થવાનો ખતરો પણ વધી જાય છે. હાઈપોથર્મિયા એક મેડિકલ ઈમરજન્સી છે, જેમાં શરીરનું તાપમાન ઘણું ઝડપથી ઓછું થવા લાગે છે, જેનાથી હાઈ બ્લડ પ્રેશર, દિલની ધડકન વધવી, ઘભરાટ થવી અને કેટલાંક કેસોમાં મોત પણ થઈ શકે છે.

આ તાપમાન પર ડૉકટર્સ લાંબા લાંબા શ્વાસ લેવા માટેની પણ ના પાડે છે કારણ કે આ તાપમાન પર માત્ર શ્વાસ લેવો પણ તકલીફ આપનારો બની શકે છે અને ઘણી ઠંડી હવા ફેફેસામાં ભરાઈ જવાનો પણ ખતરો હોય છે, જે સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ ક્ષેત્રમાં માત્ર ભણતર જ નહીં સામાન્ય જીવન પણ ઘણું ચેલેન્જીંગ છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp